________________
અગ્રવચન '
૧૧.
કઈ પણ વ્યક્તિ સાથે મંત્ર સંબંધી કઈ પણ વાત કરવા તૈયાર નથી. જેને સુશિક્ષિત કહીએ અને અન્ય બાબતમાં ઉદારમતવાદીનું બિરુદ આપીએ, તેમની સ્થિતિ પણ આવી જ છે. ગમે તે પ્રયન કે વિનંતિ કરવા છતાં તેઓ આપણને તેમની કંપાસના–પદ્ધતિ અંગે કશી માહિતી આપતા નથી, એટલું જ નહિ પણ તેમના પ્રમાણભૂત. સાહિત્યને નિર્દેશ પણ કરતા નથી. તેઓ “ગોપનીય” ના. સિદ્ધાંતને અતિ ચૂસ્તતાથી વળગી રહેલા છે.
નેપાલ રાજવંશીય લેફટનન્ટ જનરલ ધનસમશેર જંગ બહાદૂર રાણું કે જેમણે તપાસનામાં ઘણો રસ. લીધું હતું અને જેમનું તંત્રવિષયક જ્ઞાન જેઈને વિદ્વાને. તરફથી “વિશ્વવિજયી કુલશિરેમણિ”ની પદવી આપવામાં આપી હતી. તેમણે “શ્રીકાત્રિકપાસનાદર્પણ” ના. પ્રથમ ખંડની ભૂમિકામાં આ પરિસ્થિતિની આચના કરતાં જણાવ્યું છે કે “હિંદુ ધર્મનાં તંત્રશાસ્ત્રનાં રહસ્યોને દિનપ્રતિદિન હાસ થઈ રહ્યો છે, એ ઘણું જ મેદની વાત છે. હકીકત એ છે કે તંત્રશાસ્ત્રના ગ્રંશે અસંખ્ય છે અને તેમાંથી. ચૂંટ–ચૂટીને તથા પોતાના અનુભવથી સિદ્ધ કરીને અનેક ગુરુઓએ અનેક પરંપરાઓ કાઢેલી છે. તે બધીને જાણવાનું કામ અસભવિત છે. કેવલ પિતાની જ ગુરુપરંપરાની વાત યથાર્થપણે જાણનારા સાધકે પણ એ “ગોપનીય' ના વિચારમાં મગ્ન થઈ રહ્યા છે. કેટલાયે જ્ઞાતા સાધક લેક પૂર્વોક્ત. વિચારથી એટલે પ્રકાશ કરવા ચગ્ય હતા, તેટલે પ્રકાશ.