________________
હું જો પાવલિયે ચંપાવા તારે આવડો થાઉં અધીર; તો તને તારૂં માન જરીક છોડતાં શેની પીડ ? મૂઠ્ઠી પહેલે પગલે દબાવજે મારા હૈયાના હીણા રાગ; બીજે દબાવજે દ્વેષ દાવાનળ, ત્રીજે તૃષ્ણાના ડાઘ. મૂઠ્ઠી અડધો ઉપાડી પગ તું થંભીશ કે તને વાગશે શૂળ; વાસના તો મારી ત્યાં તને જોઈ ઉખડશે એ સમૂળ, મૂઠ્ઠી બલિ થાવું મારે આજ બરાબર, આવ તું આણી વાટ; મૂઠી જેવડે મંદિર મારે હો મૂરતિ તારી વિરાટ. મૂઠ્ઠી
ઉમાશંકર જોશી
(ઈ. સ. ૧૯૧૧-૧૯૮૮) ઉમાશંકર જેઠાલાલ જોશીનો જન્મ સાબરકાંઠા જિલ્લાના ઇડર પાસેના બામણા ગામે તા. ૨૧-૭-૧૯૧૧ના રોજ થયો હતો. મૂર્ધન્ય કવિ, વાર્તાકાર, નવલકથાકાર, નિબંધકાર, પ્રવાસલેખક, વિવેચક, સંશોધક, અનુવાદક અને સંપાદક તરીકે પ્રખ્યાત છે. સમગ્ર કવિતા’ નામના કાવ્યસંગ્રહમાં તેમની તમામ કવિતા સમાવિષ્ટ થઈ છે પ્રકૃતિનું રમ્ય-રૌદ્ર સૌંદર્ય, માનવપ્રેમ, વિશ્વશાંતિ અને ધર્મસંસ્કૃતિ જેવા જીવનનાં ગહન-ગંભીર વિષયોનું દર્શન એમણે પોતાનાં કાવ્યોમાં રજૂ કર્યું છે. તેમને ૧૯૩૯ત્ના વર્ષનો રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો. ભાષા સાહિત્યના અધ્યાપકથી લઈને યુનિવર્સિટીના કુલપતિ, રાજ્યસભાના સભ્ય તથા સાહિત્ય અકાદમી, દિલ્હીંના અધ્યક્ષ તરીકેની એમણે સેવાઓ આપી હતી. તેમણે ‘ વિશ્વભારતી'નું કુલપતિપદ પણ શોભાવેલું. ‘ નિશીથ' કાવ્યસંગ્રહ માટે એમને ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો હતો. તા. ૧૯-૧૨-૧૯૮૮ના દિને 99 વર્ષની વયે તેમનો દેહવિલય થયો હતો.
૧૧૪૭ (રાગ : ઝૂલણા) ભોમીયા વિના મારે ભમવાતા ડુંગરા, જંગલની કુંજ કુંજ જોવી હતી; જોવીતી કોતરો રે જોવીતી કંદરા, રોતાં ઝરણાની આંખ લોવી હતી. ધ્રુવ સુના સરવરીયાની સોનેરી પાખે, હંસોની હાર મારે ગણવી હતી; કાળે ઝૂલંત કોઈ કોક્લિાને માળે, અંતરની વેદના વણવી હતી. ભોમીયા) એકલા આકાશ તળે, ઉભીને એક્લો, પડઘા ઊર બોલના ઝીલવા ગયો; વેરાયા બોલ મારા ફ્લાયા આભમાં, એક્લો અટૂલો ઝાંખો પડ્યો. ભોમીયા આખો અવતાર મારે ભમવાતા ડુંગરા, જંગલની કુંજ કુંજ જોવી હતી; ભોમીયા ભૂલે એવી ભમવી એ કંદરા, અંતરની આંખડી લાવી હતી. ભોમીયા
૧૧૪૯ (રાગ : દેશી ઢાળ) સૂરજ ઢંઢે ને ઢંઢે ચાંદાની આંખડી, નવલખ તારાનાં ટોળાં ટળવળે રે જી; પૃથ્વી પગથારે ભમતા અવધૂત કોઈ, વિશ્વભર ભરવા નયણે રે હોજી. ધ્રુવ મહેરામણ ભૈરવ નાદે અલખ પુકારે, મુંગા ગિરિઓનાં મસ્તક ઊંચે ઝંખતાં રે જી; તલખે પંખી ને પ્રાણી, સરવર નદીઓનાં પાણી , રાતે ડુંગરિયા દવ ન જંપતા રે હોજી. સૂરજ તરણાંની છાયા હેઠે કાયા ઢંકાય તારી, આભનાં આભૂષણ તોયે ઓછાં પડે રે જી; બ્રહ્માંડ ભરીને પોઢયા, કીકીમાં માશો શેણે ? જોવા તોયે લોચનિયાં ઘેલાં રડે રે હોજી. સૂરજ ગગન ઘેરીને આજે દર્શન વરસો રે વ્હાલા, ઉર ઝૂરે રે મારો પ્રાણબપૈયો રે હોજી. સૂરજ
૧૧૪૮ (રાગ : પૂરિયા) મૂઠ્ઠી જેવડું મંદિર મારૂં ને મૂરતિ તારી વિરાટ; વામન બનીને આવવું હોય તો આવજે હૈયાને ઘાટ. ધ્રુવ સજ્જન કે ગુણ પરખીકે, રખીએ આપને પાસ;
છોટમ પારસમણિ સમાં, સરખા બારે માસ. ભજ રે મના
'હ૧૨)
માયા માયા સબ કહે, મર્મ ન જાને કોય; જેતી ઉપજે કલ્પના, માયા કહીએ સોય.
(૦૧૩)
ભજ રે મના