SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ પિતા કહે પુત્રી પરણાવું, પામે નહિ કોઈ પાર રે; અણજાયા વર તો નહિ મળે, તારે ને મારે ઘરબાર, કૌતકo નહીં નર ને નહી નારી, નહીં વૃદ્ધ નહીં બાળ રે; એ દેશમાં એક દેવ નિરંજન, ‘ગણપત’ લે સંભાળ, કૌતક0 ૧૧૯૬ (રાગ : લાવણી) કોઈ હોયે હરિના રે જન, ધરમ પાળો ધરણીમાં; સેવે સદગુરુદેવ સદાય, કસર નહિ કરણીમાં. ધ્રુવ મધ માટીને ચોરી ચાડી, સુરનિંદા પરનાર; પહેલાં છને પરહરો રે, દેવ ઉઘાડી દે દ્વાર. કોઈo શમદમ ઉપર તિતિક્ષા, શ્રદ્ધાને સમાધાન; એવા ગુણ આવે ઉર વિષે રે, તો મોહન આપે માન, કોઈo નિત્ય નૈમિત્તિક દિન પ્રાક્રતી , આત્યંતિક કહેવાય; પાંચ પલેને વિચારીને રે, તમે રટજ શ્રી રઘુરાય. કોઈ કુળશીલ ધન, રૂપ ને જોબન , વિધા તપ ને રાજ; એ મદ મટે માંહેથી રે, તો કરતા કરશે કાજ. કોઈo વિવેક વૈરાગ્ય ખટુ સંપત્તિ રે, મુમુક્ષતા કહેવાય; જીવનમુક્તિ જાણિયે રે, જેની તૃષ્ણા તૂટી જાય. કોઈo નિત્ય નૈમિત્તિક કામ્ય, પ્રાયશ્ચિત, નિષિદ્ધ જે કહેવાય; કર્મ સમરપે બ્રહ્મને રે, તો જીવ મટી શિવ થાય. કોઈo જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ ત્યાગી, સોહંમાં હી સમાય; * ગણપત’ ગોવિંદરૂપ થયો રે, તેને પરમાનંદ સુખ થાય. કોઈo ૧૧૯૮ (રાગ : કાફી) ચેતે તો ચેતાવું તુને રે, મૂરખ મન ! ચેતે તો ચેતાવું તુને રે. - ધ્રુવ સજી અલખત સારી, મિથ્યા કહે છે “ મારી, મારી’; નથી કાંઈ તારી ન્યારી રે, મૂરખ મન ! ચેતે તો છે આ સુપનાની બાજી, છત કોઈની નવ છાજી; પ્રભુ ભજી લેને પાજી રે, મૂરખ મન ! ચેતે તો જોતાં જોતાં સહુ જાશે, થનાર વસ્તુ તો થાશે; કશું ન કરી શકાશે રે, મૂરખ મન ! ચેતે તો ખંખેરીને હાથ ખાલી, આવ્યા એમ જશો ચાલી; કરી માથાકૂટ ઠાલી રે, મૂરખ મન ! ચેતે તો માખીઓએ મધ કીધું, ન ખાધું, ન દાન દીધું; લૂટનારે લૂંટી લીધું રે, મૂરખ મન ! ચેતે તો તન પડી જાશે તારૂં, મિથ્યા કહે છે મારું, મારૂં'; બળતામાંથી ખોળ બારૂં રે, મૂરખ મન ! ચેતે તો મરણ ભમે છે માથે, હાથે કર્યું આવે સાથે; નિમૅલું છે જગનાથે રે, મૂરખ મન ! ચેતે તો જ્ઞાનથી તો સુખ થાયે, જન્મનારાનું દુ:ખ જાયે; ‘ગણપત' ગુણ ગાયે રે, મૂરખ મન ! ચેતે તો ૧૧૭ (રાગ : ચલતી) કતકની કહું છું વાત; કવિજન ધરો, એક બેટિયે જનમ્યો બાપ તે સંદેહ ખરો. ધ્રુવ એક અચંબો એવો દેખ્યો, મડું કાળને ખાય રે; બિંદુમાંહી સિંધુ સમાયો, તમ સૂરજ લઈ જાય. કૌત પેલા પુરુષથી પુત્રી પ્રગટી, વેગે બોલી વાત રે; અણજાયા વરને મારે વરવું, નહિ માત ને તાત, કૌતક્ટ અક્કલ ઉધારે ના મળે, હેત ન હાટ વેચાય; રૂપ ઉછીનું ના મળે, પ્રીત પરાણે ન થાય | ( હ૪૦) આપ બળે એકલ ખૂણે, ધૂપ બધે પરંત; એવા જગમાં જનમિયાં, અગરબત્તી ને સંત || ૯૪૧ ભજ રે મના ભજ રે મના
SR No.009145
Book TitleBhaj Re Mana Part 02
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages363
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy