________________
૨૨૧ (રાગ : ભૈરવી) મારૂ મનડું મનમોહનમાં, મને ગમતું નથી રે ભુવનમાં;
મારી પ્રીત હરિ દર્શનમાં. ધ્રુવ હરવું ફરવું રમવું જમવું, જગ વ્યવહારે નહીં અનુસરવું;
મને કાંઈ ન રુચતું જીવનમાં. મારી સગા સંબંધી સુત વિત્ત નારી, કડવાં લાગે છે સંસાર;
મને અકળામણ બંધનમાં. મારી નિદ્રામાંથી ઝબકી જાગું, ચારેકોર નીરખવા લાગું;
નવ દેખું શ્યામ સદનમાં. મારી ક્યારે ભાગ્ય ઊઘડશે મારા? ક્યારે મળશે નંદ દુલારા?
મને તાલાવેલી તનમાં. મારી દુ:ખે હૃદયનાં હળવાં કરવાં, “ગોવિંદ'ના સ્વામીને મળવા;
હું રખડું વન ઉપવનમાં. મારી
૨૨૩ (રાગ : દેશી ઢાળ) જ્ઞાન અપાર ભલે થાય, વિષય તજાય ના, વાણીમાં જ્ઞાન ઘણું થાય ,
હું પદ તો જાય ના. જ્ઞાન અપાર થાય બુદ્ધિના દેશમાં , સૂક્ષ્મ વિકાર રહે મનના પ્રદેશમાં; ભૂલાવી જ્ઞાન કેરૂ ભાન, વિષય તજાય ના, અંકુર ફૂટે તમામ.
હું પદ તો જાય ના સમજાય ખરૂ તોય ભ્રાંતો ભળાય છે, હું છું શરીર એમ કાયમ સમજાય છે; મારા તારામાં મરાય, વિષય તજાય ના, જાણપણું જાડું થતું જાય.
પદ તો જાય ના જન્મ અનંતથી ચાલ્યું એમ આવતું, ટાળવી છે ટેવ પણ મનને નથી ફવતું; જ્ઞાન બતાવો અપાર, વિષય તજાય ના, મનના ઉપર ઘણા માર,
હું પદ તો જાય ના દેહથી છે ન્યારો એમ સર્વેની જાણ છે, જ્ઞાન ઘણું થાય પણ મનમાં હોંકાણ છે; દેહભાવ દુર ન થાય, વિષય તજાય ના, તૃષ્ણાના પુરમાં તણાય.
હું પદ તો જાય ના ન્યારો છે નક્કી એમ જાયે શું થાય છે? ‘હું’ પણે જ્ઞાન અહંકાર થઈ જાય છે; મોટા બનવાનું મન થાય , વિષય તજાય ના, જાણપણે જાડો થતો જાય.
હું પદ તો જાય ના ‘ગંગાદાસ’ તો કહે મનને સમજાવજો, રહેણી કહેણી સાથે હું પદ હઠાવજો; મન અ 'મન બની જાય, વિષય રહાય ના, શુદ્ધ સ્વરૂપ થઈ જાય.
હું પદ ત્યાં હોય ના - ગંગાદાસ (ડીસા)
૨૨૨ (રાગ : ભીમપલાસ) હોડીવાલો હોડી હંકાર, મારે જાવું છે સાગરપાર. ધ્રુવ માયાના સાગરમાં સંકટના ખડકો, આવે છે. વારંવાર; નાનકડી નાવડીને સાચવજે શામળા, સાચો તું તારણહાર, મારે કામ ક્રોધ લોભરૂપી મોટા મગરમચ્છ, આડા આવે છે અપાર; હર્ષ અને શોકની ભરતી ને ઓટમાં, મારી મૂંઝવણનો નહીં પાર. મારે જીવનની સંધ્યાના રંગો બદલાય છે, દોડી આવે છે અંધકાર; કાળી કાળી વાદળી મસ્તક પર ગાજતી, વરસે છે અનરાધાર. મારે પડી જશે રાત અને જાઉં મારે વેગળું, દૂર દૂર તારો દરબાર; ‘ગોવિંદ’ના નાથ તારા હાથમાં સુકાન લે, મને તારો છે આધાર. મારેo
ધ્યાનધૂપ, મન:પુષ્પ, પંચેન્દ્રિય હુતાશનમ્ ક્ષમાજાપ સંતોષપૂજા, પૂજ્યો દેવો નિરંજન.
૧૩૦
નામ લીયો તીન સબ કીયો, સકલ શાસકો ભેદ બિના નામ નરક ગયે, પંઢ પઢ ચારો વેદ
ભજ રે મના
(૧૩૧
ગંગાદાસ