________________
૧૬૭૨ (રાગ : માંડ) શ્રી શીતલજિન ભેટિયે, કરી ભક્ત ચોખ્ખું ચિત્ત હો; તેહથી કહો છાનું કિડ્યું ? જેહને સોંપ્યાં તન મન વિત્ત હો. ધ્રુવ દાયક નામે છે ઘણા , પણ તું ‘સાયર તે કૂપ હો; તે બહુ ખજવા તગતગે, તું *દિનકર તેજ સ્વરૂપ હો. શ્રી મોટો જાણ આદર્યો, દારિદ્ર ભાંજે જગતાત હો; તું કરૂણાવંત શિરોમણિ, હું કરૂણાપાત્ર વિખ્યાત હો. શ્રી અંતરજામી સવિ લહ, અમ મનની જે છે વાત હો; મા આગળ મોસાળના, શા વરણવવા “અવદાત હો. શ્રી જાણો તો તાણો કિડ્યુ? સેવા ફ્લ દીજે દેવ હો; વાચક ‘યશ' કહે ઢીલની, એ ન ગમે મુજ મન ટેવ હો. શ્રી
૧૬૭૪ (રાગ : માલકૌંશ) હમ મગન ભયે, પ્રભુ ધ્યાનમેં, ધ્યાનમેં પ્રભુ ધ્યાનમેં; વિસર ગઈ દુનિયા તન મનકી, અચિરા સુત ગુણજ્ઞાનમેં. ધ્રુવ હરિ હર બ્રહ્મ પુરંદર રિદ્ધિ, આવત નહીં કોઈ કામમેં; ચિદાનંદકી મોજ મચી હૈં, સમતા રસકે પાનમેં, હમ ગઈ દીનતા સબ હી હમારી, પ્રભુ તુજ સમક્તિ દાનમેં; પ્રભુ ગુણ અનુભવકે રસ આગે, આવત નહિં કોઉં માનમેં. હમ જિનહિ પાયા તિનહીં છિપાય, ન કહે કોઉ કે કાનમેં; તાલી લાગી જબ અનુભવકી, તબ જાને કોઉ સાનમેં. હંમ0 પ્રભુ ગુણ અનુભવ ચંદ્રહાસ ર્યો, સો તો ન રહે મ્યાનમેં; ‘વાચક’ જશ કરે મોહ મહા અરિ, નિતિ લિયો હૈ મેદાનમેં હમ
૪િ (૧) ધન, (૨) સાગર, (૩) આગિયા, (૪) સૂર્ય, (૫) વૃતાંત, હકીક્ત
૧૬૭૩ (રાગ : ચલતી) સેવો ભવિયાં વિમલ જિણેસર, દુલ્લહા સજ્જન - સંગાજી; એવા પ્રભુનું દરિશણ લેવું, તે આલસમાં ગંગાજી ધ્રુવ અવસર પામી આલસ કરશે, તે મૂરખમાં પહેલોજી; ભૂખ્યાને જેમ ઘેબર દેતાં, હાથ ન માંડે ઘેલોજી .સેવો ભવ અનંતમાં દર્શન દીધું, પ્રભુ એહવા દેખાડેજી; વિકટ ગ્રંથિ જે પોળ પોળિયો, કર્મ વિવર ઉઘાડેજી .સેવો તત્ત્વમીતિકર પાણી પાએ, વિમલાલોકે આંજીજી; લોયણ ગુરૂ પરમાન્ન દિએ તવે, ભ્રમ નાંખે સવિ ભાંજીજી સેવો ભ્રમ ભાંગ્યો તવ પ્રભુશું પ્રેમે , વાત કરું મન ખોલીજી; સરલ તણે જે હઈડે આવે, તેહ જણાવે બોલીજી સેવો શ્રી નયવિજય વિબુધ પય સેવક, વાચક ‘યશ' હે સાચુંજી; કોડિ કપટ જો કોઈ દિખાવે, તોહિ પ્રભુ વિણ નવિ રાચુંજી.સેવો
ભમરે બડે ચતુર હમ, બેઠે કાબુ ન કરીર;
જ્યોં જલ ગઈ તકી, ત્યોં જલ જાય શરીર. ભજ રે મના
ચારી સાહેબ યારી સાહેબનો જન્મ લગભગ વિ.સં. ૧૭૨૫ માં દિલ્હીમાં મુસલમાન જાતિમાં થયો હતો. તેમના ગુરૂ બીરૂ સાહેબ હતા. તેમનું દેહાવસાન વિ.સં. ૧૭૮૦માં થયું હોય તેમ માનવામાં આવે છે.
૧૬૭૫ (રાગ : આશાવરી) મન મેરો સદા ખેલૈ નટબાજી , ચરન કમલ ચિત રાજી . ધ્રુવ બિનુ કરતાલ પખાવજ બાજે, અગમ પંથ ચઢિ ગાજી; રૂપ બિહીન સીસ બિનુ ગાવૈ, બિનુ ચરનન ગતિ સાજી. મન બાંસ સુમેરૂ સુરતિÁ ડોરી, ચિત્ત ચેતન સંગ ચેલા; પાંચ પચીસ તમાસા દેખહિ, ઉલટી ગગન ચઢિ ખેલા. મનો ‘ચારી’ નટ એસી બિધિ ખેલૈ, અનહદ ઢોલ બજાવૈ અનંત ક્લા અવગતિ અનમૂરતિ, બાનક બનિ બનિ આવૈ, મન
જલમેં બસે કમોદની, ચંદા બસે આકાશ; | જો આનું કે મનમેં વસે, સો તિનુંકે પાસ.
ભજ રે મના