________________
૯૨૩ (રાગ : ગઝલ)
અનલહકની ખુમારીમાં, નથી આ દેહ કે દુનિયા; અનંતાત્માની યારીમાં, નથી આ દેહ કે દુનિયા. ધ્રુવ જિગરના તારને જોડી, ફિકરના કોટ મેં તોડ્યા;
અલખની એ અટારીમાં, નથી આ દેહ કે દુનિયા. અનલહકક નથી ત્યાં હું, નથી ત્યાં તું, નથી ત્યાં વર્ણના વાડા; કીરોની બિમારીમાં, નથી આ દેહ કે દુનિયા. અનલહકક નથી સ્વામી, નથી સેવક, નથી ત્યાં મોહ કે માયા; પરમપદની પથારીમાં, નથી આ દેહ કે દુનિયા. અનલહકક ગણીને આત્મરૂપ સૌને, ભીતરને ઠાલવે ‘શંકર'; પ્રણયની એ પટારીમાં, નથી આ દેહ કે દુનિયા. અનલહકક
૯૨૪ (રાગ : સોરઠ ચલતી)
અનહદ વાજાં વાગે ગગનમાં, જાગે કોઈ જાગનહારા,
મનને મારી, તનને ઠારી, નાચે કોઈ નાચનહારા. ધ્રુવ
દેહ ગેહમાં મોહ ન જેને, ખેલ જે ખાંડાધારે; અમૃત પીને અમર બને એ, સફ્ળ કરે છે જન્મારા. અનહદ જે જાગ્યા તે જીવ્યા જગમાં, બીજા સર્વ મૂઆ જાણો; ભવસાગરમાં નાવ ઝુકાવી, તરતા કોઈ તારણહારા. અનહદ જેણે જાણ્યું તેણે માણ્યું, એમાં વહેમ નહીં કાંઈ; માથાં મેલે એ રસ માણે, દાઝે સહુ દેખનહારા. અનહદ સદ્ગુરુદેવે દયા કરીને, ‘શંકર'ને નિજ સ્થાન દીધું; અજર અમર અવિનાશી આતમ, અડે ન એને સંસારા. અનહદ
ભજ રે મના
જ્ઞાની જ્ઞાતા બહુ મિલે, પંડિત કવિ અનેક રામ રતા ઇન્દ્રિય જીતા, કોટિક માંહી એક
૫૬૮
૯૨૫ (રાગ : ગઝલ)
અમારા ને તમારામાં, બધામાં નૂર સરખું છે; ખબર કરતાં ખબર પડશે, બધામાં નૂર સરખું છે. ધ્રુવ
અરે ! અજ્ઞાનના પડદા, નડે છે આખી આલમને; પડળ ચીરી જુઓ જડશે, બધામાં નૂર સરખું છે. ખબર નથી જોયું ભીતર ખોલી, તહીં સુધી ભટકવાનું;
શૂરા વિણ કો શિખર ચઢશે ? બધામાં નૂર સરખું છે. ખબર જણાયે તે બધું જૂઠું, સનાતન સત્ય આત્મા છે; ખલક છે ખાખનો ઢગલો, બધામાં નૂર સરખું છે. ખબર ભરેલો તે ન છલકાયે, અધૂરો બહાર ઉભરાયે; કહે ‘શંકર' ન થા બગલો, બધામાં નૂર સરખું છે. ખબર
૯૨૬ (રાગ : ગઝલ)
અમીરસનાં પીપો ઢોળી, જગાડો સારી આલમને,
કરી હું પદ તણી હોળી, જગાડો સારી આલમને. ધ્રુવ તજીને લોકની પ્રીતિ, તજીને મૃત્યુની ભીતિ; રિપુને રંગમાં રોળી, જગાડો સારી આલમને. અમી૦ પીએ એને પિવાર્તા આ, જમે એને જમાડો આ; શિવોહં રસ સદા ઘોળી, જગાડો સારી આલમને. અમી૦ ભલે જાગે ન જાગે કો, ભલે માર્ગે ન માગે કો; ગુરુજીનાં વચન તોળી, જગાડો સારી આલમને. અમી૦ ગગનના ગોખમાં બેસી, ગઝલ લલકારતો ‘શંકર’; હૃદય માંહી હૃદય બોળી, જગાડો સારી આલમને. અમી
તારા મંડલ બૈઠકર, ચંદ્ર બડાઈ પાય ઉદય ભયા જબ સૂર્યકા, સબ તારા છુપ જાય.
ЧАС
શંકર મહારાજ