SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ આળસ ને અજ્ઞાન અતિશે, કામ બગાડ્યું તારું; ‘દેવાનંદ' કહે દેખ વિચારી, માન કહ્યું તું મારું રે. હૈયા નીચું કાંધ કરીને નમતો નથી રે, એવું સાધુ સંગાથે અભિમાન, તેમાં મરમાળી મોહનજીની મૂરતિ રે, તેની સાથે ન લાગેલ તાન. તેમાં પાપ અનેક જનમનાં આવી મળ્યાં રે, તારી મતિ મલીન થઈ મંદ. તેમાં ‘દેવાનંદ’ના વહાલાને વિસરી ગયો રે, તારે ગળે પડ્યો જમદ્દ. તેમાંo ૧૩૮૧ (રાગ : ગરબી) તારા માથે નગારાં વાગે મોતનાં રે, નથી એક ઘડીનો નિરધાર, તોય જાણ્યા નહિ જગદીશને રે. ધ્રુવ મોટા મેલીને રાજ મરી ગયા રે, જોને જાતાં ન લાગી. વાર. તોય તારું જોબન ગયું જખ મારતું રે, માથે કાળા મટી ગયા કેશ. તોય અંતકાળે લેવાને જમ આવિયા રે, તેનો ભાળી ભયંકર વેશ. તોયo રોમે કોટિ વીંછીતણી વેદના રે, દુ:ખ પામ્યો તું દૈવના ચોર, તોય સગાં સ્વાર્થી મળ્યાં સહુ લૂંટવા રે, તેમાં જરીયે ન ચાલે જોર. તોય જીભ ટૂંકી પડી ને તૂટી નાડીઓ રે, થયું દેહ તજ્યાનું તત્કાળ. તોયo ‘દેવાનંદ' કહે ન જાણ્યા નાથને રે, મળ્યો માણસનો દેહ વિશાળ. તોય દેવો સાહેબ (કચ્છ રમલાવાલી જગ્યા) ૧૩૮૩ (રાગ : ઝૂલણા) આજ આનંદ મહા મંગલ મેરે, સંત સમાગમ પાઈરી; પૂરવ કે મહા ભાગ કરીકે, હરિ કૃપા બની આખરી. ધ્રુવ હરિજન તાદ્રષ્ય રૂપ હરિકો, અંતર બીચ ન કોયેરી; વિચિ વારિ જ્ય હરિ જન હૈ, દેખને કે તન દોર્યરી. આજ મહા જ્ઞાની જે જીવનમુક્તા, પ્રગટ પરિબ્રહ્મ રૂપ; તાકે સંગ અભય પદ પાયો, અબ ન પર ભવકૂપરી. આજ સંતનીક મહાતમ કયા બરનોં? મહિમા અપરમ અપારરી; ધન ધન ‘દેવા’ સંગ હરિજનકો, કમ્બહુ ન હોવે હારરી. આજ ૧૩૮૨ (રાગ : રામગ્રી). હૈયાના ફૂટ્યા, હરિ સંગ હેત ન કીધું; લક્ષ ચોરાશી કેરૂં લગડું, માથે હોરી લીધું રે. ધ્રુવ પેટને અરથે પાપ કરતા, પાછું વાળી નવ જોયું; ચાર દિવસના જીવતર સારૂં, મન માયામાં મોહ્યું રે. હૈયા જન્મ મરણ દુ:ખ ગર્ભવાસના, તે નવ શકીઓ ટાળી; માતપિતા સુત જુવતી સંગે, વિસર્યા તે વનમાળી રે. હૈયા હાં રામ તહાં કામ નહીં, કામ તહાં નહીં રામ; તુલસી હોએ નહિં કદી, રવિ રજની એક ઠામ. ભજ રે મના ૧૩૮૪ (રાગ : સોહની) આતમ અનુભવ હોઈ જાક, આતમ અનુભવ હોઈ; પ્રગટ પહિચાને સ્વરૂપેહીં અપનો, આને ન સમજે કોઈ. ધ્રુવ જ્યાં ખેચર હૈ નભકે માંહી, સો નભકી ગતિ જાને; દેહ દરશી જે જંતહીં ભૂચર, સો કેસે કરી માને , જાકo અછતો અંત આપ ભયો હૈ, નિજપદ તાહી ન સૂઝે; પરાપાર ચિદાનંદ ચૈતન્ય, જ્ઞાન વિના ક્યોં બૂઝે ? જાકo સત માનત સોહી નામ રૂપક, કછુએ મરમ ન પાય; એ તો સબહીં આવે જાવે, જ્યાં બાદલકી છાયા. જાકo સાધન હીં જે મન અરૂબુદ્ધિ કે, નિગમ રહે બલહારી; જન ‘દેવા’ સોહી ગુરુમુખ સમજે, રૂદય જ્ઞાન વિચારી. જાકo એ ચતુરાઈ ચૂલે પડો, જમડા ખાઓ જ્ઞાન; | તુલસી પ્રેમ ન હામ પદ, સકલ સમૂલી હાણ. ૮૪૫ ભજ રે મના
SR No.009145
Book TitleBhaj Re Mana Part 02
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages363
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy