SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ નથી તો હજા૨ માતા જેટલી તેની તાકાત વર્ણવાઈ. કાશ ! નારીને પુરુષ-સમોવડી કરવા જતાં નારીનું ઊર્ધ્વમૂલ્યન નથી થયું, અવમૂલ્યન થયું છે. આજની ‘નારી’ એટલે પુરુષોના હવસની ભોગ્યા ! લાચાર ! નોકરી કાજે શીલ વેચતી ! સહુના મહેણાં ખાતી ! માતા છતાં વાત્સલ્યવિહોણી ! ગૃહિણી છતાં ઘરવિહોણી ! પત્ની છતાં પતિવિહોણી ! દ્રૌપદી-એક-ના વસ્ત્રાહરણે મહાભારત તો નારી-અનેકાનેક-ના વસ્ત્રાહરણે શું ? આ સવાલ હવે કોઈ પૂછશો જ મા ! મેકોલે શિક્ષણમાં નારીને વકીલ, ડૉકટર, પ્રોફેસર, ટાઇપિસ્ટ વગેરે બનાવવાની સવલત કરાઈ છે, પણ તે તમામ (લગભગ) ‘માતા’ બનવાની છે તો તેના અંગે કોઈ લક્ષ પણ રાખવામાં આવ્યું નથી. ભારત-દેશની સમૃદ્ધિના મૂળભૂત ત્રણ તત્ત્વો-સંત, ગાય (પશુ) અને નારી-માંથી ‘નારી’ને સાચી માતા તરીકે હેતુપૂર્વક મારી નાંખવામાં આવી છે, ગાય ડચકાં લઈ રહી છે, સંત માંદો પડી ગયો છે. વિકૃત અન્નની મન ઉપર અસર કોઈ કહે છે ભીષ્મે એ દિવસે દુષ્ટ એવા દુર્યોધનના ઘરનું ભોજન કર્યું હતું માટે એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ હતી. હા, એવું પણ બની શકે ખરું. ‘જેવું અન્ન તેવું મન' એ આર્યદેશની સુપ્રસિદ્ધ આર્ય-ઉક્તિ છે. લિપ્સિગની મહત્ત્વની લડાઈમાં નેપોલિયન હારી ગયો હતો. તેમાં તેણે વ્યૂહરચનામાં થાપ ખાધી હતી. તેનું કારણ તે દિવસે તેણે ડુંગળી ખાધી હતી તે હતું. રોમ ભડકે બળે અને તેનો રાજાધિરાજ ફિડલ વગાડતો રહે એ કેવી તેની બુદ્ધિભ્રષ્ટતા ! એની પાછળ એ કારણ હતું કે તે હંમેશ બપોરથી શરૂ કરીને કલાકો સુધી ખા ખા કરતો હતો. કહેવાય છે કે ગાંધીજી વધુ પ્રમાણમાં લસણ ખાતા હતા. આથી જ કેટલાક ખૂબ ગંભીર રાષ્ટ્રીય પ્રશ્નોનો ઉકેલ મેળવવામાં થાપ ખાઈ જતા હતા. ગમે તેમ હોય, ભીષ્મ પિતામહના જીવનનું આ ઘણું મોટું કલંક બની ગયું. અન્યાય-કરણની જેમ અન્યાયની ઉપેક્ષા પણ પાપ અન્યાય કરવો એ જેમ પાપ છે તેમ તેને નિવારવાની શક્તિ હોવા છતાં અન્યાયને જોયા કરવો તે પણ મોટું પાપ છે. સીતાજીને ઉઠાવીને લઈ જતા રાવણ ઉપર જટાયુ નામનું પક્ષી તૂટી પડ્યું, રાવણ સામે ખૂબ ઝઝૂમ્યું અને અંતે રાવણની કટારીથી કપાઈ જઈને લોહીથી લથપથ અવસ્થામાં ધરતી ઉપર તૂટી પડીને મૃત્યુ પામ્યું. અજૈન-રામાયણમાં આ પ્રસંગ આવે છે. આસપાસના એકઠા થઈ ગયેલાં વનવાસીઓએ મૃત્યુ પામવાની તૈયારીવાળા છતાં સ્વસ્થ જટાયુને સવાલ કર્યો હતો, “આવા બળિયા સાથે બળ માપ્યા વિના તમે કેમ લડી પડ્યા? અંતે તો તમારું મોત જ આવ્યું ને ?” જટાયુએ કહ્યું, “મારાથી એ અધર્મ જોઈ શકાયો નહિ.” જટાયુ જેવા પશુ-યોનિના જીવ જેટલી પણ ભૂમિકા ભીષ્મ ભજવી ન શક્યા એ ઓછા દુઃખની જૈન મહાભારત ભાગ-૧
SR No.009164
Book TitleJain Mahabharat Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2004
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy