SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ સંકટ મોટું આવી પડેતો, મોઢું ન કરવું વીલું; કળે બળે ખૂબ લડવું પણ ના કરવું ફરવા ઊંચું. ડગલું જ્યાં ઊભા ત્યાં ચોંટી રહીને, વચન લેવું સબળું; આભ પડો કે પૃથ્વી ફાર્ટા, તોય ન કરીએ નબળું. ડગલું તેહ કરીને આગળ વધશું, અથવા અહીંયા મરશું; પ્રણ લીધેલું તે પાળતું, રે જતું કરવું, સંગતુંગ તજી હામ ને ઠામ મૂકવા, ખૂણા જે કો ખોળે; ધિક્ કાયર ને અપજસરૂપી, ખાળકૂંડીમાં બોળે. ડગલું નાસી જાતાં હસે શત્રુઓ સાથી ફ્ટિ કહી કાઢે; બીકણ બાયલા નામર્દો એ નામ મળે ઉપાડે. ડગલું પોતાનો પસ્તાવો થાય, જખ મારી રે ભારે; મુઆ નહિ કાં કરી પરાક્રમ, રણે ઉઠાયું જ્યારે. ડગલું૦ શૂરવીર તે જસનો લોભી, હિંમત મદિરા પીએ; ઉમંગથી તે ઘસી વધે વા, ખૂબ ટકાવી રાખે. ડગલું ભણી ગણી જન પુષ્ઠ વિચારે, પાયો નાખે મજબૂત, કો કાળે પણ જસ મોટો લે, નર્મદ કેરૂ સાબૂત. ડગલું નરભેરામ ૧૩૯૬ (રાગ : છપ્પા - આર્યા) છપ્પા - નથી નીપજતો પ્રેમ, વાડીમાં પાણી પાતાં, નથી નીપજતો પ્રેમ, તેલ ચોળ્યાથી તાતાં; નથી મળતો કાંઈ પ્રેમ, ગાંધી-દોશીને હાર્ટ, નથી મળતો કાંઈ પ્રેમ, ખોળતાં વાટે ઘાટે. આર્ય - નથી મળતો પ્રેમ તપાસતાં, ગુજરી ગામો ગામની, કહે નરભો પ્રેમ પૂરો મળે, જો કૃપા હોય શ્રીરામની. ભજ રે મના સુણ્યા શીખ્યાથી શું થશે, સમજ્યા થી ભલી રીત; તુલસી જ્યાં લગી નહીં થશે, સુખદ રામ પદ પ્રીત. ૮૫૨ છપ્પા - મળ્યો પ્રેમ વ્રજનાર મગન થઈ મનમાં ફૂલી. કહાન કહાન કહી ફરી, ભાન દેહીનું ભૂલી; પ્રેમી વિદુરની નાર, નાહતાં એમ જ ધાઈ, એ રે લક્ષણ પ્રેમનું જઈ ભેટી જદુરાઈ. આર્ય - તે ગર્ભને કાઢી નાખતી, છોતાં મુખે ધરાય છે; કહે નરભો પ્રેમનું પારખું, છબીલો છોતરા ખાય છે. છપ્પા - જ્યારે પ્રગટ્યો પ્રેમ પ્રેમને તે નર જાણે, જેને પ્રગટ્યો પ્રેમ તેહને વેદ વખાણે; જ્યારે પ્રગટ્યો પ્રેમ, તુલસીના દળથી રાજી, જ્યારે પ્રગટ્યો પ્રેમ, ખાધી ખીચડીને ભાજી . આર્ય-મનમાં જો પ્રેમ પ્રગટ થયો, એક રતિભર જેહને; કહે નરભેરામ ગુરુ થકી, નિત બલિહારી તેહને. છપ્પા - કરીને યજ્ઞ અનેક, વ્રત વિધિ બહુ પાળે, વળી આપે ગૌદાન, હાડ હિમાળે ગાળે; ગીત વેદનાં ગાય, તીર્થ પણ બહુ ફરી આવે, દહિ, દૂધ, ઘૃત, ખાંડ, વિપ્ર પોષે મન ભાવે. આર્યા - સેવાં સુકૃત કીધાં ઘણા, શું આપું જીભે ગણી ? કહે નરભેરામ એ સર્વથી, જ્ઞાન-દાન શિરોમણિ. છપ્પા - ખારા જળનો જીવ, મીઠા જળમાંહી મરે છે, મિસરી મીઠી ઘણી, ગદ્ધાના પ્રાણ હરે છે; સિંહણ કેરૂ દૂધ, કનકને પાત્રે જામે, બીજી ધાતુ બહુ, માંહી વિરામ ન પામે. આર્યા - છે એમ હરિરસ આકરો, પ્રેમીને દિલ જઈ ઠરે; કહે નરભેરામ ગુરુ થકી, દુરિજનને વિસ્મય કરે. છપ્પા - નથી મૃત્તિકામાં પ્રભુ નથી પિત્તળમાં પેઠો, કનકની મૂર્તિ કરે, નથી ઈશ્વર મહીં બેઠો; નથી ધોરોમાં પીર, નથી શ્રાવકને દેરે, અસલ જુએ નહિ કોઈ સહુ નકલોને હેરે. આર્યા - છે રામનામ અક્ષર અસલ, બીજું નકલ કહેવાય છે; કહે નરભેરામ ગુરૂ થકી પ્રેમ પ્રગટ જ થાય છે. કોટી સાધન સાધતાં, અંતર મેલ ન જાય; તુલસી જ્યાં લગી ગુણ સહિત, કરમ નષ્ટ નવ થાય. ૮૫૩ ભજ રે મના
SR No.009145
Book TitleBhaj Re Mana Part 02
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages363
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy