________________
ભાવનાબોઘ-બાર ભાવના
ચારિત્રપરિણામે ભંગ થયો. પુંડરિકિણી મહા નગરીની અશોકવાડીમાં આવીને
એણે ઓઘો મુખપટી વૃક્ષે વળગાડી મૂક્યાં. નિરંતર તે પરિચિંતવન કરવા મંડ્યો કે પુંડરિક મને રાજ આપશે કે નહીં આપે? વનરક્ષકે કુંડરિકને ઓળખ્યો. તેણે જઈને પુંડરિકને વિદિત કર્યું કે, આકુળવ્યાકુલ થતો તમારો ભાઈ અશોક બાગમાં રહ્યો છે. પુંડરિકે આવી કુંડરિકનાં મનોભાવ જોયા; અને તેને ચારિત્રથી ડોલતો જોઈ કેટલોક ઉપદેશ આપી પછી રાજ સોંપી દઈને ઘેર આવ્યો. કુંડરિકની આજ્ઞાને સામંત કે મંત્રી કોઈ અવલંબન ન કરતાં, તે સહસ્ત્ર વર્ષ પ્રવ્રયા પાળી પતિત થયો તે માટે તેને ધિક્કારતા હતા. કુંડરિકે રાજ્યમાં આવ્યા પછી અતિ આહાર કર્યો. રાત્રિએ એથી કરીને તે બહુ પીડાયો અને વમન થયું; અભાવથી પાસે કોઈ આવ્યું નહીં, એથી તેના મનમાં પ્રચંડભાવ આવ્યો. તેણે નિશ્ચય કર્યો કે, આ દરદથી મને જો શાંતિ થાય તો પછી પ્રભાતે એ સઘળાને હું જોઈ લઈશ. એવાં મહા દુર્ગાનથી મરીને સાતમી નરકે તે અપયઠાંણ પાથર્ડ તેત્રીશ સાગરોપમને આયુષ્ય અનંત દુઃખમાં જઈ ઊપજ્યો. કેવાં વિપરીત આસ્રવદાર !!
ઇતિ સપ્તમ ચિત્રે આસ્રવભાવના સમાપ્ત.
અષ્ટમ ચિત્ર
સંવરભાવના સંવરભાવના :- ઉપર કહ્યાં તે આસ્રવાર અને પાપ-પ્રનાલને સર્વ પ્રકારે રોકવા (આવતા કર્મસમૂહને અટકાવવા) તે સંવરભાવ.
પુંડરિક
દ્રષ્ટાંત :- (૧) (કુંડરિકનો અનુસબંઘ) કુંડરિકના મુખપટી ઇત્યાદિ સાજને ગ્રહણ કરીને પુંડરિકે નિશ્ચય કર્યો કે, મારે મહર્ષિ ગુરુ કને જવું અને ત્યાર પછી જ અન્નજળ ગ્રહણ કરવાં. અણવાણે ચરણે પરવરતાં પગમાં કંકર, કંટક ખૂંચવાથી લોહીની ઘારાઓ ચાલી તોપણ તે ઉત્તમ ધ્યાને સમતા ભાવે રહ્યો. એથી એ મહાનુભાવ પુંડરિક ચ્યવીને સમર્થ સર્વાર્થસિદ્ધ વિમાને તેત્રીશ સાગરોપમના અત્યગ્ર આયુષ્ય દેવરૂપે ઊપજ્યો. આસ્રવથી શી કુંડરિકની દુઃખદશા! અને સંવરથી શી પુંડરિકની સુખદશા!!!
વજસ્વામી દ્રષ્ટાંત :- (૨) શ્રી વજસ્વામી કેવળ કંચનકામિનીના દ્રવ્યભાવથી પરિત્યાગી હતા. એક શ્રીમંતની રુક્મિણી નામની મનોહારિણી પુત્રી વજસ્વામીના ઉત્તમ ઉપદેશને શ્રવણ કરીને મોહિત થઈ. ઘેર આવી માતાપિતાને કહ્યું કે, જો હું આ દેહે પતિ કરું તો માત્ર વજસ્વામીને જ કરું, અન્યની સાથે સંલગ્ન થવાની ભારે પ્રતિજ્ઞા છે. રુક્મિણીને તેનાં માતાપિતાએ ઘણુંયે કહ્યું, “ઘેલી! વિચાર તો ખરી કે, મુનિરાજ તે વળી પરણે? એણે તો આસ્રવહારની સત્ય પ્રતિજ્ઞા ગ્રહણ કરી
૩૦