________________
૧૧૪ર (રાગ : મહાર) હે નાથ ઝાઝી ના લગાડ હવે વાર, જીવ મારો ઝૂરે મળવા તુજને;
મારી અટકી છે નૈયા મઝધાર. ધ્રુવ દર્શનની ઝંખનામાં રોતી આ આંખડી, આશ ભરી જોઈ રહી વ્હાલા તારી વાટડી;
તને બોલાવે આંસુડાની ધાર. હેo એક એક આંસુમાં છે દર્શનની માંગણી, તુજને બોલાવી રહી હૈયાની લાગણી;
દુ:ખી દિલડાની વિનતી સ્વીકાર, હેo શરણે લીધી તો હવે અંતર રાખીશ ના, રાજ તારી રાંકડીને અળગી રાખીશ નો;
તારો નહિ રે વિસારૂં ઉપકાર. હેo
કરૂણાના મેઘ આવે કરૂણી વરસાવવી , દિલનાં મંદિરિયામાં દીવડો પ્રગટાવવી;
તારું મુખડું નિહાળું સુકુમાર હેતુ કર જોડી વીનવે છે રાયચંદાને માધવી, રાખજે કૃપાળુ તારાં સ્વરૂપે સમાવી;
રહું ભક્તિમાં તારી એક્તાર. હેતુ
ઈન્દુલાલ ગાંધી
(ઈ. સ. ૧૯૦૫ - ૧૯૮૬) ઈન્દુલાલ ગાંધીનો જન્મ તા.૮-૧૨-૧૯૦૫ ના રોજ થયો હતો. ‘આંધળીમાંનો કાગળ' કાવ્યના રચયિતા શ્રી ઇન્દુલાલ ગાંધીનું ઉપનામ * પિનાકપાણિ’ હતું. તેમનો દેહવિલય તા. ૧૦-૧-૧૯૮૬ના રોજ થયો હતો.
૧૧૪૩ (રાગ : ધોળ) અમૃત ભરેલું અંતર જેનું, સાગર જેવડું સત, પુનમચંદના પાનિયા આગળ ડોશી લખાવતી ખત; ગગો એનો મુંબઈ કામે , ગીગુભાઈ નાગજી નામે. (૧) લખ્યું કે માડી ! પાંચ વરસમાં પહોંચી નથી એક પાઈ, કાગળની એક ચબરખી પણ, તને મળી નથી ભાઈ ! સમાચાર સાંભળી તારા, રોવું મારે કેટલા દા'ડા ? (૨) ભાણાનો ભાણિયો લખે છે કે, ગગુ રોજ તને ભેળો થાય, દન આખો જાય દા'ડિયું ખેંચવાં, રાતે હોટલમાં ખાય; નિત નવા લૂગડાં પે'રે, પાણી જેમ પઇસા વેરે.(3) હોટલનું ઝાઝુ ખાઈશ મા, રાખજે ખરચી ખૂટનું માપ, દવાદારૂના દોકડા આપણે કાઢશું ક્યાંથી બાપ ? કાયા તારી રાખજે રૂડી, ગરીબની ઇ જ છે મૂડી. (૪) ખોરડું વેચ્યું ને ખેતર વેચ્યું, કૂબામાં કર્યો છે વાસ, જારનો રોટલો જડે નહિ, તે દિ પીઉં છું એલી છાશે; તારે પકવાનનું ભાણું, મારે નિત જારનું ખાણું. (૫) દેખતી તે દિ’ દળણાં પાણી કરતી ઠામઠામ, આંખ વિનાનાં આંધળાને હવે કોઈ ન આપે કામ; તારે ગામ વીજળી દીવા, મારે અહીં અંધારાં પીવાં. (૬) લિખિતંગ તારી આંધળી માના વાંચજે ઝાઝા જુહાર, એકે રહ્યું નથી અંગનું ઢાંકણું ખૂટી છે કોઠીએ જાર; હવે નથી જીવવી આરો, આવ્યો ભીખ માંગવા વારો. (૭)
એક સિંહ બનમેં બસે, સો જાહર સબ દેશ; | ઓર પશુ અગણિત બસે, કોય ન જાણે લેશ. ૭૦૦
ભજ રે મના
સંપત્તિ વા બિપત્તિમેં, બડા ન ચૂકે ચાલ; ઊગતા સૂરજ લાલ હૈ, અસ્ત ભયા પુની લાલ. ||
૦૦૮)
ભજ રે મના