________________
સહજાનંદ (ભદ્ર મુનિ)
(ઈ. સ. ૧૯૧૪ - ૧૯૭૧)
પરમ પૂજ્ય યોગીરાજ શ્રી સહજાનંદઘનજી મહારાજનો જન્મ ગુજરાતના કચ્છ જિલ્લાના ડૂમરા ગામે વિ. સં. ૧૯૭૦ ભાદરવા સુદ ૧૦ના દિવસે શ્રીમાન નાગજીભાઈ અને માતા શ્રીમતી નયનાદેવીની કૂખે વીશા ઓશવાળ જ્ઞાતિમાં
પરમાર ગોત્રમાં થયો હતો. વિ. સં. ૧૯૯૧માં ૨૧ વર્ષની ઉંમરે કચ્છના લાયજા ગામે શ્રી જિનરત્નસૂરિશ્વરજી મહારાજ (ખરતર ગચ્છ) પાસે દીક્ષા લીધી. ત્યારબાદ તેમનું નામ ભદ્રમુનિ રાખ્યું. તેમના વિધા ગુરૂ ઉપાધ્યાય શ્રી લબ્ધિમુનિજી હતા. ભદ્રમુનિ ૧૨ વર્ષ ગુરુની નિશ્રામાં રહ્યા. તેમનું સાધના ક્ષેત્ર મુખ્યત્વે ઇડર, ગઢસિવાણા, ચારભુજા, ખંડગિરિ, હિમાચલ, પાવાપુરી, બિકાનેર આદિ ક્ષેત્ર રહ્યું છે. છેલ્લે તેઓ હપીમાં રહ્યા. ત્યાં પોતાના વિશેષ ઉપકારી શ્રીમદ્ રાજચંદ્રજીના નામે વિ. સં. ૨૦૧૭માં આશ્રમની સ્થાપના કરી. શેષ જીવન ત્યાં જ વ્યતિત કર્યું. તેઓ સાઘના કાળમાં ભ્રમણ કરતાં કરતાં ‘બોરડી’ ગામે વિ. સં. ૨૦૧૭માં આવ્યા અને ત્યાં તેમની અલૌકિક ભક્તિથી અને તેના પ્રભાવથી તેમને ત્યાંના સ્થાનિક સમાજે ‘ યુગપ્રધાન ’ પદ પ્રદાન કર્યું. પાવાપુરીમાં પૂ. શ્રી ગણેશપ્રસાદજીની પ્રેરણા પ્રભાવથી ક્ષુલ્લક વેષ પરિધાન કર્યો. તેથી તેમના દિક્ષાર્થી ગચ્છમાં ઉહાપોહ થયો. અને વિરોધના કારણે તેમણે ભદ્રમુનિ નામ પરિવર્તન કરી સહજાનંદઘન નામનો પ્રયોગ શરૂ કર્યો અને તે નામથી પ્રખ્યાત થયા. તેમના પદો ભક્તિ અને અધ્યાત્મથી સભર છે. ‘ શ્રી સહજાનંદ સુધા’ નામે તેમના પદોનો સંગ્રહ છે. છેલ્લે હંપીમાં આત્મજાગૃતિ પૂર્વક ૫૭ વર્ષની ઉંમરે વિ. સં. ૨૦૨૭ કારતક સુદી બીજની મધ્યરાત્રીએ ચિરવિદાય લીધી.
૧૭૬૪ (રાગ : આહીરભૈરવ)
અહો ! પરમ શાંત રસમય, શુદ્ધ ધર્મ વીતરાગી;
છે પૂર્ણ સત્ય નિયમા, કર માન્ય જીવ! જાગી. ધ્રુવ નિજ અનધિકારિતાથી, વણ સત્પુરૂષ કૃપાથી; સમજાય ના અગમ એ, પણ સુગમ ગમ પડયાથી. અહો
ભજ રે મના
મેં જાણ્યું હરિ દૂર હય, હરિ હય હૃદયા માંય; આડી ત્રાટી કપટકી, તાર્સે દીસત નાય.
૧૦૮૦૦
હિતકારી જગત ભરમાં, ઔષઘ ન એ સમું કો; ભવરોગ ટાળવાને, લે લે કહું ખરૂં હો. અહો
આ કલેશમય ભ્રમણથી, તું વિરમ ! વિરમ !! પ્યારે !! હે ચેત ! ચેત ! ચેતન !!! આ પરમ તત્ત્વ ધ્યા રે. અહો ચિન્તામણિ સમો આ, નર દેહ વિલ નહીં તો;
માથે ચડાવ આજ્ઞા, ગુરૂરાજની અહીં હો. અહીં સત્સંગ ગંગ ન્હાયી, કર ચિત્ત શુદ્ધિ ભાઈ ! જ્ઞાયક સ્વભાવ ધ્યાયી, લે ‘સહજાનંદ' સ્થાયી. અહીં (શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક ૫૦૫)
આરાધવા. ધ્રુવ
૧૭૬૫ (રાગ : ધોળ) અહીં જ્ઞાનાવતાર ગુરૂરાજના હો લાલ (૨), સૌ કેડ કી સજ્જ થાવ રે, આત્મસ્વરૂપ આ જડ સ્વરૂપ જંજાલમાં હો લાલ, કેમ અટકી રહ્યા છો સાવ રે ? આત્મ આ કાળે કાંટાળા માર્ગને હો લાલ, કર્યું સ્વચ્છ કૃપાળુ રાવ રે. આત્મ ચાલી ચિહ્નો કર્યાં સંકેતના હો લાલ, મહા ભાગ્યે મળ્યો એ દાવ રે. આત્મ છો બીજા ઉન્માર્ગે ચાલતા હો લાલ, અને માને સન્માર્ગ પ્રભાવ રે. આત્મ તેથી ડગીએ નહિ રાજમાર્ગથી હો લાલ, ચાલો ચાલો મહાનુભાવ રે. આત્મ છે મોક્ષ ને મોક્ષ ઉપાય છે હો લાલ, આ કાળે એ શ્રદ્ધા જમાવ રે. આત્મ એક નિષ્ઠાથી એ પથ ચાલતા હો લાલ, સધે ‘સહજાનંદ’ સ્વભાવ રે. આત્મ
અગન પલિતા રાજ દંડ, ચોર મુસ લે જાય; એતન દંડ દુનિયા સહે, ધર્મ દંડ સહ્યો ન જાય.
૧૦૮૧
ભજ રે મના