________________
jainology II
35
આગમસાર
વાયુકાય:- (૧) પૂર્વીવાત (૨) પશ્ચિમ વાત (૩) ઉત્તર વાત (૪) દક્ષિણ વાત (૫) ઉદ્ઘવાત (૬) અધોવાત (૭) ત્રાંસી હવા (૮) વિદિશવાત (૯) અનવસ્થિતવાત (૧૦) તોફાની હવા (૧૧) મંડલિકવાત (નાનો વંટોળીયો) (૧૨) આંધી (૧૩) ચક્રવાત–મોટો વંટોળિયો (૧૪) સનસનાટ અવાજ કરીને ગૂંજવા- વાળી હવા (૧૫) વૃષ્ટિની સાથે ચાલવાવાળી હવા, વૃક્ષોને ઉખાડવાવાળી હવા (૧૬) પ્રલયકાળમાં ચાલવાવાળી હવા, સામાન ઉડાડીને લઈ જનાર હવા (૧૭) ઘનવાત (૧૮) તનુવાત (૧૯) શુદ્ધવાત (ધીમે ધીમે મંદગતિથી ચાલવવાળી હવા). વનસ્પતિકાય:- વનસ્પતિના બાર વિભાગોથી વર્ણન છે. જેમ કે(૧) વૃક્ષ – આંબો, લીમડો, જાંબુડો, પીલુ, શેલ, હરડા, બહેડા, આમળા, અરીઠા, મહુઆ, રાયણ, ખજૂર આદિ એ એક બીજ ગોટલી વાળા ફળોના વૃક્ષ છે. જામફળ સીતાફળ, અનાર, બિલ્ડ, કોઠા, કેર, લીંબુ, ટીંબરુ, વડ, પીપળ, બીજોરા, અનાનસ ઈત્યાદિ બહુ બીજવાળા ફળોના વૃક્ષ છે. (૨) ગુચ્છ - નાના અને ગોળ વૃક્ષને ગુચ્છ-છોડ કહે છે. રીંગણ, તુલસી, જવાસા, માતલિંગ–બીજોરા આદિ. (૩) ગુલ્મ - ફૂલોના વૃક્ષને ગુલ્મ કહે છે. યથા– ચંપો, મોગરો, મરૂવો, કેતકી, કેવડો વગેરે. (૪) લતા - વૃક્ષો પર ચડવાવાળી ચંપકલતા, નાગલતા, અશોકલતા આદિ. (૫) વેલ – જમીન પર ફેલાવાવાળી કાકડી, તૂરિયા, તરબૂચ, તુંબી આદિ. (૬) પર્વ:- ગાંઠવાળા ઇશુ, વાંસ, નેતર. (૭) તૃણ:- કુશ, દર્ભ, ઇત્યાદિ ઘાસ. (૮) વલય:- સોપારી, ખારેક, ખજૂર, કેળા, તજ, ઈલાયચી, લવિંગ, તાડ, તમાલ, નારિયેળ વિગેરે. (૯) હરિત કાયઃ– પાંદડાની ભાજી–મેથી, ચંદલોઈ, સુવા, પાલક વગેરે. (૧૦) ધાન્ય – ઘઉં, જવ, ચણા, મસૂર, તલ, મગ, અડદ, નિષ્કાવ, કળથી, બાજરી, જુવાર, મકાઈ, તુવેર, ચોળા, વટાણા આદિ. (૧૧) જળ વૃક્ષ – કમળ, સેવાળ, કસરૂક, પુંડરીક વગેરે. (૧૨) કુહણા – સર્પ છત્રા, ભૂફોડા, આય, કાય, કુહણ આદિ વનસ્પતિઓ. યોનિભૂત બીજ :- જેમાં ઉગવાની શક્તિ હોય તેને યોનિ ભૂત બીજ કહેવાય છે. આ સચિત્ત અને અચિત્ત બંને જાતના હોય છે. અર્થાત્ જીવ નીકળી ગયા પછી પણ યોનિ ભૂત બીજમાં ઉગવાની શક્તિ રહે છે. તેને અવિધ્વસ્ત યોનિના બીજ કહેવાય છે. શક્તિ સંપન્ન અખંડ બીજ જ યોનિ ભૂત બીજ હોય છે. આવા બીજ પ્રાયઃ પૂર્ણાયુ વાળા હોય છે. અયોનિભૂત બીજ પૂર્ણ પરિપક્વ નથી હોતા અથવા અલ્પ શક્તિવાન હોય છે. તેઓ અલ્પ આયુષ્યવાળા હોય છે. જલ્દી અચિત્ત થઈ જાય છે. તે સચિત્ત-અચિત્ત બંને અવસ્થામાં ઉગતા નથી. બેઇન્દ્રિય – શંખ, કોડી, છીપ, જલોક, કીડા, પોરા, લટ, અળસિયા, કૃમી, ચરમી, કાતર(જળ જંતુ), વારા(વાળા), લાલી(લાર) વગેરે.
