SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ચરણથી કદી ચાલી ના ગયો, પ્રભુ સુપંથમાં દૂર તો રહ્યો; ચરણ પાપના પંથે તો ધર્યો, દિલ વિષે નહીં તે થકી ડર્યો. સફળo છળપ્રપંચને ધૂર્ત કામમાં, નવ મૂકી કદી, ઓછપ હામમાં; અધમ જાતનો પ્રાણી હું ખરો, પ્રભુ તુંથી રહ્યો સર્વદા પરો. સળ0 કર ગમે તને જે હરિ હવે, અહીં બળુ છું હું શોકને દવે; દુ:ખથી છૂટકો નાથજી કરો, અરજ ‘દાસની’ દિલમાં ધરો. સકળ૦ દાસ ૧૩૬૩ - પ્રાર્થના (રાગ : ભૂજગપ્રયાત છંદ) અહો દેવના દેવ હૈ વિશ્વસ્વામી ! કરું હું સ્તુતિ આપની શીશ નામી; દયાળુ પ્રભુ આપદાથી ઉગારો, દીનાનાથ, તું એક આધાર મારો. (૧) પ્રભુ આપ છો સર્વને પાળનારા, તમે છો સદા સંકટો ટાળનારા; કીધા છે કરોડો તમે ઉપકારો, દીનાનાથ, તું એક આધાર મારો. (૨) હું છું રાંક્લો રાંક અજ્ઞાન પ્રાણી, ન મારી કશી વાત તુંથી અજાણી; કરો હે દયાળુ ! ક્ષમા વાંક મારો, દીનાનાથ, તું એક આધાર મારો. (3) અમે બાળકો બોલીએ બે હાથ જોડી, અમારી મતિ હે પ્રભુ ! છેક થોડી; દયા લાવીને પ્રાર્થના દિલ ધારો, દીનાનાથ, તું એક આધાર મારો. (૪) નથી મેં કરી આપની કાંઈ ભક્તિ, નથી આપના ગુણ ગાવાની શક્તિ; દયી લાવીને દાસ દુ:ખ નિવારો, દીનાનાથ, તું એક આધાર મારો. (૫) ૧૩૬૪ (રાગ : લલિત છંદ) સકળ વિશ્વના નાથ શ્રી હરિ, મલિન વાસના ટાળ માહરી; અધિક બુદ્ધિ તું શુદ્ધ આપજે, પ્રભુકૃપા કરી કષ્ટ કાપજે. ધ્રુવ નવ કદી કરી ભક્તિભાવથી, નવ કથા સુણી નિજ કાનથી; ભજન ના કર્યું તેમ તાહરૂ, હરિ ભલું થશે કેમ માહરૂં ? સકળ૦ બહુ બહુ કૂડાં કર્મ મેં કીંધા, ધન ધૂતી કરી પારકાં લીધાં; ગરીબ રંકને દુ:ખ આપિયાં, તરૂ સુધર્મનાં તેહ કારિયાં. સકળ૦ અધિક લોભની લાલચે ફ્લી, ફ્લિરના ધરી ચિત્તમાં કશી; કથન કંઈ કૂડાં, મેં મુખે કર્યા, વચન નીતિનાં સર્વ વીસર્યા. સળ૦ કર વડે કદી ધર્મ નાં કર્યા, પણ અધર્મના કોથળા ભર્યા, જગતનાથ તું ના ડર્યો જરી, લૂણહરામી મેં તુજશું કરી. સકળ૦ રંગીનદાસ ૧૩૬૫ (રાગ : ધોળ) મુક્તિ કદી નહિ થાય, જ્ઞાન વિના મુક્તિ કદી નહિ થાય; કોટિ જન્મ વહી જાય, જ્ઞાન વિના મુક્તિ કદી નહિ થાય. ધ્રુવ મુક્તિ નથી કોઈ દેશ કે દોલત, ધન ખરચે ન પમાય; કર્મતણું ફળ જન્મ-મરણ છે, કર્મ છૂટેથી છુટાય. જ્ઞાન જપ, તપ, યજ્ઞ, સમાધિ, તીરથ, સૌ કર્મથી કર્મ બંધાય; કર્મ-ઉપાસક સર્ગ પમાડે, પુણ્ય ખવાયે પડાય, જ્ઞાન પાતક-નાશક તીર્થ વ્રતાદિક, નાશ પુણ્યનો થાય; પુણ્ય ભોગવતાં પાતક થાશે, રેંટ ઠલવાય-ભરાય. જ્ઞાન પુણ્ય-પાપથી રહિત થયા વિણ, જન્મ-મરણ નવ જાય; કર્મ-અકર્મ-વિકમ વિચારે, ગુણ કમ સમજાય, જ્ઞાન કોણ હું ? કર્મ કરતો કોણથી ? સમજ પડેથી છુટાય; આપે અક્ત, માને હું કત, અજ્ઞાને અકળાય. જ્ઞાન સદ્ગુરુચરણે શીશ નમાવે, તો સૌ અજ્ઞાન કપાય; નિજ સ્વપ્નનાં બંધન સઘળાં, જાગ્યા વિણ નવ જાય. જ્ઞાન તત્ત્વ-વિચારે ભવ-ભય છૂટે, ‘રંગીન’ અનુભવ ગાય; થાય ન મુક્તિ જ્ઞાન વિના કદી , કોટિક જન્મ અથડાય. જ્ઞાન તુલસી તલબ ન છોડીયે, નિશ્ચલ લીજૈ નામ; | મનુષ્ય મજૂરી દેત હય, ક્યોહિં રખેગો રામ. || (૮૩૫) ભજ રે મના તુલસી જહાં વિવેક નહીં, તહાં ન કીજે વાસ; | સેત મેત સબ એક મેં, કરીર કપૂર કપાસ. | ભજ રે મના ૮૩૪)
SR No.009145
Book TitleBhaj Re Mana Part 02
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages363
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy