SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૬૨ (રાગ : જિલ્લાકાફી) ગિરૂઆ રે ગુણ તુમ તણા, શ્રી વદ્ધમાન જિનરાયા રે; સુણતાં શ્રવણે અમી ઝરે, મારી નિર્મલ થાયે કાયા રે.ધ્રુવ તુમ ગુણગણ ગંગાજલે, હું ઝીલીતે નિર્મળ થાઉં રે; અવર ન ધંધો આદરૂં, નિશદિન તોરા ગુણ ગાઉં રે. ગિરૂઆ૦ ઝીલ્યા જે ગંગાજલે, તે છિલ્લર જલ નવિ પેસે રે; જે માલતી ફૂલે મોહીઆ, તે બાવલ જઈ નવિ બેસે રે.ગિરૂઆ એમ અમે તુમ ગુણ ગોઠશું, રંગે રાચ્યા ને વળી માચ્યા રે; તે કેમ પર સુર આદરૂં, જે પરનારી વશ રાચ્યા રે, ગિરૂઆ તું ગતિ તું મતિ આશરો, તું આલંબન મુજ પ્યારો રે; વાચક ‘યશ' કહે માહરે, તું જીવ જીવન આધારો રે. ગિરૂઆ ૐ (૧) નહાઈને, (ર) હરિહરાદિ દેવ. ૧૬૬૩ (રાગ : તોડી) ઘડી ઘડી સાંભરે સાંઈ સલૂના (૨). ધ્રુવ પદ્મપ્રભ જિન દિલસે ન વીસરે, માનું કિયો કછુ ગુનકો દૂના; દરિસન દેખત હી સુખ પાઉં, તો બિનું હોત હું ઉના દૂના. ઘડી પ્રભુ ગુન જ્ઞાન ધ્યાન વિધિ રચના, પાન સુપારી કાથા ચૂના; રાગ ભયો દિલમેં આયોગે, રહે છિપાયા ના છાના છૂના ઘડી પ્રભુગુણ ચિત્ત બાંધ્યો સબ સાખે, કુન પઈસે લેઈ ઘરકા ખૂના; રાગ જગ્યો પ્રભુશું મોહી પ્રગટ, કહો નયા કોઉ કહો જૂના. ઘડી લોકલાજર્સે જે ચિત્ત ચોરે, સો તો સહજ વિવેક હી સૂના; પ્રભુગુણ ધ્યાન વગર ભ્રમ ભૂલ્યા, કરે ક્રિયા સો "રાને રૂના. ઘડી મેં તો નેહ કિયો તોહિ સાથે, અબ 'નિવાહ તો તો થેઈ હૂના; ‘ જશ’ કહે તો વિનું ઔર ન સેવું, "અમિય ખાઈ કુન ચાખે લૂના. ઘડી ૐ (૧) જંગલમાં, (૨) રોપું, પોક મૂકવી, (૩) નિભાવ, (૪) અમૃત ભજ રે મના રામ રતન અમૂલ્ય હૈ, દિલ દરિયા કે માંહિ; પ્રીતમ મરજીવા લહે, દુજા પાયે નાંહિ. ૧૦૧ ૧૬૬૪ (રાગ : ઝીઝોટી) ચેતન ! અબ મોહીં દર્શન દીજે; તુમ દર્શન શિવ સુખ પામીજે, તુમ દર્શન ભવ છીજે. ધ્રુવ તુમ કારણ તપ સંયમ કિરિયા, કહો કહાંલો કીજે ? તુમ દર્શન બિનુ સબ યા જૂઠી, અંતર ચિત્ત ન ભીંજે. ચેતન ક્રિયા મૂઢમતિ કહે જન કોઈ, જ્ઞાન ઔર કો પ્યારો; મિલત ભાવ રસ દોઉ પ્રગટત, તું દોનો સે ન્યારો, ચેતન૦ સબ મેં હૈ ઔર સબમેં નાહીં, પૂરન રૂપ અકેલો; આપ સ્વભાવે રસભર રમતો, તુ ગુરુ અરુ તું ચેલો. ચેતન અકલ અલખ પ્રભુ ! તૂ સબ રૂપી, તું અપની ગતિ જાને; અગમ રૂપ આગમ અનુસારે, સેવક ‘સુજસ' બખાને, ચેતન ૧૬૬૫ (રાગ : બિહાગ) ચેતન ! મમતા છાંડ પરીરી, પર રમણી શું પ્રેમ ન કીજે, આદર સમતા આપ વરીરી. ધ્રુવ મમતા મોહ ચંડાલકી બેટી, સમતા સંજમ રૃપ કુમરીરી; મમતા મુખ દુર્ગંધ અસતી, સમતા સત્ય સુગંધ ભરીરી, ચેતન મમતા સે લરતે દિન જાવે, સમતા નહિ કોઉ સાથે લરીરી; મમતા હેતુ બહુત હે દુશ્મન, સમતાકો કોઉ નહિ અરિરી, ચેતન મમતાકી દુમતિસે આલી, ડાયણ જગત અનર્થ કરીરી; સમતાકી શુભમતિ હૈ આલી, પરઉપકાર ગુણસે ભરીરી, ચેતન મમતાપુત ભયે કુલખંપણ, શોક વિયોગ મહા મછરીરી; સમતાસુત હોયગા કેવલ, રહેગો દિવ્ય નિશાન છુરીરી, ચેતન૦ સમતા મગન હોયગો ચેતન, જો તું ધારીશ શીખ ખરીરી; * સુજસ' વિલાસ લહેગો તો તું, ચિદાનંદઘન પદવી વરીરી. ચેતન૦ નામ દીપ ઉદ્યોત હે, મન મંદિર કે મધ્ય; કહે પ્રીતમ રટ નામકો, પાવે જ્ઞાન પ્રસિદ્ધ. ૧૦૧૦ ભજ રે મના
SR No.009145
Book TitleBhaj Re Mana Part 02
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages363
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy