________________
૨૦૬૬ (રાગ : યમન)
પ્રેમસે ભરકે દિલકી ઝોલી, સદ્ગુરૂ ચરણોમેં આ ખોલી. ધ્રુવ ભાવ ભી હૈ ઔર ચાહ બહુત હૈ (૨) પર મુંહસે મેં કુછ ના બોલી. પ્રેમસે૦ કહના નહીં કુછ, તેના નહીં કુછ (૨) બિન માંગે હી ભર દી ઝોલી, પ્રેમસે અંતર નામ ધ્યાન નિરંતર (૨) જ્ઞાન કી લગ ગઈ, દિલમેં ગોલી, પ્રેમસે નિશદિન રટન રહે પ્રભુ તેરો (૨) સતગુરૂ પ્યારે મેં મેરી હો લી. પ્રેમસેવ
૨૦૬૭ (રાગ : સારંગ)
બદલે કાળ દિશા, બદલે દિવસ નિશા, સંકટહારી પ્રભુ, એક અચલ ગતિ તારી. તારા ભક્તોનો તું રખવાળો, દોડી આવે સદા પગપાળો; તારી અજબ ગતિ, અટકે મારી મતિ, સંકટહારી પ્રભુ, એક અચલ ગતિ તારી(૧) તારા મહિમાનો પાર ન પામું, જોઈ જોઈ હૃદયમાં વિરામું; હું તો મંદમતિ, ચાહું તારી ગતિ, સંકટહારી પ્રભુ, એક અચલ ગતિ તારી (૨) તારો પ્રેમ કર્દી નવ ખૂટે, તારી દૃષ્ટિથી બંધન છૂટે; સૃષ્ટિ લાગે મજા, નવ ભાસે સજા, સંકટહારી પ્રભુ, એક અચલ ગતિ તારી(૩) તારા પ્રેમ-પ્રવાહમાં ન્હાવું, તારી પ્રીતનું ગાણું છે ગાવું; મુક્તિ માગું નહિ, ભક્તિ ત્યાગું નહિ, સંકટહારી પ્રભુ, એક અચલ ગતિ તારી (૪)
૨૦૬૮ (રાગ : બિદ્રાબની)
બનવારી રે ! જીર્નકા સહારા તેરા નામ હૈ, મુજે દુનિયાવાલોસે ક્યા કામ રે, ધ્રુવ જૂઠી દુનિયા, જૂઠે બંધન, જૂઠી હૈ યે માયા (૨), જૂઠા શ્વાસકા આના જાના, જૂઠી હૈ યે કાયા...ઓ; યહાં સાચા તેરા નામ રે... બનવારી
ભજ રે મના
હીરા હરિકા નામ હૈં, હિરદા અંદર દેખ બાહર ભીતર ભર રહા, ઐસા અગમ અલેખ ૧૨૪૨૨
રંગમેં તેરે રંગ ગઈ ગિરધર, છોડ દિયા જગ સારા (૨), બન ગઈ તેરે પ્રેમકી જોગન, લેકર મન એક તારા...ઓ; મુજે પ્યારા તેરા ધામ રે... બનવારી
દર્શન તેરા જીસ દિન પાઉં, હર ચિંતા મિટ જાયે (૨), જીવન મેરા ઇન ચરણોમેં, આશકી જ્યોત જલાયે...ઓ; મેરી બાહ પકડો શ્યામ રે... બનવારી
૨૦૬૯ (રાગ : મિયામલ્હાર)
બુર્તોમે ભી તેરા રબ, જલવા નજર આતા હૈ; બુતખાનેં કે પરદેમેં, કાબા નજર આતા હૈ. ધ્રુવ એક કતરાએ મય જબસે, સાકીને પિલાયા હૈ;
ઉસ રોજર્સ હર કતરા દરિયા નજર આતા હૈ, બુર્તોમે
ઐ ઇશ્ક કહીં લે ચલ, યે દૈરોહરમ મીટે;
ઇન દોનોં મકાનોમેં, ઝગડા નજર આતા હૈ. બુર્તોમે સાકી કે તસવ્વુરને, દિલ સાફ કિયા ઐસા; જબ સરકો ઝુકાતા હું, શીશા નજર આતા હૈ. બુર્તોમે૦ માશુકકે રૂતબેો, મેહશર મેં કોઈ દેખે; અલ્લા ભી મજનૂ કો, લયલા નજર આતા હૈ. બુર્તોમે૦ મજનૂને શહર છોડા સેહરા ભી છોડ દે; નઝારે કી હવસ હૈ, તો લયલા ભી છોડ દે. બુર્તોમે
બુતોમેં ભી-મૂર્તિમાં પણ; રબ-ધણી, ખુદા; કતરએ મય-દારૂનું ટીપું (જ્ઞાનરૂપી); સાકી-પાનાર (ગુરુ); તસવ્વુરને-ખ્યાલોએ, રૂતબેકો-મહાત્મા પુરુષનો ચહેરો; મેહશરમેં-ક્યામત, નઝારેકી - ખુદાઈ - નૂરની - ખુદાઈ સ્વરૂપની; હવસ-કામ
હદમેં રહે સૌ ‘માનવી', બેહદ રહે સો ‘સાધ' હદ-બેહદ દોનો તજે તાકા મતા અગાધ
૧૨૪૩
ભજ રે મના