SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ અંત:કરણરે જેનાં નથી ઉજળાં રે, હાંરે ભાઈ તેથી પામિયો ત્રાસરે; વેદનાં વચન રે સંતો તમે સાંભળો રે, એમ મહાજન કહે મૂળદાસ રે. જીરે ૧૫૬૦ (રાગ : રામકી) લે તો લેજે નામ રામનું, કહે તો કૃષ્ણજી કહેજે; દહ તો દહજે તું કામને , રહે તો ગુરુ ચરણે રહેજે. ધ્રુવ મળ તો મળજે મહા સંતને, ટળ તો અવગુણથી ટળજે; ભળ તો ભળજે પરિબ્રહમમાં, ગળ તો જ્ઞાનમાં ગળજે. લેતો સમરણ કર તો સ્વરૂપનું, દમ તો ઇન્દ્રિયને દમજે; ઉધમ કર તો ભક્તિતણો, રમ તો નિરંતરમાં રમજે. લેતો. મેલ તો સંશયને મેલજે, ભૂલ તો દેહને ભૂલે; અણછતું એહ જાણજે, નહીં મળે મોઘે મૂલે. લેતો નિષ્ટા એ રાખો નિજ નામની, વળતી વાસના ન ડોલે; ‘મૂળદાસ’ અક્ષર મૂળગો, બાવનથી બા 'રો રહ્યો બોલે. લેતો ૧૫૬૨ (રાગ : પરજ) વૈરાગ્યના પદને વિઘન આડાં ઘણાં, કઠણ બાંધ કામના કો'ક છૂટે ! શ્નન્ને કામિની ચોકી આડી શ્યામની , રામની રમતને એ જ લૂંટે. ધ્રુવ પ્રકૃતિને વશ થયો, ભક્તિને ભૂલી ગયો, નારીએ નેણને બાણે માર્યો; જોગ લીધા પછી ભોગ ઈચ્છા કરે, હાથ આવેલ બાજી એમ હાર્યો. વૈરાગ્ય૦ કામનું મૂળ તે જાણવી કલ્પના, ક્રોધથી કરમની ગાંઠ બાંધે; શીલ સંતોષના શોબા* દીધા વિના, જમન-મરણનો રોગ વાધે. વૈરાગ્યo મૂળ વૈરાગ્યમાં મન જેનું મરે, વિષયના સ્વાદમાં નવ ડોલે; ‘મૂળદાસ' કહે જે સંત સમજ્યા ખરું, વેદના વાક્યમાં ચિત્ત જોડે. વૈરાગ્યo ડિ (૧) કામ, ચપકો. ૧૫૬૧ (રાગ : દેશી ઢાળ) વચન વિચારી રે સંતો તમે ચાલો રે, હાંરે ભાઈએ મોટાનો ધરમ રે, વિષમાં અમૃતરે ભાવે ભેળતાંરે, હાંરે તેનું કોટિક બેસે કરમરે; જીરે સેવો શ્યામનેરે સેવો શ્યામને રે, નકલંકી નામને રે. ધ્રુવ ગોરસને મથે રે નવનિધ નીપજે રે, પાણી મથે ન પમાયે રે; લુણને ભલું રે જે નાભમાં રે, હાંરે તેતો જીવનથી રેજાર રે. જીરેo દળીને સાકરરે દૂધમાં ભેળિયેરે, હાંરે તેતો લેઈને પન્નગને પાયરે; વિપિયર સંગેરે વિષજ ઉપજેરે, હાંરે તો વિપ અમૃત નવ થાય રે. જીરે તેલ રે ભેળ્યું રે લઈ તુપમાંરે, હાંરે ભાઈ નહિ એ તુપ નહિ રે તેલ રે; તેલમાં ભેળ્યા રે કોરા કોદરા રે, હાંરે ભાઈ ખળવાદીનો ખેલરે, જીરે સોનું છે અંગેરે પોતે નિર્મળું રે, હાંરે જેની કોમળ દીસે કાંતરે; મૂલ ન ઘટયું રે ઘણા ઘણા ઘાટમાં રે, જેના ભીતર પેઠીરે ભાંતરે. જીરે અણુને કહ્યું રે પડ્યું જેની આંખમાં રે, હાંરે તેને જોયાનું સુખ જાયરે; અંજન વિધા રે આંજે જેની આંખમાં રે, હાંરે તેના નેત્ર નિર્મિળ થાય રે. જીરે હરિભજન પરતાપસોં, પાવન હોત પતિત; તાતેં છિન ન બિસારીયે, તરવેકી એ રીત. ભજ રે મના ૫છે. મુક્તાનંદ (નિત્યાનંદના શિષ્ય, વજેશ્વરી) ૧૫૬૩ (રાગ : પહાડી) ગુરુદેવ હમારા પ્યારા, હૈ જીવન કો આધાર. ધ્રુવ શ્રી ગુરુદેવ કી અપાર શક્તિ, જીવન કો હૈ મિલતી ર્તિ; મિટે મલ સબ મન કે પાર, હૈ જીવન કો આધાર. ગુરૂદેવ ઉનકો અપના જીવન જાનો, તન મન ધન સબ ઉનકો માનો; વો હી લગાવે પાર, હૈ જીવન કો આધાર. ગુરૂદેવ ઉનકી ખાતિર પ્રાણ તજંગે, તન મન સતી ધ્યાન ધરેંગે; તર જાયેં ભવ સારા, હૈ જીવન કો આધાર. ગુરૂદેવ શ્રી ગુરુદેવ કી મહિમા ન્યારી, જડ બુદ્ધિ ચેતન કર ડારી; દૂર કિયા ઐધિયારા, હૈ જીવન કો આધાર. ગુરૂદેવ હરિ ભજો મન હરખસોં, કીજે વિલંબ ન કાંય; | જોબનકે દિન જાત હૈ, જ્યોં તરૂવરકી છાંય. || ભજ રે મના
SR No.009145
Book TitleBhaj Re Mana Part 02
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages363
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy