SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ બે મલ્લો જ તેને પૂરો કરી દેવા માટે સમર્થ છે. તેણે તેમની સાથે મલ્લકુસ્તી કરવી પડશે.” કૃષ્ણ અને બળદેવ તરત ઊભા થયા. ધરતી ધ્રુજાવતા આવતા બે ય મલ્લોનો તેમણે મુકાબલો કર્યો. બે ય મલ્લને પૂરા કરી નાંખ્યા. ત્યારબાદ કૃષ્ણ કંસ તરફ વળ્યો. સિંહાસન પાસે પહોંચતાં સુધીમાં તો કંસને ઘણું કહી નાંખ્યું. સિંહાસન પાસે જતાંવેત તેણે કંસના મુગટ ઉપર જોરથી લાત મારીને મુગટ ઉડાવી દીધો. પછી કંસના વાળ પકડીને તેને ધરતી ઉપર પટકી નાંખ્યો. તેની છાતીમાં જોરથી લાત મારતાંની સાથે જ કિંસના પ્રાણ નીકળી ગયા. બહુ જ થોડીવારમાં બધું બની ગયું. કંસે અગમચેતી વાપરીને પોતાના સસરા જરાસંઘનું જે સૈન્ય તૈયાર રાખ્યું હતું તે આ પરિસ્થિતિ ઉદ્ભવતાં ધસી આવ્યું પણ મહારાજા સમુદ્રવિજયના સજ્જ સૈન્ય તેનો પૂરી તાકાતથી મુકાબલો કરીને ભગાડી મૂક્યું. કૃષ્ણ કંસના શબને ઊંચકીને સભામંડપની બહાર ફેંકી દીધું. દેવકૃત દ્વારિકામાં શ્રીકૃષ્ણાદિનો નિવાસ મથુરાના રાજા તરીકે કંસના પિતા ઉગ્રસેનને પુનઃ સ્થાપિત કરવામાં આવ્યા. સારંગ ધનુષ્ય ઉપાડવા દ્વારા કૃષ્ણને જે સ્વયંવરા સત્યભામા વરી ચૂકી હતી તેના હવે વિધિવત્ લગ્ન થયા. પતિના મૃત્યુથી અકળાઈ જઈને જીવયશા પિતા જરાસંઘ પાસે ગઈ. તેને સઘળી વાત કરીને ખૂબ ઉશ્કેર્યો. બેશક, જરાસંઘ મહાબલિષ્ઠ રાજા હતો એટલે તેની સામે બેદરકાર રહેવું કોઈને માટે યોગ્ય ન હતું એટલે રાજા ઉગ્રસેને યાદવોનું વિરાટ સંગઠન ઊભું કર્યું. જરાસંઘ જેવા અતિ પ્રબળ રાજા સામે હવે યુદ્ધ જવું કે નહિ તે અંગે યાદવાગ્રણીઓએ પોતાના બહુશ્રુત જોષી ક્રૌષ્ટ્રકીની સલાહ લીધી. તેણે કહ્યું : “તમારા કૃષ્ણ અને બળદેવના હાથે જ જરાસંઘનો નાશ થનાર છે પણ તે સમયને હજી ઘણી વાર છે. હાલ તમે યુદ્ધ કરવાનું સાહસ ન કરો. એ કરતાં જરાસંઘના ભયથી મુક્ત થવા માટે પશ્ચિમ દિશાના સમુદ્રકિનારાના ક્ષેત્ર ઉપર નગરી વસાવીને રહો. ત્યાં સત્યભામા બે પુત્રોને જન્મ આપશે.” જોષીની વાતનો સ્વીકાર કરીને મહારાજા સમુદ્રવિજય યાદવોનો મોટો રસાલો લઈને ત્યાં ગયા. અટ્ટમનું તપ કરીને કૃષ્ણ દેવ-સહાય મેળવી. દેવે રાતોરાત ઉત્તમ સ્થળમાં દ્વારિકા નગરી ઊભી કરી. તેણે કૃષ્ણને પાંચજન્ય શંખ અને કૌસ્તુભ મણિ આપ્યો. કાર્ય પૂરું કરીને દેવ વિદાય થયો. દ્વારિકામાં યાદવો આનંદથી રહેવા લાગ્યા. કેટલોક સમય પસાર થયો ત્યાં હસ્તિનાપુરથી આવેલા દૂત મહારાજા સમુદ્રવિજયને તેમની બેન કુન્તીને પ્રથમ પુત્રના જન્મની વાતની વધામણી આપી. કુન્તીને આપવાની ઘણી ભેટો સાથે મહારાજાએ દૂતને હસ્તિનાપુર વિદાય કર્યો. પુણ્યોદયનો ધર્મારાધના દ્વારા સદુપયોગ જેની પાસે પુણ્યનો પ્રબળ ઉદય છે તેને રાતોરાત આખી નગરી ઊભી થાય છે અને તે કામ પણ દેવ આવીને કરી જાય છે. જેની પાસે પુષ્ય નથી એ બિચારો ઢોર પુરુષાર્થ કરીને તૂટી જાય તો એકાદ ખોરડું પણ ઊભું કરી શકે નહિ. જૈન મહાભારત ભાગ-૧
SR No.009164
Book TitleJain Mahabharat Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2004
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy