SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ થઈ દૃષ્ટા જગત જોવું, નહિ રૂપ નામમાં હોવું; નહિ પર દ્રવ્યને છોવું, નહિ નિજત્ત્વને ખોવું. અનુભવી પડે માથે સહન કરવું, કર્યા કર્મો કરજ ભરવું, સુપુખ્ખામાં જઈ કરવું, અભય અદ્વૈત પદ વસવું. અનુભવી સદા સત્સંગને સેવી, અમર રસ લ્હાણ લઈ લેવી; બીજી વાતો તજી દેવી, પ્રભુ વાર્તા મુખે કહેવી. અનુભવી નહિ લૌકિકમાં પડવું, નહિ ચળવું ન ઉછળવું; ગયા ગૂજર્ચાનું નહિ રડવું, નિરંતર આત્મધન રળવું. અનુભવી નહિ વૃત્તિ જ્ઞાનમાં જાવું, સ્વરૂપ જ્ઞાને જ રંગાવું, ‘વલ્લભ’ ત્રિગુણ પર થાવું, પરમ રૂપમાં શમી જાવું. અનુભવી વલ્લભ (ઈ.સ. ૧૭૦૦) વલ્લભનો જન્મ અમદાવાદમાં વિ.સં. ૧૭૫૬માં મેવાડા બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. તેમના પદોમાં પ્રેમભક્તિ અને વિરહ ઝળકે છે. ૯૧૬ ૯૧૭ ૯૧૮ ૯૧૯ ૯૨૦ જોગિયા ગઝલ માલકૌંસા કાલિંગડા ગઝલ અનુભવી એક્લા વસવું પ્રભુ ! એવી દયા કર તું પ્રેમનું પાન કરાવો હરિવર રામ રાખે તેમ રેંવું અરે મન હૃદયના દીવડે બળતી તમારા ૯૧૭ (રાગ : ગઝલ) પ્રભુ ! એવી દયા કર તું, વિષય ને વાસના છુટે; ત્રિધા તાપો સહિત માયા, જરાયે ના મને જુટે. ધ્રુવ પરાયા દોષ જોવાની, ન થાઓ વૃત્તિ કે ઈચ્છા; સૂતાં કે જાગતાં મનમાં , મલિન વિચાર ના ઉઠે. પ્રભુ રહે નહિ વસ્તુની મમતા, બધામાં હો સદા સમતા; રહે નહિ દંભ દિલડામાં, ત્રિગુણની શૃંખલા તૂટે. પ્રભુત્વ સદાયે ભાવના તારી, નિરંતર ભાન હો તારૂં; રહું એકતાર તારામાં, નહિ બીજું કુરણ ફૂટે. પ્રભુત્વ વૃત્તિ ને ઇંદ્રિયો મારી, રહો તલ્લીન તારામાં; પ્રભુ “વલ્લભ’ રહી શરણે, અલૌકિક ભક્તિ રસ લૂટે. પ્રભુ ૯૧૬ (રાગ : જોગિયા) અનુભવી એકલા વસવું, બહિર વૃત્તિ થકી ખસવું; નહિ ભમવું નહિ ફ્લવું, નિજાનંદે રહીં હસવું. ધ્રુવ બધે સમ શાંત થઈ રેવું, નહિ કંઈ કોઇને કેવું; નહિ લેવું નહિ દેવું, અખંડાનંદમાં વ્હેવું. અનુભવીe સબૈ રસાયણ મેં કિયા, હરિસા ઔર ન કોય. || તિલ એક ઘટમેં સંચરે, સબ તન કંચન હોય || ભજ રે મના (૫૬૦ પઢ ગુનકર ‘પાઠક' ભયે, સમજાયા સંસાર આપન તો સમજે નહીં, વૃથા ગયા અવતાર (૫૬૧) વલ્લભ
SR No.009144
Book TitleBhaj Re Mana Part 01
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages381
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy