SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ સંગત સંતોથી રાખશું, કરશું તત્ત્વ વિચાર; ગુરુગમ લઈનેરે ખોલશું, અનહદ ભેદ અંપાર. એવો ‘નરસિંહ’ સમ થઈ ચાલશે, જગથી ડરશું ન કાંય; ત્યારે ખચીત સહુકો પામશું, કલ્પ વૃક્ષની છાંય. એવો નરસિંહ મહેતા ૧૪૦૦ (રાગ : રામકી) હું સદા દીન , તું દયાળ દામોદરા, હે દીનાનાથ જોને વિચારી; ચરણને શરણ આવ્યો કૃપાનાથ હું, તું લે સંભાળ ગોપાળ મારી ધ્રુવ દેવના દેવ સુણ ભક્તવત્સલ હરિ, વિશ્વપાલક એવું બિરદ તારે; એમ જાણું, ગમે તેમ કર ત્રિકમા, અવર સ્વામી ન કોઈ શિર મારે, હુંo જો મારાં કરમ સામું ભાળે ભૂધરા, પતિતપાવન તારું નામ જાશે; છોડતાં છૂટતો નથી હવે શ્યામ તું, છોડે તો નિશ્ચ ઉપહાસ થાશે. હુંo આવીને દ્રૌપદી ! સામે ઊભો રહ્યો, નામ પોકારીને લ્હાય માગે; તેમ તુજ નામનો નરસૈયો ' જપ કરે, રાખ શરણે તુજ ચરણ આગે. હુંo નવલ ૧૪૦૨ (રાગ : ભૈરવ) મન વીતરાગ પદ વંદ રે; નૈન નિહારત હી હિરદા મેં, ઉપજત હૈ આનન્દ રે. ધ્રુવ પ્રભુ છો છાંડિ લગત વિષય મેં, કારિજ સબ ચંદ રે. મન જો અવિનાશી સુખ ચાહૈ તૌ, ઇનકે ગુનન સ્ય ફંદ રે. મન યે કામ રૂચિ તૈ રાખિ ઇન મેં, ત્યાગિ સક્લ દુખ-દ્ધદ રે. મનો ‘નવલ’ નવલ પુન્ય ઉપજત, ચાર્લે અઘ સબ હોય નિકંદ રે. મન નરસિંહ શમ ૧૪૦૧ (રાગ : દેશી ઢાળ) એવો રે દિવસ ક્યારે આવશે ? થઈશું જગથી ઉદાસ; સગાં ને કુટુંબ કાંઈ નહીં ગમે, ગમશે તરૂ તળ વાસ. ધ્રુવ સ્નેહ સંબંધી છૂટશે, તૂટી જાશે વ્યવહાર; ધામા ધરા ધન માનમાં, લોભાશું નહિ લગાર. એવો વિષયોથી વૃત્તિ વિરામશે, જાણી મહા દુ:ખે મૂળ; મલય લેપન નહિ રચશે, રૂચશે ધુણીની ધૂળ. એવો૦ મમતા અહંતાને વાસના, છોડીશું ચિત્ત ચાહ; અંતર અરિને સંહારશું, હરશું તન મનની દાહ. એવો સઘળાંથી સમદ્રષ્ટિ રાખશું, રાખી નિજરૂપ ભાવ; મુક્ત થાશું જીવતાં થકા, લેશું આનંદ લ્હાવ. એવો પચોથી વન ચિશે, જે ચિત્ત ચાલક એવો ૧૪૦૩ (રાગ : દેશ) હારો મન લાગો જી જિનજી સૌ. ધ્રુવ અભુત રુપ અનૂપમ મૂરતિ, નિરખિ નિરખિ અનુરાગો જી. હારો સમતા ભાવ ભર્યે હૈ મેરે, ન ભાવ સબ ત્યાગો જી. મ્હારો સ્વ-પર વિવેક ભયો નહીં કબહૈં, સો પરગટ હોય જાગો જી. મ્હારો ગ્યાન પ્રભાકર ઉદિત ભયો અંબે, મોહ મહાતમ ભાગો જી. મ્હારો * નવલ’ નવલ આનંદ ભયે પ્રભુ, ચરન-કમલ અનુરાગોજી. મ્હારો સ્વારથ સીતારામ હૈ, પરમારથ સિય રામ; તુલસી તેરો દૂસરે, દ્વાર કહા હે કામ. || સી કહો તે સુખ ઉપજે, તા કહતેં તમ નાશ; તુલસી સીતા જો કહત, રામ ન છાંડત પાસ. ભજ રે મના ભજ રે મના
SR No.009145
Book TitleBhaj Re Mana Part 02
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages363
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy