SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮૯ (રાગ : ચલતી) સગુરુ મિલિયા ભેદી, સંતો સગુરુ મિલિયા ભેદી; કરમ ભરમકે બંધન ભારી, સોહી દિયે સબ છેદી. ધ્રુવ દેઈ નિજ જ્ઞાન કિયા પરકાશા, મોહ તિમિર સબ ભાગે; જીવ લોહા કૈસે કરિ ઠહરેં, ગુરુ પારસકે આગે. સંતો સદ્ગુરુ શુદ્ધ સાધન બતાયો, આતમ તત્ત્વ વિચારા; પંચભૂત યહ નામ રૂપ જગ , આતમ સબર્સે ન્યારા. સંતો નીર ક્ષીર જ્યોં મિલતે પરસ્પર, ચિત્ત વિષય એક રૂપા; હંસ કલા કરી ન્યારે કિન્હ, રૂપહીં ભયા અનુપા. સંતો એક હીં બ્રહ્મ ભયા દશોંદિશ, બૈતિયા સહજ હી નાસી; ‘દેવા’ પિંડ બ્રહ્માંડમેં પરિબ્રહ્મ સલહીં ઘટકે બિલાસી, સંતો ધનો ભગત ધના ભગતનો જન્મ વિ.સં. ૧૪૭૨ માં રાજસ્થાનના ટેક પ્રદેશમાં ધુઅના ગામમાં કૃષક ભટ જાતિમાં થયો માનવામાં આવે છે. ૧૩૯૧ (રાગ : ચલતી) રામબાણ વાગ્યાં હોય તે જાણે, પ્રભુનાં બાણ વાગ્યાં હોય તે જાણે; ઓલ્યા મૂરખ મનમાં શું આણે ? ધ્રુવ ધ્રુવને લાગ્યાં, પ્રહલાદને લાગ્યાં, તે ઠરીને બેઠા રે ઠેકાણે; ગર્ભવાસમાં શુકદેવજીને લાગ્યાં , એ તો વેદ-વચન પ્રમાણે. રામ મોરધ્વજ રાજાનું મન હરિ લેવા, હરિ આવ્યા જે ટાણે; લઈ કરવત મસ્તક પર મેલ્યું, પત્ની-પુત્ર બેઉ તાણે. રામ મીરાંબાઈ ઉપર ક્રોધ કરીને, રાણોજી ખેગ જ તાણે; વિષના પ્યાલા ગિરધરલાલે આરોગ્યા, એ તો અમૃતને ઠેકાણે. રામ નરસિંહ મહેતાની હૂંડી સ્વીકારી, ખેપ ભરી ખરે ટાણે; આગળ સંત અનેક ઓધાર્યા, એવું ‘ધનો ભગત' ઉર આણે. રામ. ૧૩૯૦ (રાગ : ચંદ્રકોંસ) લગી મોરી પિયાસો લગનાં, ભયો મને પ્રેમસો મગનાં; જગત કયા કીજિયે રળર્ક, રહે પ્રિય આપમેં મિલકે. ધ્રુવ પિયાજી મેરે નેનનતે નેરે, મંગલ ભયો આજ ગ્રહ મેરે; ઉદધિ ઉર પ્રગટે સુખકો, દૂર ભયો તાપ સબ દુઃખકો. લગી પાવે કોઈ પાર નહીં તિનકો, દુર્લભ હૈ દરશ ભવમેં જીનકો; સોઈ પ્રભુ જીયેકે જીય હૈ, અંગ સંગ માનતેં પ્રિય હૈ. લગી મેરા છ મન પિયેસે માન્યા, ભયે સબ કાલકા ભાન્યા; કહે જો ‘દેવા’ મેરી યહી મતિ હૈ, પ્રભુ કે ચરનમેં રતિ હૈ. લગી ૧૩૯૨ (રાગ : સૂરમલ્હાર) હે કોઈ અલખ આરાધો, હે બોલે બાવનની બહાર; નિગમ નેતિ કહે છે, વાણીની પાર રે. ધ્રુવ અજના ટોળા માંહે જ્યમ સિંહ રે બંધાય; રાજકુંવર તો રાંકામાં રોળાય રે. હે કોઈo પંચ રે ધાતુ હે જયમ પારસ પરસાય; લોઢું મટીને એનું કંચન થાય રે. હે કોઈo. સરિતા ને સિંધુ હે જેમ સાગરમાં જાય; લવણની પૂતળી ઉદકમાં ગળી જાય રે. હે કોઈo. શોભિતા જલ કમલથી, સરવર ભલે અનેક; તુલસી મૂકે ન માનસર, હંસ તજી નીજ ટેક. || સમર રામ ભજ રામ પદ, નિરખ રામ સુણ રામ; તુલસી ચિતવન રામસે, નિશિદિન તુજ એ કામ. ૮૪૦ ભજ રે મના ભજ રે મના
SR No.009145
Book TitleBhaj Re Mana Part 02
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages363
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy