________________
jainology II
આગમસાર
(૧૯) ઉત્પત્તિ સૂક્ષ્મ પૃથ્વીકાયમાં તિર્યંચ અને મનુષ્ય બે ગતિના જીવો આવે તથા બાદર પૃથ્વીકાયમાં તિર્યંચ, મનુષ્ય અને દેવ તે ત્રણ ગતિના જીવો ઉત્પન્ન થાય છે. (૨૦) સ્થિતિ– સૂક્ષ્મમાં જઘન્ય–ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની અને બાદરમાં જઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ બાવીસ હજાર વર્ષની. (૨૧) મરણ– સમોહિયા, અસમોહિયા બંને પ્રકારના મરણ. (૨૨) ગતિ– તિર્યંચ અને મનુષ્યની તિર્યંચમાં એકેન્દ્રિયથી પંચેન્દ્રિયમાં જાય. (૨) અષ્કાય- (૧) સંસ્થાન– પાણીના પરપોટા જેવું (૨) સ્થિતિ–બાદર અપકાયની ઉત્કૃષ્ટ સાત હજાર વર્ષની. શેષ વર્ણન પૃથ્વીકાય વતું. (૩) વનસ્પતિકાય- તેના સૂક્ષ્મ સાધારણ અને પ્રત્યેક એમ ત્રણ પ્રકાર છે. પ્રત્યેક વનસ્પતિના બાર ભેદ છે– ૧. વૃક્ષ ૨. ગુચ્છ ૩. ગુલ્મ ૪. લતા ૫. વેલ ૬. પર્વક ૭. તૃણ ૮. વલય ૯. હરિત ૧૦. ધાન્ય ૧૧. જલજ ૧૨. કુહણ. અવગાહના– ઉત્કૃષ્ટ– ૧૦00 યોજન સાધિક. સંસ્થાન– વિવિધ પ્રકારના સ્થિતિ– ઉત્કૃષ્ટ ૧૦,૦૦૦ વર્ષની. શેષ વર્ણન પૃથ્વીકાયવત્ જાણવું. (૪) તેઉકાય- સૂક્ષ્મ–બાદર બંનેનું સંસ્થાન સોયના ભારા જેવું, ઉપપાત–બે ગતિમાંથી આવે તિર્યંચ તથા મનુષ્ય, ગતિ- એક તિર્યંચની છે. વેશ્યા- પ્રથમની ત્રણ, સ્થિતિ–ઉત્કૃષ્ટ ત્રણ અહોરાત્રીની. શેષ વર્ણન પૃથ્વીકાયવતું. (૫) વાયુકાય- સૂક્ષ્મબાદર બંને ભેદોમાં સંસ્થાન ધ્વજા પતાકા જેવું, બાદર વાયુકામાં શરીર ચાર છે. સમુદ્યાત– ચાર પ્રથમ, સ્થિતિ– ઉત્કૃષ્ટ ૩૦૦૦ વર્ષની, શેષ વર્ણન તેઉકાયવતું.
ત્રસ– હલનચલન કરી શકે તેવા જીવો. તેના મુખ્ય ચાર ભેદ છે. બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય. () બેઇન્દ્રિય- (૧) શરીર– ત્રણ (૨) અવગાહના– ઉત્કૃષ્ટ ૧૨ યોજન (૩) સંઘયણ– એક છેવટે (૪) સંસ્થાન– હુંડ (પ) કષાય-ચાર (૬) સંજ્ઞા-ચાર (૭) લેશ્યા–ત્રણ (૮) ઇન્દ્રિય- બે (૯) સમુદ્યાત-ત્રણ (૧૦) સંજ્ઞી- અસંજ્ઞી છે. (૧૧) વેદ– નપુંસક વેદ (૧૨) પર્યાપ્તિ– પાંચ (૧૩) દષ્ટિ– બે (૧૪) દર્શન– એક (૧૫) જ્ઞાન– બે જ્ઞાન, બે અજ્ઞાન (૧૬) યોગ- બે (૧૭) ઉપયોગ- બે (૧૮) આહાર- છ દિશામાંથી, ૨૮૮ બોલનો પૂર્વવત્ (૧૯) ઉત્પત્તિ– મનુષ્ય તથા તિર્યંચ બે ગતિના આવે (૨૦) સ્થિતિ- ઉત્કૃષ્ટ ૧૨ વર્ષ (૨૧) મરણ બંને પ્રકારના (૨૨) ગતિ- મનુષ્ય અને તિર્યંચમાં જાય. (૭) તે ઇન્દ્રિય અવગાહના ત્રણ ગાઉ, ઇન્દ્રિય-ત્રણ, સ્થિતિ- ૪૯ અહોરાત્રિની, શેષ વર્ણન બેઇન્દ્રિયવત. (૮) ચૌરેન્દ્રિય- અવગાહના- ચાર ગાઉ, ઇન્દ્રિય-૪, દર્શન- બે, ચક્ષુ અને અચકું, સ્થિતિ- ઉત્કૃષ્ટ છ માસ, શેષ વર્ણન બેઇન્દ્રિયવતુ.
પંચેન્દ્રિય ના ચાર ભેદ છે– નારકી, તિર્યચ, મનુષ્ય, દેવ. (૯) નારકી– (૧) શરીર– ત્રણ; વૈક્રિય, તેજસ, કાર્મણ (૨) અવગાહના– જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની, ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષ્ય. ઉત્તર વૈક્રિય કરે તો જઘન્ય અંગુલનો સંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટ ૧૦૦૦ ધનુષ્ય (૩) સંઘયણ– નથી (૪) સંસ્થાન- હૂંડ (૫) કષાય- ચાર (૬) સંજ્ઞા- ચાર (૭) લેશ્યા- ત્રણ (૮) ઇન્દ્રિય– પાંચ (૯) સમુદ્યાત– પ્રથમના ચાર (૧૦) સંજ્ઞી– અસંજ્ઞી. (અલ્પ સમય રહે) તેથી બંને (૧૧) વેદ- નપુંસક વેદ (૧૨) પર્યાપ્તિ- છ (૧૩) દષ્ટિ– ત્રણ (૧૪) દર્શન- ત્રણ (૧૫) જ્ઞાન૩ જ્ઞાન, ૩ અજ્ઞાન (૧૬) યોગ- ત્રણ (૧૭) ઉપયોગ– બે (૧૮) આહાર- ૨૮૮ ભેદ પૂર્વવત્ (૧૯) ઉત્પત્તિ- મનુષ્ય અને તિર્યંચ બે ગતિના (૨૦) સ્થિતિ જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમ (૨૧) મરણ– બંને પ્રકારના (૨૨) ગતિ– બે, ગર્ભજ મનુષ્યમાં અને તિર્યંચ સંશિ પંચેન્દ્રિયમાં.
(૧૦) અસંશી તિર્યંચ પંચેન્દ્રિય – તેના પાંચ પ્રકાર(૧) જલચર (૨) સ્થલચર (૩) ખેચર (૪) ઉરપરિ સર્પ (૫) ભુજપરિ સર્પ
(૨) અવગાહના- જલચરની ઉત્કૃષ્ટ ૧૦૦૦ યોજન, સ્થલચરની અનેક ગાઉ, ખેચરની અનેક ધનુષ્ય, ઉરપરિ સર્પની અનેક યોજન, ભુજપરિસર્પ અનેક ધનુષ્ય (૮) ઇન્દ્રિય- પાંચ (૨૦) ઉત્કૃષ્ટ સ્થિતિ- જલચરની એક ક્રોડપૂર્વ, સ્થલચરની ૮૪,૦૦૦ વર્ષ, ખેચર ૭૨૦૦૦ વર્ષ, ઉરપરિ સર્પ પ૩,000 વર્ષ, ભુજપરિ સર્પ ૪૨,000 વર્ષ (૨૨) ગતિ- પ્રથમ નરક, બધા તિર્યચ, અકર્મભૂમિ છોડીને શેષ સર્વ મનુષ્ય અને ભવનપતિ તથા વાણવ્યંતરમાં જાય છે. શેષ વર્ણન ચૌરેન્દ્રિયવતું. (૧૧) સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય :- (૧) જલચર આદિ પાંચ ભેદ છે– (૧) શરીર- ચાર (૨) અવગાહના–ઉત્કૃષ્ટ જલચરની ૧૦00 યોજન, સ્થલચરની છ ગાઉ, ખેચરની અનેક ધનુષ્ય, ઉરપરિસર્પ- ૧000 યોજન, ભુજપરિ સર્પ- અનેકગાઉ (૩) સંઘયણ– ૭ (૪) સંસ્થાન- છ (૫) કષાય- ચાર (૬) સંજ્ઞા- ચાર (૭) લેશ્યા- છ (૮) ઇન્દ્રિય- પાંચ (૯) સમુદ્યાત– પાંચ પ્રથમના (૧૦) સંજ્ઞી- એક સંજ્ઞી છે (૧૧) વેદ-ત્રણ (૧૨) પર્યાપ્તિ– છ (૧૩) દષ્ટિ ત્રણ (૧૪) દર્શન– ત્રણ (૧૫) જ્ઞાન૩ જ્ઞાન, ૩ અજ્ઞાન (૧૬) યોગ– ત્રણ (૧૭) ઉપયોગ- બે (૧૮) આહાર– છ દિશામાંથી, ૨૮૮ બોલનો પૂર્વવત્ (૧૯) ઉત્પત્તિ- ચારે ગતિમાંથી આવે (ર) સ્થિતિ- જલચરની કોડપર્વની, સ્થલચરની ત્રણ પલ્યોપમની, ખેચરની પલ્યોપમના અસંખ્યાતમા ભાગની, ઉરપરિસર્પ- ક્રોડપૂર્વ, ભુજપરિસર્પ ક્રોડપૂર્વક આ ઉત્કૃષ્ટ સ્થિતિ છે (ર૧) મરણ બંને (૨૨) ગતિ– ચારે ગતિમાં જાય. દેવમાં– આઠ દેવલોક સુધી જાય. નરકમાં– ભુજપરિસર્પ બે નરક સુધી, ખેચર ત્રણ નરક સુધી, સ્થલચર ચાર નરક સુધી, ઉરપરિ સર્પ પાંચ નરક સુધી, જલચર સાત નરક સુધી, જલચર તિર્યંચાણી અને મનુષ્યાણી છ નરક સુધી. (૧૨) અસંજ્ઞી મનુષ્ય– (૪) સંસ્થાન- હૂંડ, (૮) ઇન્દ્રિય- પાંચ (૧૨) પર્યાપ્તિ- દેશોન ચાર(ચોથી અપૂર્ણ) (૧૪) દર્શન- બે (૧૮) આહાર– નિયમા છ દિશામાંથી ૨૮૮ બોલનો પૂર્વવત્ (૧૯) ઉત્પત્તિ- તેઉવાયુને છોડીને તિર્યંચ તથા મનુષ્યમાંથી. શેષ વર્ણન સૂક્ષ્મપૃથ્વીકાયવતું.