________________
કોશેટામાં કીટ વસે છે, ઈશ્વર પૂરે આહાર જોને; કીડીને કણ હાથીને મણ, ચારપગાંને ચાર જોને. ધીરજ મસીદ કેરા કેલ (ચૂનો ) મિનારા, ઉપર ઊગ્યાં ઝાડ જોને; પથરા ઉપર પાણી સામે, પરમેશ્વરનો પા'ડ જોને. ધીરજ અજગર સૂતો અરણ્યમો, ડગલું નવ દે દોટ જોને; વિશ્વબરનું વિરદ વિચારે, ખાવાની શી ખોટ જોને? ધીરજ અનળ જનાવર રહે આકાશે, મદઝર ભરખે મોટા જોને; જગને માટે હરિએ જમાવ્યા , ગગને જળના ગોટા જોને. ધીરજ મરાલ કેરો ચારો મોતી, વખતે આપે વહેલો જોને; ‘ઋષિરાજ' કહે રામભરોંસો રાખી મગને મા'લો જોને. ધીરજ
૧૧૫૪ (રાગ : હંસ નારાયણી) નંદલાલા ! અમે તો તારા દાસડિયા, વ્રજવ્હાલા ! અમે તો તારા દાસડિયા.
હરિ હરિ, દાસડિયા પૂરો આશડિયા, નંદલાલા ! જે મુખે નામ નહિ પ્રભુ ! તારૂં, તે મુખ ઉપર પડે ખાસડિયાં. નંદલાલા રટણ કરતાં વીતે દિન-રજની, દિન દિન કરતાં મામડિયા. નંદલાલા, નામ ભુલાવે ભેળાં થઈ નુગરાં, તો અમને પડે ત્રાસડિયા, નંદલાલા પ્રેમને વશ થઈ બોલો પાતળિયા, પ્રેમને વશ રમો રાસડિયા, નંદલાલા નવધામાં લાગી પૂરણ લગની, આઠે પહોર અભ્યાસડિયા. નંદલાલા જનમોજનમ ‘બદષિરાજ'ના જીવન, વૈષ્ણવમાં દેજો વાસડિયા, નંદલાલા
હાટ ભરો ધન માટ ભરો મન, ઘાટ કરો ભલે વ્હોટા; પાઠ ઠાઠ સહુ ઘાટ આઠ પળ, પાણી તણા પરપોટા . નિક્ષેo ઝગ ઝગ ઝગ મેવાડી મોળિયા, ઝગ ઝગ દીપે ડગલા; લાકડાંની ચેહો લાગી, થયા ધૂળના ઢગલા. નિશૈo ડા'પણ ડાહ્યા કોમળ કાયા, ઉડ્યા પલકમાં એતો; કેડાવ્હોરે વાર નથી કાંઈ, ચોપ કરીને ચેતો. નિશ્ચ૦ કાશી વાસી અતિ ઉદાસી, જંગલવાસી જોગી; કોળ ઝપટમાં ચપટ થયા કઈ, ભાત ભાતના ભોગી, નિશૈo મીઠી વાણી પુરા પુરાણી, જાણી વાતો ઝાજી; કાળ કોળિયા કરી ગયો કુંણ, ક્તિાબ વાળા કાજી. નિશૈo સગાં સંબંધી રૂવે સ્વારથે, વિનતા રૂવે વરેલી; રૂષિરાજ રઘુનાથ વિના નથી, કોઈ બરાબર બેલી. નિશ્ચ૦
૧૧૫૬ (રાગ : હીંચ) માથે કોપી રહ્યો છે કાળ રે, ઊંઘ તને કેમ આવે? પાણી પહેલાં બાંધી લેને પાળ રે, ઊંઘ તને કેમ આવે? ધ્રુવ નથી એક ઘડી નિરધાર રે, ઊંઘ તને કેમ આવે? આ તો સ્વપ્ના જેવો સંસાર રે, ઊંઘ તને કેમ આવે? માથે અલ્યા ! એળે ખોયો અવતાર રે, ઊંઘ તને કેમ આવે? તારે માથે છે જમનો માર રે, ઊંઘ તને કેમ આવે? માથે તારા મનનું ધાર્યું થાશે ધૂળ રે, ઊંઘ તને કેમ આવે? ચાર તોલા છે મણમાં ભૂલ રે, ઊંઘ તને કેમ આવે? માથે જોતાં જોતાં આયુષ્ય ખૂટી જાય રે, ઊંઘ તને કેમ આવે? તારા ડહાપણમાં લાગી લ્હાય રે, ઊંઘ તને કેમ આવે? માથે કાંઠે આવેલું ડૂબશે જહાજ રે, ઊંઘ તને કેમ આવે? તારે કાજે કહે છે ‘ બદષિરાજ’ રે, ઊંઘ તને કેમ આવે? માથે
ક્ષમા ઔર સંતોષ એ, દુર્ગુણ જામેં હોય; | છોટમ આ સંસારમેં, સદા સુખી રહે સોય.
ભજ રે મના
૧૧૫૫ (રાગ : લાવણી) નિશે રહેવું નથી રે માથે, મોત ઝપાટો મારે. ધ્રુવ ફૂલ્યા ફૂલ્યા શું રે ો છો ? જુવો વિચાર જગમાં; વણસતાં કંઈ વાર ન લાગે, રોગ ભર્યો રગરગમાં. નિશૈo
સૂરજ આયા શીશ પર, છાયા ગઈ સમાય; ત્યે જીવ માને બ્રહ્મકો, માયા નહીં રહાય.
ભજ રે મના