________________
૨૨૨૧ (રાગ : બિહાગ) મૌન બિના સુખ નાહીં, જગતમેં મૌન બિના સુખ નહીં;
કરકે દેખો મેરે ભાઈ. ધ્રુવ બોલન જૈસા રોગ ન દેખા, ચૂપ સમ ઔષધ નાહીં; બોલનહાર કોઈ ન સુખિયા , જહાં તહાં બિપત બઢાઈ, જગતમેંo સત્ય કહ્યું તો દુનિયા ખીજે, ઝૂઠ કહ્યો નવ જાય; સરલ વચન સુનતે નહીં કોઈ, કુટિલ વચન કડવાઈ. જગતમેંo સહસ્ત્ર વચન સુલટે સબ, નીકસે રંચ ચૂકે મર જાય; મૈને તો અનુભવ કર દેખા, બોલનકી રુચિ નાહીં. જગતમેંo જો સમરથ હો વો સો બોલો, મેં તો અપની ગાઈ; જો ઈચ્છા હોઈ સંગ રહનેકી, તો તુમ બોલો નાહીં. જગતo ગુરુકૃપાસે કંજી મિલ ગઈ, રસનાકી રટ લાગી; મૌન બિના સુખ નાહી જગતમેં, ભજનકી લગની લાગી. જગતમેં
૨૨૨૦ (રાગ : ગઝલ) કવિ કાન્ત ગુજારે જે શિરે તારે, જગતનો નાથ તે સહેજે; ગણ્યું જે પ્યારું પ્યારાએ, અતિ પ્યારું ગણી લેજે. ધ્રુવ. દુનિયાની જૂઠી વાણી વિષે જો દુ:ખ વાસે છે; જરાયે અંતરે આનંદ, ના ઓછો થવા દેજે. ગુજારેo કચેરી માંહી કાજીનો, નથી હિસાબ કોડીનો; જગતકાજી થઈને તું, વહોરી ના પીડા લેજે. ગુજારે જગતના કાચના યંત્રે, ખરી વસ્તુ નહીં ભાસે; ને સારા કે નઠારાની, જરાયે સંગતે રહેજે. ગુજારેo રહેજે શાંતિ સંતોષે, સદાયે નિર્મળે ચિત્તે; દિલે, જે દુ:ખ કે આનંદ, કોઈ ને નહિ કહેજે. ગુજારે વસે છે ક્રોધ વૈરી ચિત્તમાં, તેને ત્યજી દેજે; ઘડી જાયે ભલાઈની, મહાલક્ષ્મી ગણી લેજે. ગુજારેo રહે ઉન્મત્ત સ્વાનંદે, ખરું એ સુખ મોટું છે; પીએ તો પ્રેમનો પ્યાલો, પ્રભુજીનો ભરી પીજે. ગુજારે
ફ્ટ વાણી સુણે જો તું, મીઠી વાણી સદા કહેજે; પરાઈ મૂર્ખતા કાજે, મુખે ના ઝેર તું લેજે. ગુજારે અરે ! પ્રારબ્ધ તો ઘેલું, રહે તે દૂર માગે તો; ન માગે દોડતું આવે, ન વિશ્વાસે કદી રહેજે. ગુજારેo રહી નિર્મોહી શાંતિથી, રહે એ સુખ મોટું છે; જગત બાજીગરીનાં તું, બધાં છલબલ જવા દેજે. ગુજારેo પ્રભુના નામનાં પુષ્પો પરોવી કાવ્યમાળા તું; પ્રભુની પ્યારી ગ્રીવામાં પહેરાવી પ્રીતે દેજે. ગુજારેo કવિ, રાજા થયો, શી છે ! પછી પીડા તને કાંઈ ? નિજાનંદે હંમેશાં “ બાલ’ ! મસ્તીમાં મઝા લેજે. ગુજારે
સુખમેં સુમરન ના કરે, દુ:ખમેં કરે જો યાદ
કહે કબીર તા દાસકી, કૌન સુને ફરિયાદ? ભજરે મના
૧૩૨છે
૨૨૨૨ (રાગ : મંદકાંતા છંદ) પ્રિતમ હરિની માયા મહા બળવંતી, કોણે જીતી નવ જાય જોને ! જોગીને તો જોતી હીંડે, ભોગીને તો ખાય જોને. ધ્રુવ કાયરને તો કૂટી રે નાખે, શૂરા પૂંઠળ ધાય જોને; જ્ઞાનીને તો ગોતીને મારે, અજ્ઞાની અથડાય જોને. હરિની પંડિતને પ્રપંચે મારે, કોણે કળી નવ જાય જોને ! હરીન્ને તો હાથે મારે, મહાઠગણી કહેવાય જોને. હરિની ચતુરને તો ચૂંટી નાખે, ચટક ચોંટી જાય જોને; તપસીને તો ટીપી નાખે, કરણીવાળા કુટાય જોને. હરિની અતિ પ્રબળ છે હરિની માયા, જોરે નવ જિવાય જોને. પ્રીતમ ’નો સ્વામી પરમ સ્નેહી, પ્રેમ તણે વશ થાય જોને. હરિની
| જબ જાગે તબ રામ જપ, સોવત રામ સંભાર / ઉઠત-બૈઠત આતમા ! ચાલતા રામ ચિતાર
૧૩ર)
ભજ રે મના