________________
આગમચાર– ઉતરાર્ધ
આથી પ્રત્યક્ષ અનુભવનુસાર પણ શ્વાસનું મંદ હોવું સહજ સમજમાં આવી શકે છે. પરંતુ થોડા થોડા સમય માટે આહારેચ્છાની સમાન રોકાઈ જવું, થોભી જવું અથવા વિલંબિત થવું, અંતર પડવું, એ સહજ સમજમાં આવી શકતું નથી. | (સમવાયાંગ ટીકામાં એવં પ્રજ્ઞાપના ટીકામાં શ્વાસોશ્વાસના આ કાલમાનને અંતર યા વિરહ કહેવાયું છે. જેનો આશય એ છે કે ૭ લવ, ૧ પક્ષ કે ૩૩ પક્ષ સુધી દેવ શ્વાસ ક્રિયા વગરના રહે છે. આટલો સમય વિતાવ્યા પછી શ્વાસોશ્વાસ લે છે પછી ૩૩ પક્ષ સમય સુધી રોકાઈ જાય છે. આગમ પ્રકાશન સમિતિ બાવર પ્રકાશિત વિવેચન યુક્ત પ્રજ્ઞાપના સૂત્રમાં પણ ટીકાનું અનુસરણ કરતા અર્થ વિવેચન કરાયું છે. એ રીતે શ્વાસ ક્રિયાને આભોગ આહાર ક્રિયાની સમાન પદ્ધતિરૂપે સ્વીકાર કરાયો છે.) આપણે દેવોનો તો કોઈ પણ અનુભવ કરી શકતા નથી. પરંતુ પૃથ્વી તળ પર રહેલા તિર્યચ-મનુષ્યોનો અનુભવ કરી શકાય છે અને તે અનુભવથી તો નિઃસંકોચ કહી શકાય છે કે શ્વાસ ક્રિયા આભોગ આહાર ક્રિયાની સમાન અંતરની પદ્ધતિવાળી થઈ શકતી નથી.
આ વ્યવહાર અનુભવ દષ્ટિથી એવં આગમ આશયની ઉપરોક્ત અપેક્ષાએ દેવગણોની એક શ્વાસોશ્વાસની ક્રિયા ૭ થવા, મુહૂર્ત, પક્ષ આદિ સમયમાં પૂર્ણ થાય છે. એટલી શાંત મંદ મંદતમ ગતિથી દેવ શ્વાસ લે છે અને છોડે છે. નારકી જીવ શીધ્ર શીવ્રતમ ગતિથી શ્વાસ લે છે તથા છોડે છે. મનુષ્ય-તિર્યંચ મધ્યમ ગતિ યા વિમાત્રા એ(કયારેક મંદગતિએ તો કયારેક તીવ્ર ગતિએ) શ્વાસ લે છે અને છોડે છે પરંતુ કોઈ પણ જીવ આહારની સમાન થોડા-થોડા સમયના અંતરે શ્વાસ ક્રિયા કરતું નથી.
સંક્ષેપમાં- શ્વાસોશ્વાસની સંપૂર્ણ પ્રક્રિયા એટલે શ્વાસ લેવો, રોકવો ને છોડવો ત્રણેય મળીને જ શ્વાસોશ્વાસ છે, તેમાં જે કાલમાન થાય છે તે જ અહીં સૂત્રમાં કહેવાયું છે. તેમ સમજવું. પરંતુ ઉશ્વાસ કે નિશ્વાસ આદિને જુદા પાડીને ચક્કરમાં પડવું નહીં. (તત્વ કેવલી ગમ્ય).
આઠમું : સંજ્ઞા પદ કમના ક્ષયોપશમ કે ઉદય સાથે ઉત્પન્ન આહાર આદિની અભિલાષા, રુચિ કે મનોવૃત્તિને સંજ્ઞા કહે છે. એનાથી થયેલ કાયિક માનસિક ચેષ્ટાને સંજ્ઞા પ્રવૃત્તિ કે સંજ્ઞા ક્રિયા કહે છે. આ સંજ્ઞાઓ દસ પ્રકારની છે. (૧) આહાર સંજ્ઞા – સુધાવેદનીય કર્મના ઉદયથી આહારની અભિલાષા, રુચિ. (૨) ભય સંજ્ઞાઃ- ભય મોહનીય કર્મના ઉદયથી ભય જન્ય ભાવો-અનુભવ. (૩) મૈથુન સંજ્ઞા - વેદ મોહનીયના ઉદયથી મૈથુન-સંયોગની અભિલાષા અને વિકારરૂપ સૂક્ષ્મ-સ્કૂલ સંકલ્પ. (૪) પરિગ્રહ સંજ્ઞા - લોભ મોહનીયના ઉદયથી આસક્તિ યુક્ત પદાર્થોના ગ્રહણની અભિલાષા. (૫) ક્રોધ સંજ્ઞા - ક્રોધ મોહનીયના ઉદયથી કોપ વૃત્તિનો સંકલ્પ, આત્મ પરિણતિ(પરિણામ). (૬) માન સંજ્ઞા – માન મોહનીયના ઉદયથી ગર્વ અહંકારમય માનસ આત્મ પરિણતિ(પરિણામ). (૭) માયા સંજ્ઞા:- માયા મોહનીયના ઉદયથી મિથ્યા ભાષણ કે છલ પ્રપંચ જનક આત્મ પરિણતિ(પરિણામ). (૮) લોભ સંજ્ઞા - લોભ મોહનીયના ઉદયથી અનેક પ્રકારની લાલસાઓ, સુખ-સમૃદ્ધિ, યશ-સન્માન તથા પદાર્થોના પ્રાપ્તિની. આશાઓ-અભિલાષાઓ. (૯) લોક સંજ્ઞા :- આ જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી થાય છે. દેખા દેખી, પરંપરા, પ્રવાહ અનુસારી પ્રવૃત્તિઓની મનોવૃત્તિ-રુચિ “લોક સંજ્ઞા' છે. (૧૦) ઓઘ સંજ્ઞા : આ દર્શનાવરણીય કર્મના ક્ષયોપશમથી થાય છે. આમાં કંઈ પણ વિચાર્યા વિના, સંકલ્પો અને વિવેક વિના, ફક્ત ધૂનમાં ને ધૂનમાં પ્રવૃત્તિ કરવાની પાછળ રહેલી મનોદશા–આત્મ પરિણતિ “ઓઘ સંજ્ઞા' છે. જેમ કે બોલતા તથા બેસતા, વિના પ્રયોજન. વિના સંકલ્પ. શરીર, હાથ પગ હલાવવાની પ્રવૃત્તિ “ઓઘ સંજ્ઞાની' છે. એની પાછળ જે આત્મ પરિણતિ છે તે “ઓઇ સંજ્ઞા' છે. આ દસે દસ સંજ્ઞાઓ સામાન્યરૂપે સંસારના સર્વે પ્રાણીઓમાં હોય છે. અર્થાત્ ચાર ગતિ, ૨૪ દંડકમાં આ દસ સંજ્ઞાઓ છે. વિશેષરૂપથી અથવા પ્રમુખતા, અધિકતાએ આ સંજ્ઞાઓ આ પ્રકારે જોવા મળે છે - ચાર ગતિમાં સંજ્ઞાની પ્રમુખતા – આહારાદિ ચાર સંજ્ઞા અને ક્રોધાદિ ચાર સંજ્ઞાઓના સંબંધમાં આ પ્રમાણે વિચારણા છે– (૧) નારકીમાં– ભય સંજ્ઞા અધિક છે અને ક્રોધ સંજ્ઞા અધિક છે. (૨) તિર્યંચમાં– આહાર સંજ્ઞા અને માયા સંજ્ઞા અધિક છે. (૩) મનુષ્યમાં મૈથુન સંજ્ઞા અને માન સંજ્ઞા અધિક છે. (૪) દેવતામાં– પરિગ્રહ સંજ્ઞા અને લોભ સંજ્ઞા અધિક છે. લોક સંજ્ઞા અને ઓઘ સંજ્ઞાનું સામાન્યરૂપે જ કથન છે.
ચાર ગતિમાં સંજ્ઞાઓનું અલ્પબદુત્વઃ(૧) નરકમાં- સર્વથી થોડા મૈથુન સંજ્ઞાવાળા, એનાથી આહાર સંજ્ઞાવાળા સંખ્યાતગણા, એનાથી પરિગ્રહ સંજ્ઞાવાળા સંખ્યાતગણા, (આયુધો અને શરીર બંને પરિગ્રહ હોવાથી પરિગ્રહસંજ્ઞા આહાર સંજ્ઞાથી વધી જાય છે), એનાથી ભયસંજ્ઞા-વાળી સંખ્યાતગણા. (૨) તિર્યંચમાં– સર્વથી થોડા પરિગ્રહ સંજ્ઞાવાળા, એનાથી મૈથુન સંજ્ઞાવાળા સંખ્યાતગણા, એનાથી ભય સંજ્ઞાવાળા સંખ્યાતગણા, એનાથી આહાર સંજ્ઞા- વાળા સંખ્યાતગણા. (૩) મનુષ્યમાં– સર્વથી થોડા ભય સંજ્ઞાવાળા, એનાથી આહાર સંજ્ઞાવાળા સંખ્યાતગણા, એનાથી પરિગ્રહ સંજ્ઞાવાળા સંખ્યાતગણા, એનાથી મૈથુન સંજ્ઞા- વાળા સંખ્યાલગણા. (૪) દેવમાં– સર્વથી થોડા આહાર સંજ્ઞાવાળા, એનાથી ભય સંજ્ઞાવાળા સંખ્યાતગણા, એનાથી મૈથુન સંજ્ઞાવાળા સંખ્યાલગણા, એનાથી પરિગ્રહ સંજ્ઞા- વાળા સંખ્યાત ગણા. શેષ ૬ સંજ્ઞાઓની અપેક્ષા અલ્પબહત્વ અહીં કરેલ નથી.