________________
ઉપાસનાનું અર્થ ઈશ્વરપ્રાપ્તિ માટેના સર્વોત્કૃષ્ટ માર્ગ એવા ભક્તિમાર્ગના સમગ્ર આકાશને વ્યાપી વળવાનો શ્રી હર્ષદભાઈ પંચાલે ‘ભજ રે મના' નામના આ બે ભાગના સંકલનનો પ્રેમપુરુષાર્થ કર્યો તે સમગ્ર ભારતીય સમાજ માટે ઉમદા કાર્ય થયું છે. એમણે પ્રથમ ભાગમાં ૧૧૦૧ અને દ્વિતીય ભાગમાં ૧૧૨૧ જેટલાં પદો સંગ્રહિતા કર્યા છે. વળી, પોતાને હસ્તગત એવી શાસ્ત્રીય સંગીત ક્લાનો યોગ્ય ઉપયોગ કરી આ પદોને અનેક રોગોમાં નિબદ્ધ કરી ભાવ સમૃદ્ધ કરવાનો સંનિષ્ઠ પ્રયત્ન કરેલ છે. જેમાં એમના હૃદયની ભક્તિનો રંગ પણ નીખરી આવ્યો છે.
છેલ્લા કેટલાક વર્ષોથી આ પ્રેમરસભર્યા ભક્તિપદોનું અમૃત આચમના કરાવનાર વિધાવિશારદ શ્રી હર્ષદભાઈના ભક્તહૃદય પાસેથી સાંપડેલો આ સંચય છે. તત્ત્વાભ્યાસની વિશેષ રૂચિને યોગ્ય દિશા આપવા તેઓએ જયપુરમાં પાંચ વર્ષ રહી, પદ્ધતિસર શાસ્ત્રાભ્યાસ કર્યો અને શાસ્ત્રી થયા. હવે, આત્મશ્રેયાર્થે ગુરૂનિશ્રામાં પ્રગતિરત છે.
અહીં સંગ્રહાયેલાં ભક્તિપદો મનની સ્થિરતાથી મોક્ષ પ્રાપ્તિના માર્ગ સુધી. લઈ જવા સક્ષમ છે, ભક્તિ સૌપ્રથમ સહજતાથી અહંકારનાશનું મહાકાર્ય કરે છે અને એ પછી દ્રષ્ટિ પરિવર્તન દ્વારા જીવન પરિવર્તન સાધે છે. જીવનનાં સ્થળ આનંદ-પ્રમોદમાં ડૂબેલી દ્રષ્ટિને ભક્તિઆરાધના ઉદ્ઘ માર્ગે વાળે છે અને સાધકનો દેહ, ચિત્ત અને આત્મા - એમ સમગ્ર અસ્તિત્વ શુભ ભાવ અને શુભ કાર્યમાં પરોવાય છે. એની સ્વાભાવિક આત્મદશા ધીરે ધીરે સ્વરૂપલીનતા પામતી જાય છે. દર્પણ સમક્ષ ઊભા રહેતાં જેમ વ્યક્તિને પોતાની મુખાકૃતિ દેખાય છે, એમ ભક્તિભાવમાં લીન બનીને ગાનારને એના મન:ચક્ષુ સમક્ષ સ્વયં ભગવાન દ્રષ્ટિગોચર થાય છે.
ભક્તિનું ગાન કરતાં જ ભક્તહૃદયને આપોઆપ કેટલીક પ્રાપ્તિ થતી હોય છે. એને આત્મઓળખ, આત્મસુધારણા, આત્મવિશ્લેષણથી માંડીને છેક આત્મસાક્ષાત્કાર સુધીનો પંથ પ્રાપ્ત થાય છે. પરમાત્માના ગુણોની ઓળખ એના
જીવનમાં આચારની સુગંધ અને ચારિત્ર્યની શુદ્ધતા આણે છે. જેમ શ્રીકૃષ્ણની વાંસળીના નાદે ગોપીઓ સઘળું ભૂલીને, એમાં ઘેલી થઈને ડૂબી જતી હતી, તે જ રીતે ભક્તિના રસપાન સમયે વ્યક્તિનો આત્મા મોહ-નિંદ્રામાંથી જાગૃત થઈને આસપાસનું સઘળું ભૂલી જઈને મસ્તીમાં ડોલવા લાગે છે અને પછી પ્રભુ પ્રત્યક્ષ હોય કે ન હોય, પણ એને જીવનની પ્રત્યેક ક્ષણે વાંસળીના ભક્તિસૂર સંભળાતા રહે છે, આવો અનુભવ સૌ અધ્યાત્મ-ભક્તિ રસિકોને થશે જ.
વિશેષ તો આ પ્રકાશન માટે કુકમા સ્થિત શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમના પ્રણેતા પૂજ્ય સાહેબશ્રી ગાંગજીભાઈ મોતા ( શ્રીજી પ્રભુ) અને કોબા સ્થિત શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્રના અધિષ્ઠાતા એવા પૂજ્યશ્રી આત્માનંદજી સાહેબના વિશેષ આશીર્વાદ સાંપડ્યા છે.
આ પધસંગ્રહમાં આવતાં પદોના રચયિતાઓનો એમણે વિશેષ પરિચય આપ્યો છે, તેમજ કેટલીક એવી રચનાઓ પણ સમાવિષ્ટ કરી છે, જે સામાન્ય રીતે સાધકને મેળવવી મુશ્કેલ બનતી હોય છે, શ્રી હર્ષદભાઈએ આ કાર્ય પાછળ લીધેલી અથાગ જહેમત એ પણ એમની પ્રભુ ઉપાસનાનું એક અર્થ છે.
- પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ
ભજ રે મના
ભજરે મના