________________
નારણસિંગ
૧૪૦૬ (રાગ : માલકોશ)
કાયા જીવને કહે છે રે, સુણોને મારા પ્રાણપતિ; મેલી મુજને કયાં જાશો રે, આ વગડામાં અથડાતી? ધ્રુવ જીવ તમારા લીધે રે, ચાલું છું હું મદમાતી; તમ વિના નહિ મારે રે, આ દેહીના સંઘાતી. કાયા જ્યારે તમે જાશો રે, ત્યારે તો મારી શી રે ગતિ ?
જ્યારે જવું જ હતું રે, ત્યારે પ્રીત કરવી ન્હોતી. કાયા
ઘણાં લાડ લડાવ્યાં રે, ભેગીં બેસી જમતી હતી; હવે કેમ તરછોડી રે ? આવી કેમ ફરી મતિ ? કાયા૦ કોઈક ગુરુજન મળિયા રે, અગમ અગાધ મતિ; કરશે બ્રહ્મસ્વરૂપે રે, એવું હું જાણતી ન્હોતી. કાયા
છો દેવ નિરંજન રે, મૂળે મંગળ મૂરતિ; તારો ભેદ ન જાગ્યો રે, એવી તારી અકળ ગતિ, કાયા
મારી કરણી ન જોશો રે, હું કર જોડી કરગરતી; મેલી માયાને ચૈતન્ય રે, ચાલ્યા અમરાવતી. કાયા૦
દાસ નારણસિંગ કહે છે રે, માયા પછી રહી રોતી;
ગુરુ ગોવિંદને ભજશે રે, થાશે તેની સત્ય ગતિ. કાયા
૧૪૦૭ (રાગ : માલકોશ)
જીવ કાયાને કહે છે રે, હું પંખી છું પરદેશી; અમે ક્યાં સુધી રહિયે રે ? નથી અહીંના રહેવાસી. ધ્રુવ
તારા મોહના દમાં રે, પડી અમને ફાંસી; તારી વાસનાને લીધે રે, * લક્ષ ચોરાસી. જીવત
ભજ રે મના
બાધક સબ સબકે ભર્ય, સાધક ભયે ન કોય; તુલસી રામ કૃપાલ તેં, ભલી હોય સો હોય.
८७०
ગુરુએ સમજ પાડી રે, જોયું સર્વ તપાસી; નિરખ્યો બ્રહ્મસ્વરૂપે રે, પોતાનું રૂપ પ્રકાશી. જીવ
મારો કેડો જ મેલો રે, શાને કરો ઉદાસી ? તમને તીરથ કરાવ્યાં રે, શ્રી ગંગા ને કાશી. જીવ
થયા રૂપ અરૂપી રે, માયા ત્યારે દૂર ખસી; મળ્યાં તેજમાં તેજ રે, હરિ જેને ગયા વસી. જીવત
દાસ ‘ નારણસિંગ' કહે છે રે, અચલ થયા અવિનાશી;
ગુરુ ગોવિંદ ભજશે રે, અમરાપુરના વાસી. જીવ૦
ભક્ત શ્રી નારાયણ સ્વામીજી
(વિ.સં. ૧૮૮૫ – ૧૯૫૭)
ભક્ત શ્રી નારાયણ સ્વામીજીનો જન્મ પંજાબના રાવલપિંડી જીલ્લામાં વિ.સં. ૧૮૮૫માં લગભગ થયો હતો. સારસ્વત બ્રાહ્મણ ગોત્ર હતું. શરીરાંત ફાગણ કૃષ્ણ - ૧૧ ના દિવસે વિ.સં. ૧૯૫૭માં શ્રી ગોવર્ધનના સામે કુસુમ સરોવર પર ઉદ્ધવમંદિરમાં ૭૨ વર્ષની ઊંમરે થયો.
૧૪૦૮ (રાગ : હમીર) જાહિ લગન લગી ઘનશ્યામકી (૨).
ધ્રુવ
ધરત કહું પગ, પરત હૈ તિહૂં, ભૂલ જાય સુધિ ધામકી, જાહિત છબિ નિહાર નહિ રહત સાર કહ્યુ, ધરિ પલ નિસદિન જામકી. જાહિત જિત મુંહ ઉઠે તિતૈ હી ધાવૈ, સુરતિ ન છાયા ધામકી. જાહિત અસ્તુતિ નિંદા કરી ભલૈ હી, મેંડ તજી કુલ ગામકી, જાહિત *નારાયન' બૌરી ભઈ ડોલૈ, રહી ન કાહૂ કામકી. જાહિત
છબી બની હે આજકી, ભલે બિરાજો નાથ; તુલસી મસ્તક તબ નમે, ધનુષ બાન લ્યો હાથ. ૮૧
ભજ રે મના