SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ પોતપોતાના સ્થાનથી ભ્રષ્ટ થઈને દુઃખી જ થયા છે. બિચારો હરિજન ! હાથશાળનો બાપીકો ઉદ્યોગ ગુમાવીને મરવા પડ્યો છે ! છતાં કેટલાક હજારને જ ક્યાંક નોકરી અપાવ્યાની વાતો રજૂ કરીને કહેવાતા સમાજ-હિતચિંતકો સમસ્ત ભારતીય પ્રજાને અવળે રસ્તે દોરવી રહ્યા છે. બિચારી સ્ત્રી ! એના સ્વાતંત્ર્યની વાતો કરીને અનેકોની ગુલામ દશામાં પેલા કહેવાતા એના હિતચિંતકોએ મૂકી છે ! એના શીલના ફુરચા ઊડ્યા ! એના જીવનની ચિંતા એના જ માથે આવી બિચારો સાધુ ! એને જમાનાવાદી બનાવીને સ્થાનભ્રષ્ટ કર્યો. એણે શાસ્ત્રચુસ્તતા ગુમાવી. પ્રચારક બન્યો, પ્રસિદ્ધિ પામ્યો... હાય, અંતે પતિત થયો ! પેલા કંગાળ હિતચિંતકોએ એનું આ કલ્યાણ કર્યું ! જે ગોરાઓએ ભારતીય પ્રજાની અસાંકર્યની આ આર્યવ્યવસ્થાને તિતબિતર કરી નાંખી છે તેમને તો આજે ય તેમના રાજવંશી બીજમાં ભેળસેળ કરવી લગીરે પરવડતી નથી. આ જ કારણે આઠમા એડવર્ડની પાસે એ પ્રજાએ ગાદીત્યાગ નહોતો કરાવ્યો? તાજેતરમાં જ સાઉદી અરેબિયાના મુસ્લિમ રાજાએ પોતાની શાહજાદીને દુરાચાર સેવવા બદલ જાહેરમાં મારી નંખાવી છે. ભૂતકાળમાં મહારાણા પ્રતાપે રાજા માનસિંહ સાથેના બધા સંબંધો તોડી નાંખ્યા હતા, કેમકે તેણે પોતાની દીકરીના લગ્ન અકબર વગેરે મુસ્લિમોની સાથે કર્યા હતા. આ બોલાચાલીમાંથી જ હલદીઘાટીનું યાદગાર યુદ્ધ સર્જાયું હતું. હવે જ્યારે પાછા ન ફરી શકાય એ રીતે પરિસ્થિતિ પલટાઈ છે ત્યારે નિસાસો નાંખવા સાથે લખવું પડે છે કે હવે કોઈ માતા વીરપ્રસૂતા કે સંતપ્રસૂતા બનશે કે કેમ તે સવાલ છે. જૂઠા ગોકીરા મચાવીને કેટલાક નવા જમાનાના શિક્ષિતોની ટોળકીએ સામાજિક હિતોને નષ્ટ કર્યા છે. એ લોકો કદી પણ માફીને પાત્ર નથી. પણ જ્યાં સુધી પ્રજાની અસ્મિતા જાગ્રત નહિ થાય ત્યાં સુધી આ બધી વાતો કરવાનું કામ એ પાગલનું કામ છે. અસ્તુ. વૃત્તિનું અને વર્ણનું અસાંકર્ય એ સામાજિક કક્ષાનો ઉત્તમ ધર્મ હતો. અને ધર્મની પ્રધાનતાને કારણે જ સમાજ ખૂબ શાન્તિથી જીવી શકતો, મોજથી (સમાધિથી) મરી શકતો, સદ્ગતિ પામતો અને અંતે મુક્તિ પામીને ભવફેરા મિટાવી શકતો. આમ બધા ય હિતોના મૂળમાં સમાજમાં ઉપરોક્ત અસાંકર્યુ હતું. ચાર વર્ણોમાં સાંકર્ય પેદા ન થવા દઈને રક્તશુદ્ધિને કાયમ રાખવામાં આર્યાવર્તના ઋષિઓની બહુ મોટી સુવ્યવસ્થા હતી. આ રીતે જ સુસંસ્કારો એકધારા ચાલ્યા આવતા. તેથી જ બેકારી અને બીમારીની સંભાવના જ ન હતી. આજે તો આ સંસ્કારોને ખતમ કરી દેવા માટે રક્તમાં સાંકર્ય પેદા કરાય છે. આંતરજ્ઞાતીય, આંતરજાતીય, આંતરરાષ્ટ્રીય અને આંતરખંડીય લગ્નો કરાવવા માટે ભારત સરકાર પુષ્કળ પ્રકારની લાલચો જાહેર કરે છે. કાચી વયના બાળકો અને કિશોરોને સહશિક્ષણ આપીને નાની વયથી જ તેમના લોહીમાં અશુભ વિચારોનું આધાન કરે છે. જૈન મહાભારત ભાગ-૧
SR No.009164
Book TitleJain Mahabharat Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2004
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy