________________
છપ્પા- માતાની કુખ, કરી ચોરી કે ચાડી;
ધિક્ માતાની કુખ, અકલ ફ્લાવી આડી; ધિક્ માતાની કુખ, દુ:ખ દુનિયા ને દેતાં;
ધિક્ માતાની કુખે, જગતમાં અપજશ લેતા. આર્યા- શામળ કહે શિદને જનમિયા, ભુંડી વાત ભાવે ભણ્યા;
વનિતા ન રહીં શું વાંઝણી ! લપોડશંખ જેણે જમ્યા.
છપ્પા- વચન ન પાળ્યું જેહ, તેજ સુકૃત વ્રત હાર્યો;
વચન ન પાળ્યું જેહ, કમોતે તેને માર્યો, વચન ન પાળ્યું જેહ, કમોતે તેહ નર દૈવે દંડ્યો,
વચન ન પાળ્યું જેહ, તેહ શિર અગ્નિ મંડ્યો; આર્યા- જે વચન વ્યર્થ જેનું થયું, તો દૈવત તેનું ગયું;
કવિ શામળભટ સાચું કહે, વચન ગયું તો થઈ રહ્યું. છપ્પા- વચન પાળે તે રાય, બાકી તો રાંડીરાડો;
વચન પાળે તે શાહ, બાકી ગુણ હીણો ગાંડો વચન પાળે તે વિખ, ધર્મ સઉ ધાય તેણે;
વચન પાળ્યું તે વીર, જગત જશ લીધો જેણે. આર્યા- પાળે સદવાયક પ્રેમદા; પાંચે પુરણ પક્ષણી;
શામળ કહે વચન ન સાચવે, લલના એક કુલક્ષણી.
(જુવાનીના જોર વિષે) છપ્પા- જેને જુવાની જોર, પુન્યની વાત ન પ્રીછે;
જેને જુવાની ર, ઈશ અર્થ કંઈ નહિ ઈછે; જેને જુવાની જોર, પરસ્ત્રી ઉપર પ્રીતી;
જેને જવાની જોર, રૂડી નવ રાખે રીતી; આર્યા- છે જોર જુવાની જેહને, અંધ તે આડે આંક છે;
શામળ કહે ચુક્યો ચતુર નર, વણ બુદ્ધિનો શો વાંક છે ! છપ્પા- ધોળા થાશે કેશ, ડાડી કહેવાશે ડોશી;
વિપરીત થાશે વેસ, તનુ પાળીને પોશી. થર થર ધ્રુજશે થુળ , નમી જાશે બે નેણાં;
પડે દેહમાં વેહ, વદાશે વિપરીત વેણા. આર્યા- વળી લીંટ ચુશે બહુ નાકથી, બેય કાન બેરા થશે;
સેવો પ્રભુને શામળ કહે, જોબન જોર ઝટ વહી જશે.
(પેટ ભરવા વિષે) છપ્પા- પેટ કરાવે વેઠ, પેટ વાજાં વગડાવે;
પેટ ઉપડાવે ભાર, પેટ ગુણ સૌના ગાવે. પેટ ભમે પરદેશ, પેટથી પાપ ઠરે છે;
પેટ કરે છે જાર, પેટ તો સત્ય હરે છે. આય- વળી સંચ પ્રપંચ અધિક કરે, પેટ કાજ નરકે પડે;
શામળ કહે સાચુ માનજો, પેટ પાપ નરને નડે. છપ્પા- પેટ ચડાવે વાંસ, પેટથી મસ્તક નાચે;
પેટ કાજ ગુણ ગાય, ઊંચ નીચાને જાચે. પેટ કરે છળ કપટ, પેટ રણમાં રખડાવે;
પેટ કરે વિખવાદ, પેટ તો શીષ કટાવે. આર્યા- ચોરી ચાડીને ચાકરી, અધર્મ સૌ આ પેટના;
શામળ કહે સાચું માનજો, પ્રપંચ પાપી પેટના.
(વચન પાળવા વિષે) છપ્પા- એક વચનને કાજ, રંક રાવણ થઈ બેઠો;
એક વચનને કાજ, બળી પાતાળે પેઠો. એક વચનને કાજ, વેચી હરિશ્ચંદ્ર નારી ,
એક વચનને કાજ, પાંડવો હાર્યા પ્યારી. આય- વળી એક વચનને કારણે, પાંડવ પાંચે વનમાં ભમ્યા;
કહે શામળ વચન જ કારણે, સો કીચક સાથે શમ્યા.
આદમી પાસ આદમી આવત, નહીં આવત દીનકી પાસ; સો દીન ક્યોં ન પિછાનિયે, કહત હય જસુ દાસ.
૧૦૪૦
જ્ઞાનીસોં જ્ઞાની મિલે, મિલ નીચસોં નીચ; પાનીસે પાની મિલે, મિલે કીચમેં કીચ.
૧૦૪છે.
ભજ રે મના
ભજ રે મના