________________
૧૩૫૩ (રાગ : ધોળ) ભાઈઓ ! જેની ભારજા ભૂંડી રે, તેને પીડા અંતર ઊંડી. ધ્રુવ લાજ તજીને લડાઈ કરે નિત્ય, ભાળવા લોક ભરાય; સારા માણસના ઘરનું વગોણું, જોણું જગતને થાય. ભાઈઓo જેમ બિલાડી ઉંદરને જવે, એમ નાથ સામાં કરી નેણ; પગ થકી પ્રગટે માથા લગી, એવાં વાંકા કાઢે વેણ. ભાઈઓ ચાર ઘડી પિયુ ચૌટે ટળે, ત્યારે સુખ બન્નેને થાય; ઘડી એક આવી ઘેર બેસે ત્યારે, શેર લોહી સુકાય. ભાઈઓ પહોર ચડે દિન પોઢીને ઊઠે, ચોંપે લડાઈની ચાલ; જો લડનાર કોઈ ન જડે તો, પસ્તાળે પોતાનાં બાળ. ભાઈઓ સ્નેહે કરી કદી સ્વામી સંગાથે, બેસી ન બોલે વાત; ધુમાડાની પેઠે ધૂંધવાતી રહે, રોષભરી દિનરાત. ભાઈઓo પિયુ થકી તો ઘણી જ પોતામાં, સમજણ જાણે સદાય; દૈવ થાકે તો મનુષ્યના મુખની, શિખામણે શું થાય? ભાઈઓ પંડિત, શાસ્ત્ર ભણેલ પુરાણી, મોટી સભામાં મનાય; માન તજી મૂરખીના મોઢાના, તેજ ટુંકારા ખાય. ભાઈઓo જેને વીતી હોય તે નર જાણે, આપણે બીજા અહંકાર; ‘દલપત’ કહે, કોઈ ગરવ ન કરશો, ડહાપણનો લગાર. ભાઈઓo
રમું શેર-ભાગોળમાં મિત્ર સાથે, બને અંગ મેલું, ઊડે ધૂળ ત્યાં જે; દઈ કાળજી સ્વચ્છ જે રાખનારી, મને કેમ ભુલાય એ માત મારી ! (3) બધો દિન મારો વીતે ખેલવામાં, જતાં ઘેર મોડુ થતું એટલામાં; અધીરી બની ઉરમાં ચિંતનારી, મને કેમ ભુલાય એ માત મારી ! (૪) ધસીને મને ઘેર તેડી જવાને, મીઠા હાસ્યથી આવતી મારી સામે; દઈ લાડકું નામ બોલાવનારી , મને કેમ ભુલાય એ માટે મારી ! (૫) સુણી સાદ જેનો જતો તુર્ત દોડી, પ્રીતે ચૂમતી મુખ જે કેડ તેડી; લૂછી અંગ-મોં, વાળ લેતી સમારી, મને કેમ ભુલાય એ માત મારી! (૬) કરી વાળ રાતે, પિતા – માત સાથે, સૂતો સેજમાં ખેલના ખૂબ થાકે; સદા વ્હાલ પિયુષ વરસાવનારી, મને કેમ ભુલાય એ માત મારી ! (૭)
૧૩૫૫ – માનો ગુણ (રાગ : ભુજંગી છંદ) હતો હું સૂતો પારણે પુત્ર નાનો, રડું છેક તો રાખતું કોણ છાનો ? મને દુ:ખી દેખી દુ:ખી કોણ થાતું ? મહા હેતવાળી દયાળી જ મા તું. (૧) સૂકામાં સુવાડે ભીને પોઢી પોતે, પીડા પામું પંડે તજે સ્વાદ તો તે; મને સુખ માટે ટ્રુ કોણ ખાતું ? મહા હેતવાળી દયાળી જ મા તું. (૨) પડું કે ખડું તો ખમા આણી વાણી, પડે પાંપણે પ્રેમનાં પૂર પાણી; પછી કોણ પોતાતણું દૂધ પાતું ? મહા હેતવાળી દયાળી જ મા તું. (૩) મને કોણ કે'તું પ્રભુભક્તિ જુક્તિ, ટળે તાપ-પાપ મળે જેથી મુક્તિ; ચિત્તે રાખી ચિંતા રૂડું કોણ ચાતું, મહા હેતવાળી દયાળી જ મા તું. (૪) તથા આજ તારૂં હજુ હેત તેવું, જળે માછલીનું જડ્યું હેત તેવું; ગણિતે ગણ્યાથી નથી તે ગણાતું, મહા હેતવાળી દયાળી જ મા તું. (૫) અરે ! એ બધું શું ભલું જૈશ ભૂલી, લીધી ચાકરી આકરી જે અમૂલી; સદા દાસ થે વાળી આપીશ સાટું, મહા હેતવાળી દયાળી જ મા તું. (૬) શીખે સાંભળે એટલાં છંદ આઠે, પછી પ્રીતથી જો કરે નિત્ય પાઠે; રીઝી દેવ રાખે સુખી સર્વ ઠામે, રચ્યા છે રૂડા છંદ દલપતરામે. (૭)
તુલસી રેખા કર્મકી, મેટ સત નહીં રામ; | મેટે તો કછુ દેર નહીં, સમઝ કિયો હે કામ. ૯૨૦
ભજ રે મના
૧૩૫૪ (રાગ : ભુજંગી છંદ) દલપતરામ હતો જ્યાહરે બાળ અજ્ઞાન નાનો, રવંતો જદા, રાખતી માત છાનો; દઈ ખેલણાં રીઝવે હતકારી, મને કેમ ભુલાય એ માત મારી ! (૧) લડું હું કદી બાળમિત્રો થકી જ્યાં, ધરી હાથ સોટી પધારે પિતા ત્યાં; વદી વેણ વ્હાલાં ધીમા પાડનારી, મને કેમ ભુલાય એ માત મારી ! (૨)
તુલસી તબ મેં જાનિયો, હરિ હય ગરીબનિવાજ; મુકાફલ મોંઘે કિયે, સોંધે કિયે અનાજ.
ભજ રે મના