________________
આગમસાર- ઉતરાર્ધ
(૫) નિયમા થવાવાળા સમુદ્યાતો 10000 આદિ સંખ્યાતા વર્ષની ઉમરવાળા નારકી–દેવતાને જઘન્ય સંખ્યાત વાર થાય છે અને અસંખ્યાત વર્ષની ઉંમરવાળાને જઘન્ય અસંખ્ય વાર થાય છે. માટે જ્યોતિષી–વૈમાનિકમાં પરસ્થાનની અપેક્ષા કષાય સમુદ્યાત જઘન્ય અસંખ્ય કહેલ છે અને ભવનપતિ આદિમાં જઘન્ય સંખ્યાત કહેલ છે. અલ્પબદુત્વ:(૧) નારકીમાં – ૧. સૌથી થોડા મરણ સમુઘાત, ૨. વૈક્રિય અસંખ્યાતગણા, ૩. કષાય સંખ્યાલગણા, ૪. વેદના સંખ્યાતગણા, ૫. અસમોહિયા સંખ્યાતગણા.(અસમોહિયા એટલે સમુદધાત વગરના) (૨) દેવોના ૧૩ દંડકમાં – ૧. સૌથી થોડા તૈજસ સમુઘાત, ૨. મરણ સમુદ્યાત અસંખ્યાતગણા, ૩. વેદના અસંખ્યાતગણા, ૪. કષાય સંખ્યાતગણા, ૫. વીક્રય સંખ્યાતગણા, ૬ અસમોહિયા અસંખ્યગણા (૩) ચાર સ્થાવર :- ૧. મરણ સમુદ્યાત સૌથી થોડા, ૨. કષાય સમુદ્યાત સંખ્યાતગણા, ૩. વેદના સમુદ્યાત વિશેષાધિક ૪. અસમોહિયા અસંખ્યાતગણા. (૪) વાયુકાય:- ૧. સૌથી થોડા વૈક્રિય સમુદ્યાત, ૨. મરણ સમુદ્યાત અસંખ્યાતગણા, ૩. કષાય સમુદ્યાત સંખ્યાતગણા, ૪. વેદના સમુદ્યાત વિશેષાધિક, ૫. અસમોહિયા અસંખ્યાતગણા. (૫) વિકસેન્દ્રિય :- ૧. સૌથી થોડા મરણ સમુદ્યાતવાળા, ૨. વેદના સમુઘાત અસંખ્યાતગણા, ૩. કષાય સમુદ્યાત અસંખ્યાતગણા, ૪. અસમોહિયા સંખ્યાતગણા. (૬) તિર્યંચ પંચેન્દ્રિય – ૧. સૌથી થોડા તેજસ સમુઘાત, ૨. વૈક્રિય સમુદ્યાત અસંખ્યાતગણા, ૩. મરણ સમુદ્યાત અસંખ્યાતગણ ૪. વેદના સમદુઘાત અસંખ્યાતગણા, ૫. કષાય સમદુઘાત સંખ્યાલગણા, ૬. અસમોહિયા સંખ્યાત ગણા. (૭) મનુષ્ય:- ૧. બધાથી થોડા આહારક સમુઘાત, ૨. કેવલી સમુદ્યાત સંખ્યાતગણા, ૩. તૈજસ સમુદ્યાત સંખ્યાતગણા, ૪. વૈક્રિય સમુદ્યાત સંખ્યાતગણા, ૫. મરણ સમુદ્યાત અસંખ્યાતગણા, ૬. વેદના સમુદ્યાત અસંખ્યાતગણા, ૭. કષાય સમુદ્યાત સંખ્યાતગણા, ૮અસમોહિયા અસંખ્યાત ગણા.(સમુઠ્ઠીમ મનુષ્યને પણ સાથે ગણતા). (૮) સમુચ્ચય જીવ :- ૧. બધાથી થોડા આહારક સમુઠ્ઠાત, ૨. કેવલી સમુદ્યાત સંખ્યાતગણા, ૩. તૈજસ સમુઘાત અસંખ્યાતગણા, ૪. વૈક્રિય સમુદ્યાત અસંખ્યાતગણા, ૫. મરણ સમુદ્યાત અનંતગુણા, ૬. કષાય સમુદ્યાત અસંખ્યાતગણા, ૭. વેદના સમુદ્યાત વિશેષાધિક, ૮. અસમોહિયા અસંખ્યાતગણી.
કષાય સમુદ્યાત કષાય ચાર છે. તેના સમુદ્યાત પણ ચાર છે અર્થાત, ક્રોધ, માન, માયા અને લોભ ચારેના અલગ-અલગ સમુદ્યાત હોય છે. ૨૪ દંડકમાં ચારેય સમુદ્યાત હોય છે. ૧. ૨૪ દંડકના પ્રત્યેક જીવે બધા દંડકમાં ચારે સમુદ્યાત ભૂતકાળમાં અનંત કરેલ છે અને ભવિષ્યકાલમાં જઘન્ય o/૧-૨-૩, ઉત્કૃષ્ટ અનંત કરશે. ૨. પ્રત્યેક દંડકના બધા જીવોએ બધા દંડકમાં ચારે સમુદ્યાત ભૂતકાળમાં અનંત કરેલ છે અને ભવિષ્ય કાળમાં અનંત કરશે. ૩. એક એક જીવના ક્રોધ સમુદ્યાતનું કથન બધા દંડકોમાં વેદના સમુઘાતની સમાન છે. માન-માયા સમુદ્યાતનું સંપૂર્ણ કથન મરણ સમુદ્યાતની સમાન છે. લોભ સમુદ્યાતનું વર્ણન કષાય સમુદ્યાતની સમાન ૨૩ દંડકમાં છે. પરંતુ નરકમાં ભવિષ્યમાં જઘન્ય o/૧-૨-૩ ઉત્કૃષ્ટ અનંત. ૪. પ્રત્યેક દંડકના બધા જીવોએ બધા દંડકમાં ચારે ય કષાય સમુઘાત અનંત કરેલ છે અને અનંત કરશે. કષાય સમુદ્યાતોનું અલ્પબદુત્વઃ(૧) નારકી – સૌથી થોડા લોભ સમુદ્યાત, પછી માન, માયા, ક્રોધ, ક્રમથી સંખ્યાતગણા છે, તેનાથી અસમોહિયા સંખ્યાતગણા છે. (૨) દેવતા:- સૌથી થોડા ક્રોધ સમુઘાત, પછી માન, માયા, લોભ અને અસમોહિયા ક્રમથી સંખ્યાતગણા. (૩) તિર્યંચ - સૌથી થોડા માન સમુઠ્ઠાત પછી ક્રોધ, માયા અને લોભ ક્રમથી વિશેષાધિક, અસમોહિયા સંખ્યાલગણા. (૪) મનુષ્ય – ૧. સૌથી થોડા અકષાય સમુઘાત (એટલે કેવલી સમુઘાત), ૨. તેનાથી માન સમુદ્યાત અસંખ્યગુણા, ૩–૫. ક્રોધ, માયા, લોભ ક્રમથી વિશેષાધિક, ૬. અસમોહિયા સંખ્યાતગણા. (૫) સમુચ્ચય જીવ – મનુષ્યની સમાન છે વિશેષતા એ છે કે માન સમુદ્યાત અનંતગણા છે.
છાઘસ્થિક સમુદ્યાત કેવલી સમુદ્યાત સિવાય બાકી છ એ સમુદ્યાત છઘDોને હોય છે, કેવળીને હોતા નથી. તેથી છાઘસ્થિક સમુદ્યાત છ છે. ચોવીસ દંડકમાં છાઘસ્થિક સમુદ્યાતો પૂર્વે કહેલ સાત સમુઘાતોની સમાન સમજવા. મનુષ્યમાં સાતને સ્થાને સમજવા. અલ્પબદુત્વની તુલના તેમજ જ્ઞાતવ્ય :-૧. નારકી તેમજ એકેન્દ્રિયમાં વેદના સમુદ્યાતવાળા ઘણાં છે. કષાય સમુદ્યાત વાળા ઓછા છે. બાકી બધામાં વેદનાવાળા ઓછા છે, કષાયવાળા વધારે છે અર્થાત્ વિકલેન્દ્રિય આદિમાં જીવ દુઃખની અપેક્ષા કષાયોમાં વધારે રહે છે. ચાર કષાયોમાંથી પણ ત્રણ ગતિમાં લોભ સમુદ્યાત વધારે કહેલ છે. ફક્ત નારકીમાં ક્રોધ સમુદ્યાત વધારે છે.
મૌખિક પરંપરામાં આ પ્રકારે કહેવાય છે. ૧ નારકીમાં ક્રોધ વધારે, ૨ મનુષ્યમાં માન વધારે, ૩ તિર્યંચમાં માયા વધારે, ૪ દેવમાં લોભ વધારે, તે કથનની સંગતિ આ અલ્પબદુત્વથી બરાબર થતી નથી, સંજ્ઞા પદથી તેની સંગતિ થઈ જાય છે. તાત્પર્ય એ થાય કે મનુષ્યમાં માન સ્વભાવ(સંજ્ઞા) આદિ વધારે હોય તો પણ સમુદ્યાત લોભની વધી જાય છે.