ઇન્દ્રિય :- જૂ, લીખ, માંકડ, ચાંચડ, કંથવા, ધનેડા, ઉધઈ, ઈલ્લી, કીડી, મકોડા, જંઘોડા, જુંઆ, ગધેયા, કાનખજુરા, સવા, મમોલા વિગેરે. ચૌરેન્દ્રિય:- ભમરો, ભમરી, વીંછી, માખી, મચ્છર, ડાંસ, તીડ, પતંગા, કંસારી, ફૂદું, કેકડે(કાચીંડો), બગા, રૂપેલી, વગેરે. જળચર:- મચ્છ, કચ્છ, મગરમચ્છ, કાચબો, મગર, દેડકો, સુસુમાલ, વગેરે. સ્થળચર :- (૧) એક ખરીવાળા–ઘોડા, ગધેડા, ખચ્ચર વગેરે. (૨) બે ખરી વાળા–ગાય, ભેંસ, બળદ, બકરી, હરણ, સસલા ઇત્યાદિ. (૩) ગંડીપદ– ઊંટ, ગેંડો, હાથી આદિ. (૪) નહોરવાળા- વાઘ, સિંહ, ચિત્તા, કૂતરો, બિલાડી, રીંછ, વાંદરો આદિ. ઉરપરિસર્પ:- (૧) અહિં(સર્પ) ફેણ ચડાવવાવાળો અને ફેણ નહીં ચડાવવા વાળો (૨) અજગર–ગળી જવાવાળો (૩) અસાલિયોચક્રવર્તીની સેનાનો નાશ કરવા સમર્થ–ઉત્કૃષ્ટ ૧૨ યોજન શરીરવાળો (૪) મહોરગ(એનાકોંડા.)-ભૂમિ પર ઉત્પન્ન થાય છે. જળ સ્થળ બંનેમાં વિચરણ કરે છે. મહાકાય વાળા હોય છે. ભૂજપરિસર્પ - નોળિયો, ઘો, ચંદનઘો, ઉદર, ગરોળી, ખિસકોલી, કાકીડો વગેરે. ખેચર :- (૧) ચર્મ પક્ષી- બગલો, ચામાચીડિયું, ચમગીદડ, કાનકટિયા આદિ (૨) રોમ પક્ષી- કબૂતર, ચકલી, કાગડો, કૂકડો, મેના, પોપટ, ગરૂડ, મોર, કોયલ, કુરજ, બતક, તેતર, બાજ હંસ વગેરે (૩) સમુદ્ર પક્ષી- ડબ્બા જેવી બંધ રાખેલી ગોળ પાંખવાળા, પૈગવીન .(૪) વિતત પક્ષી– પાંખો પ્રસારિત (ખુલ્લી) રાખવાવાળા અથવા લાંબી પાંખોવાળા. મનુષ્ય:- મનુષ્ય બે પ્રકારના હોય છે– (૧) આર્ય (૨) અનાર્ય. અનાર્ય(પ્લેચ્છ) - શક, યવન, કિરાત, શબર, બર્બર, મર્ડ, ગોડ, સિંહલ, આંધ્ર, તમિલ, પુલિંદ, ડૉબ, કોંકણ, માલવ, ચીના, બકુશ, અરબક, કૈકય, રૂસક, ચિલાત વગેરે. આર્યઃ- (૧) ઋદ્ધિ પ્રાપ્ત– અરિહંત, ચક્રવર્તી, બલદેવ, વાસુદેવ, ચારણ વિદ્યાધર (૨) ઋદ્ધિ અપ્રાપ્ત નવ પ્રકારના છે
(૧) ક્ષેત્રાર્ય– ૨૫.૫ દેશ આર્ય છે, તેમાં જન્મ લેવાવાળા મનુષ્ય ક્ષેત્રાર્ય છે. (૨) જાતિ આર્ય- બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય જાતિઓવાળા જાતિ આર્ય છે (૩) કુલ– ઉગ્રકુલ, ભોગકુલ, ઈક્વાકુકુલ, જ્ઞાત કુલ આદિ કુલ આર્ય છે. (૪) કર્મ– સુથાર, કુંભાર, આદિ કર્મ આર્ય છે. (૫) શિલ્પ આર્ય- દરજી, જિબ્દસાજ આદિ શિલ્પ આર્ય છે. (૬) ભાષાર્ય- હિન્દી, સંસ્કૃત, પ્રાકૃત, અદ્ધ માગધી આદિ ભાષા અને જેની બ્રાહ્મી લિપિ હોય તે ભાષા આર્ય છે. (૭–૮–૯) વીતરાગ માર્ગમાં જ્ઞાન અને શ્રદ્ધાયુક્ત પ્રવૃત્તિ કરવાવાળા જ્ઞાન, દર્શન, ચારિત્ર આર્ય છે. અર્થાત્ પાંચ જ્ઞાન અને સમ્યમ્ દર્શન વાળા જ્ઞાનાર્ય, દર્શનાર્ય છે. શ્રાવક, સાધુ એ ચારિત્રાર્ય છે અથવા પાંચે સંયત ચારિત્રાર્ય છે.