________________
તૈયા૨ કરી ચૂક્યો હોય.
સદાય અક્કડ રહેતો જીવ પૂર્વભવમાં તાડનું ઝાડ હોય. ખૂબ ક્રોધે ભરાતો આદમી પૂર્વભવનો સાપ પણ હોય.
સાધ્વીના જીવનમાં, આતાપનાના તપના દિવસોમાં સુકુમાલિકાના આત્માએ જે થાપ ખાધી તેનું કેટલું કટૂ પરિણામ આવીને ઊભું ? પિતા દ્રુપદ પણ ગભરાઈ ગયા. સહુ વિસ્મિત થઈ ગયા. શું કરવું ? કોઈને ન સમજાયું. આકાશવાણી થઈ પણ તો ય કોઈની ય વળી ગયેલી કળ ઊતરી નહિ. અંતે ચારણમુનિવરે ફોડ પાડ્યો ત્યારે સહુના દિલ હેઠાં બેઠા. પાંચ પતિની પત્ની તરીકે સહુએ દ્રૌપદીને સ્વીકારી.
સાધ્વીજીવનમાં કરેલી ભૂલમાંથી ભારતદેશમાં કેવો અકલ્પ્ય ઇતિહાસ સર્જાઈ ગયો ! પાંચ પતિઓવાળી પત્ની !
રે ! પાંચ પત્નીઓવાળો પતિ કે એથી પણ ઘણી પત્નીઓવાળો પતિ તો સહુએ સાંભળ્યો હશે પણ આ ઊંધી વાત તો ભારતના ઇતિહાસમાં પહેલી જ હશે, કદાચ છેલ્લી પણ હશે.
સુકુમાલિકા સાધ્વીની નાનકડી (માનસિક) ભૂલ ! એનું કેટલું ભયંકર પરિણામ !
નાગશ્રી તરીકેના ભવની એક ભયાનક ભૂલ ! એ મૂળમાંથી કેવું મોટું ઝાડ ઊગી નીકળ્યું કે સુકુમાલિકાના ભવમાં સાધ્વી બની તો ય સીધી ન ચાલી શકી !
અને અંતે દ્રૌપદી બની તો અભૂતપૂર્વ ઘટનાનો ભોગ બની ગઈ !
મહાભારતની આખી કથામાં કેટલાક અતિ રોમાંચક પ્રસંગો છે, જેમાં એકલવ્યનો અંગૂઠાના બલિદાનનો પ્રસંગ, દ્રૌપદીના પાંચ પતિનો પ્રસંગ પણ ગણી શકાય.
દ્રૌપદીને પાંચ પતિ કેમ થયા ? તે સવાલના જવાબમાં વ્યાસમુનિએ જે જણાવ્યું છે કે,‘પાંચ ભાઈઓને જે મળે તે બધાએ સરખે હિસ્સે વહેંચી લેવું’ એવા માતા કુન્તીએ ઘડી આપેલા કાયદાના કારણે દ્રૌપદી પણ પાંચ વચ્ચે વહેંચાઈ છે’ તે ખૂબ વિચિત્ર જણાય છે. દરેક કાયદાને તેની મર્યાદા તો હોય ને ? વહેંચણીની સમાનતાના નિયમમાં કાંઈ સ્ત્રીની વહેંચણી કરવા જેવી અનાર્ય-કક્ષાની વાત કદી લઈ શકાય ખરી ?
લગ્ન બાદ પાંડવો દ્રૌપદીને લઈને સપરિવાર હસ્તિનાપુર પાછા ફર્યા.
નારદે બતાવેલી વ્યવસ્થા
એક દિવસ ત્યાં નારદ આવી ચડ્યા.
સમયે સમયે નારદ થતા હોય છે. દરેક ઉત્સર્પિણી કે અવસર્પિણીના કાળમાં નવ નવ નારદ થાય છે. આ નારદો કુતૂહલપ્રિય હોય છે. એકબીજાને અથડાવી મારવાની વૃત્તિ પણ ક્યારેક સતેજ બની જતી હોય છે. પરન્તુ આવા અવગુણોની વચમાં તેમનામાં એક બહુ મોટો ગુણ હોય છે કે તેઓ નિર્મળ શીલનું પાલન કરતા હોય છે. એના બળે જ નવે ય ના૨દો તે જ ભવમાં મુક્તિના પરમપદને પામ્યા છે.
નારદજીએ પાંડવોને અને દ્રૌપદીને ભેગા કરીને કહ્યું કે, “બે પુરુષ વચ્ચે પણ એક સ્ત્રીનું હોવું તે ભારે કલેશનું કારણ છે. તમે પાંચ પુરુષો છો અને તમારી વચ્ચે એક જ સ્ત્રીના કા૨ણે પરસ્પર કલેશ પેદા ન થાય ?’”
નારદે જ તે વ્યવસ્થા બતાવી કે,“દ્રૌપદી પાસે એક જ વ્યક્તિએ વારાફરતી રહેવું. એકના વારામાં બીજાએ ભૂલથી પણ ન જવું. જો તેમ થઈ જાય તો તેણે બાર વર્ષનો તીર્થયાત્રા વગેરે રૂપ
જૈન મહાભારત ભાગ-૧