________________
૧૨૦૧ (રાગ : કાફી) મેરે ગુરુને બતાઈ હૈ રીત, પ્રીત કૈસે તોડીએ ? ધ્રુવ એ રીત બતાઈ રામનામકી, તોડી ભરમકી ભીત; સંત સાખસે આઈ દઢતા, તબ અટક્યો મેરો ચિત્ત. ગુરૂને૦ ભિન્નભિન્નક મીટ ગઈ ભમણી, દરશ્યો પદ અદ્વૈત; ઊંચ-નીચમાં ભરપૂર ભાસે, પોતે નિરંતર નિત્ય. ગુરૂને નામ-રૂપ-ગુણ નહિ નામકું, નામ ગુણ અગણિત; સબ સાહેબમેં, સાહેબ સબમેં પોતે સરવાતીત. ગુરૂનેo દોનોં મિલકે જગ ભરમાયા, કાજી ઓર પંડિત ! બ્રહ્મવેત્તા ગુરુ અલગ લખાવે, ઉનકી લાવો પ્રતીત. ગુરૂને ગુરુ ગોવિંદ વિદેહીં વ્યાપક, સબસે રહ્યા અજિત! * ગણપત' દાસ નિરંતર ઇચ્છ, દીદાર દેહ સહિત. ગુરૂનેo
૧૨૦૩ (રાગ : દેશી) હૃદિયે હિંમત ધરો-મારા હરિજન, હૃદયે હિંમત ધરિયે હે જી. ધ્રુવ જોયું તે તો જરૂર જવાનું, વિઠ્ઠલ વરને વરિયે હે જી; શિર માટે સંગુરુ મળે તો, પાછી પૂંઠ નવ કરિયે. મારા
સ્મરણ કરીએ સોહંરામનું, વેદવચન ઊચરિયે હે જી ; ભક્તિભાવથી ભવદુ:ખ ભાગે, ભવસાગરને તરિયે. મારા કામ ક્રોધ ને મમતા માયા, એને નવ અનુસરિયે હે જી; જાપ અજપા જુગતીએ જપીએ , ધ્યાન ધણીનું ધરિયે. મારા અમૃત રસ અખંડ સ્વામીનો, ભેદ જાણીને ભરિયે હે જી ; સદા બ્રહ્મ ! ભરપૂર ભય છે, અનુભવને આદરિયે. મારા મનુષ્યજન્મ મળ્યો છે. મોંઘો , ફંદ માંહી નવ રિયે હે જી : નાભિકમળથી ચાલી રે સુરતા, શ્વાસોશ્વાસ સમરિયે. મારા સાચો સંતસમાગમ કરિયે, વાણી વિમળ ઉચરિયે હે જી; કહે ‘ગણપત’ સદ્ગુરુને સેવો, પંથ બીજા પરહરિયે. મારા
૧૨૦૨ (રાગ : મારૂ) રામનામ મુખ બોલ, ઓ મનવા તું રામનામ મુખ બોલ . ધ્રુવ લવતાં બીજો અપરાધ લાગે, તારો નહિ રહે તોલ , ઓ મનવા જઠરામાં જેણે તુજને જાળવ્યો, કરી આવ્યો ગર્ભમાં કોલ. ઓ મનવા ભાવ કરીને રામ ભજી લે, જીભે જવ ના છોલ્ય. ઓ મનવા અંત સમયે સાથે નવ આવે, માયા કાયા મહોલ. ઓ મનવા ‘ગણપત’ કહે હરિગુણ નવ ગાયા, કર્મે થઈ રે કથોલ. ઓ મનવા
૧૨૦૪ (રાગ : કટારી) સંત કોઈ સાચા રે, રીત જેની હોય રૂડી. વિમળ જેની વાણી રે, કરણી નહીં કોઈ કૂડી. ધ્રુવ શત્રુ-મિત્રને સરખા જાણે, રાખ-કુંદન એક રીત, પરનારીનો પરસ કરે નહિ, જગમાં તેની જીત; પરમ પદ એ પામે રે, ભાવે નહીં વાત ભૂંડી. સંતo વિવેક વૈરાગ્ય પર્ સંપત્તિ, મુમુક્ષુના કહેવાય, ચાર સાધન જેના ચિત્તમાં ચોટે, એ જન જ્ઞાની ગણાય; સદાનંદ શોભે રે, ગર્વ જેણે નાખ્યો ગૂડી, સંતo
કોયલ નવ દે કોઈને, હરે ન કોનું કાગ; મીઠા વચનથી સર્વનો લે કોયલ અનુરાગ.
ચાતક ચકવા ચતુર નર, પ્રતિદિન ફરે ઉદાસ; ખર ઘુવડ ને મૂરખ જન, સુખે સુએ નિજ વાસ.
ભજ રે મના
'
જ
ભજ રે મના