________________
ડાળીનો ફાંસો લગાવી દીધો હતો.
પાંડુએ દોડીને તે ફાંસો દૂર કર્યો અને કુન્તીને મોતના મુખમાંથી ઉગારી લીધી. એકબીજાનો પરિચય અને વાતો થતી હતી ત્યાં કુન્તીની ધાવમાતા આવી ચડી. તેણે સઘળી બીના જાણીને ત્યાં જ, તે જ સમયે તે બંનેની ગાન્ધર્વવિધિથી લગ્નવિધિ પતાવી દીધી. ધાવમાતા ત્યાંથી ચાલી ગઈ. પાંડુ અને કુન્તીએ યથેચ્છ રીતે સાંસારિક આનંદ માણીને રાત્રિ પસાર કરી.
સવાર પડતાં એ જ પ્રભાવક વીંટીના બળે પાંડુ હસ્તિનાપુરમાં આવી ગયો.
આ બાજુ કુન્તી સગર્ભા થઈ. ધાવમાતાને તેના શારીરિક ફેરફારોથી બધો ખ્યાલ આવી ગયો. પૂરો સમય થતાં કુન્તીએ પુત્રને જન્મ આપ્યો પણ જાહેરમાં લગ્નવિધિ થયા વિના જ પાંડુથી આ પુત્રપ્રાપ્તિ થઈ હતી એટલે તેને રાખી શકાય તેમ ન હોવાથી કુન્તીએ ધાવમાતાને સોંપીને તેનો પરિત્યાગ કરી દેવા માટે જણાવ્યું.
બાળકના કાનમાં મણિમય કુંડલ લગાડવામાં આવ્યા. તેને રત્નની પેટીમાં સારી રીતે ગોઠવીને તે પેટીને નદીના પ્રવાહમાં વહેતી મૂકી દીધી.
ન
પોતાના પેટના સંતાનને આ રીતે ત્યાગતી વખતે કુન્તીના શોકનો કોઈ આરોવારો ન રહ્યો પરંતુ તે નિરુપાય હતી.
આજે તો ગર્ભપાત દ્વારા ગર્ભનો (બાળકનો) નાશ સુદ્ધાં કરી દેવાય છે. શ્રીમંત, શહેરી અને શિક્ષિત વર્ગમાં ગર્ભપાત ‘ફૅશન’ ગણાય છે!
કદાચ કોઈ ગર્ભ એ ઘાતકી દવાના હલ્લા છતાં ઊગરી જશે અને જન્મ લેશે, જ્યારે તેને પોતાના માબાપની તે ક્રૂર ક્રિયાની ખબર પડશે ત્યારે તે પણ વૃદ્ધ થયેલાં તે માબાપોને ‘મર્સીફુલ-ડેથ’ના નામ નીચે મારી જ નાંખશે.
જ્યારે તેને એ વાતની ખબર પડશે કે તેની માતા નોકરી કરતી હતી, નોકરીએ જતી વખતે ઘોડિયાઘરમાં તેને મૂકી દેતી હતી ત્યારે તે પણ બુઠ્ઠાં માબાપોને ઘરડાઘરમાં મૂકી દીધા વિના રહેશે નહિ.
પોતાના શારીરિક લાવણ્યની હાનિની કલ્પનાથી સંતાનને નહિ ધવડાવતી, બેબીફુડ આપતી માને તેની વૃદ્ધાવસ્થામાં દીકરો કે વહુ ચા પણ સરખી રીતે પીવા ન દે તો તેમાં તે બુઠ્ઠી માતાએ અફસોસ કરવાનો કોઈ અર્થ ખરો ?
માબાપોથી તિરસ્કારાયેલાં જન્મી ગયેલાં બાળકો માત્ર ‘કર્ણો' જ નહિ બને પણ હવેના ન્યૂવેવમાં તો ક્રૂર કર્ણો જ બનશે.
ખતરનાક છે કામાવેગ
કામના આવેગો કેટલા બધા ખતરનાક હોય છે ? એકાંત, અનુકૂળતા, અંધકાર વગેરે આ આવેગોને એકદમ ઉત્તેજિત કરી મૂકતા હોય છે. પાંડુ અને કુન્તીના અકાળે ઉન્માદમાં એકાંત, અંધકાર અને અનુકૂળતા મોટો ભાગ ભજવી ગયા.
માણસે પોતાની વાસના ઉપર નિયંત્રણ રાખવું જ રહ્યું. વાસનાના બંધ તૂટે તો ભયંકર હોનારત
સર્જાય.
કુન્તી અને પાંડુએ અધીરા બનીને, આવેગમાં આવીને સંસારસુખ ભોગવવાની જે ભૂલ કરી છે તે કેટલી ગંભીર ભૂલ હતી તે જાણવું હોય તો આપણે તેમના દ્વારા જન્મેલા ‘કર્ણ’ને નજરમાં
જૈન મહાભારત ભાગ-૧