________________
કૃપાલ્વાનંદજી
૧૧૮૨ (રાગ : પ્રભાતી) સાધક જન તો તેને કહીએ જે પ્રીત પ્રભુમાં પરોવે રે, સદગુરુદેવનું શરણું શોધીને ભવનું બંધન તોડે રે. ધ્રુવ વચન વિચારે શાસ્ત્ર-ગુરુનાં શબ્દોનો સાર નિતારે રે; સમજે નહિ ત્યાં પૂછે ગુરુને, પૂછીને પંડમાં પાળે રે. સાધ% ભોગમાં ભમતા મનને રોકી યોગના રંગ રમાડે રે; ઈન્દ્રિયોને અવકાશમાં રાખી પૂર્ણ પવિત્ર બનાવે રે. સાધw જગમાં હરિને, જગ હરિમાં જોતાં જીવન વિતાવે રે; પ્રેમનું અમૃત અખંડ પીતાં, ‘કૃપાલુ' પાર ઉતારે રે. સાધ0
કૃષ્ણરાજ મહારાજ
૧૧૮૩ (રાગ : કાલિંગડા) અનુભવીને એકલું, આનંદમાં રહેવું રે; ભજવા પરિબ્રહ્મ બીજું કાંઈ ન કહેવું રે. ધ્રુવ એક જ જાણી આત્મા, કોઈને દુ:ખ ન દેવું રે; સુખદુઃખ આવે સહેજમાં, તે તો સહીને રહેવું રે. અનુભવી ઊર્મિ ને બીજી ઈષણાથી, અળગું રહેવું રે; સમદૃષ્ટિ સમતાને ગ્રહી, આપ ખોવું રે. અનુભવી આદિ, અંત, મધ્ય, એકાદ્વૈત ભાસ્યું રે; આતમના ઉદય થકી, અજ્ઞાન નાટ્યું રે. અનુભવી વેદ જોયા, પુરાણ જોયાં, સર્વે તપાસી; રામના નામથી કોઈ ન મોટું, સંત ઉપાસી. અનુભવી સદ્ગુરુને સેવતાં, મારું મનડું મોહ્યું રે; ‘કૃષ્ણજી' કહે મહાપદમાં, એક ચિત્ત ખોયું રે. અનુભવી
વહેમીની વાટે જતાં, સારા શકુન ન કોય;
| પેસે ચિંતા પેટમાં, કાજ સરે નહિ હોય. || ભજ રે મના
કૃષ્ણલાલ શ્રીધરાણી કૃષ્ણલાલ શ્રીધરાણીનો જન્મ તા. ૧૬-૯-૧૯૧૧ અને અવસાન તા. ૯-૧૧૯૬૦ના રોજ થયું હતું.
૧૧૮૪ (રાગ : ધોળ) ઘંટના નાદે કાન ફ્ટ મારા, ધૂપથી શ્વાસ રૂંધાય, જ્યમાળા દૂર રાખે પૂજારી, અંગ મારૂં અભડાય; ન નૈવેદ્ય તારું આ ! પૂજારી પાછો જા ! ધ્રુવ મંદિરના આ ભવ્ય મહાલો, બંધન થાય મને, ઓ રે પુજારી ! તોડ દીવાલો, પાષાણ કેમ ગમે ? ન પ્રેમનું ચિન્હ આ ! પૂજારી પાછો જા ! ન નૈવેધo એરણ સાથે અફાળે હથોડા, ઘંટ તણો ઘડનાર, દિન કે રાત ન નીંદર લેતો, નૈવેધ તું ધરનાર ? ખરી તો એની પૂજા ! પૂજારી પાછો જા ! ન નૈવેધક દ્વાર આ સાંકડા કોણે પ્રવેશે ? બહાર ખડી જનતા, સ્વાર્થ તણું આ મંદિર બાંધ્યું, પ્રેમ નહિં પથરાં; ઓ તું છે ને જરા ! પૂજારી પાછો જા ! ન નૈવેધo માળી કહે ફૂલ મહેકતી વાડી, ફૂલને તું અડ કાં ? ફૂલ ધરે તું સહવી અને ટાઢ અને તડકા; એ તે પાપ કે પૂજા ? પૂજારી પાછો જા ! ન નૈવેધo ઓ રે પૂજારી ! આ મંદિર કાજે, મજૂર વહે પથરા, લોહીનું પાણી તો થાય એનું ને નામ ખાટે નવરા; અરે તું ના શરમા ? પૂજારી પાછો જા ! ન નૈવેધo ખેડૂતને અંગ માટી ભરાતી, અર્થે ભર્યો નખમાં, ધૂપ ધર્યો પરસેવો ઉતારી ઘંટ બજે ઘણમાં; પૂજારી સાચો આ ! પૂજારી પાછો જા ! ન નૈવેદ્ય
વહેમે થાયે વિસ્મૃતિ, શુદ્ધ રહે નહિ જ્ઞાન; નર વિચારથી ના જુએ, તે નિશ્ચય નાદાન.
633)
hપર
ભજ રે મના