________________
૧૪
કરવ-પરિવાર
ગર્ભની માતા ઉપર અસર સમય જતાં ગાંધારીને ગર્ભ રહ્યો. હા, એ જ ભાવી દુર્યોધન હતો.
જેમ માતાની ગર્ભકાલીન વૃત્તિ અને પ્રવૃત્તિઓની ગર્ભના તન, મન ઉપર અસર પડે છે તેમ ગર્ભના આત્માના સંસ્કારોની માતાના તન, મન ઉપર અસર પડતી હોય છે.
જેવો ગર્ભનો આત્મા હોય તેવી શારીરિક આરોગ્યતા, અનારોગ્યતા પ્રાપ્ત થાય, તેવી માનસિક વૃત્તિઓ (દોહદ) જાગ્રત થાય.
પરમાત્મા સુમતિનાથનો આત્મા ગર્ભમાં હતો ત્યારે બે સ્ત્રીઓના ઝઘડાનો જે નિકાલ રાજા કરી શક્યો ન હતો તે નિકાલ રાણી કરી શકી હતી. તેમાં તેના ગર્ભનો જ પ્રભાવ કામ કરી ગયો હતો. આથીસ્તો તે તારક આત્માનું “સુમતિ' નામ રાખવામાં આવ્યું હતું.
ગર્ભનો આત્મા દુષ્ટ હોવાથી ગાંધારીની વૃત્તિઓ અનિચ્છનીય રીતે બહેકવા લાગી. તેને દુષ્ટ વિચારો આવવા લાગ્યા. આથી તેના મન ઉપર ઉદ્વેગ રહેવા લાગ્યો.
આ બધું છતાં તેને એક વાતનો ખૂબ આનંદ હતો કે કુન્તીના પહેલાં પોતે “માતા” બનવાની
હતી.
યુધિષ્ઠિરનો જન્મ અમુક સમય બાદ કુન્તીને પણ ગર્ભ રહ્યો. આ ગર્ભનો આત્મા એટલે ભવિષ્યનો યુધિષ્ઠિર.
મહાન આત્માના પ્રભાવે કુન્તીને ખૂબ સારા વિચારો આવવા લાગ્યા. તે ખૂબ સારી ધર્મપ્રવૃત્તિઓમાં વિશેષ સક્રિય થવા લાગી.
ગર્ભકાળ પૂરો થતાં કુન્તીએ યુધિષ્ઠિરને જન્મ આપ્યો. તેના આનંદમાં તેણે નાસિકમાં ચન્દ્રપ્રભસ્વામીનું જિનાલય બનાવ્યું. ત્યાં વારંવાર જઈને તે પરમાત્મભક્તિ કરવા લાગી.
કુન્તી પહેલી માતા બની માટે ગાંધારી ઈર્ષ્યાથી જલવા લાગી. સજ્જન તે, જે બીજાના દુઃખે દુઃખી હોય. દુર્જન તે, જે બીજાના સુખે દુઃખી હોય.
દુર્જન એટલે જવાસો. આખી વનરાજી ખીલી ઊઠે ત્યારે જવાસો નામની વનસ્પતિ કરમાઈ જાય.
ગાંધારીની ઊંડે છુપાયેલી દુર્જનતા ઈષ્યના રૂપમાં પ્રજવળવા લાગી. પ્રથમ માતા બનવાના ગાંધારીના અરમાનના ભુક્કા બોલાઈ ગયા. વળી થોડોક સમય પસાર થતાં કુન્તી ગર્ભવતી થઈ. હવે તે ભીમને જન્મ આપવાની હતી.
દુર્યોધન, ભીમ અને અર્જુન વગેરેનો જન્મ ગાંધારીએ પોતાને પ્રસૂતિ થાય તે માટે ઘણા પ્રયત્નો કર્યા પણ નિષ્ફળ ગયા. તેને ખૂબ ભયાનક અને પાપી વિચારો તો આવતા જ હતા અને એમાં વળી કેમેય પ્રસૂતિ થતી ન હતી.
સામી બાજુએ કુત્તીના બીજા ગર્ભનો કાળ પણ પૂરો થયો હતો. આ વખતે ગાંધારીના ગર્ભના ત્રીસ મહિના પૂરા થયા હતા.
જૈન મહાભારત ભાગ-૧