________________
આગમચાર– ઉતરાર્ધ
32 લોકાંતિક – (૧) સારસ્વત (૨) આદિત્ય (૩) વતિ (૪) વરુણ (૫) ગઈતોય (૬) તુષિત (૭) અવ્યાબાધ (૮) આગ્નેય(મરુત) (૯) અરિષ્ટ. ૯ રૈવેયક:- (૧) ભદ્ર (૨) સુભદ્ર (૩) સુજાત (૪) સુમનસ (૫) સુદર્શન (૬) પ્રિય દર્શન (૭) આમોઘ (૮) સુપ્રતિબદ્ધ (૯) યશોધર. ૫ અનુત્તર વિમાનઃ- (૧) વિજય (૨) વૈજયંત (૩) જયંત (૪) અપરાજિત (૫) સર્વાર્થ સિદ્ધ. નોંધ:- શ્રી પ્રજ્ઞાપના સૂત્રમાં ભવનપતિના અસુરાદિ દસ અને વાણવ્યંતરના પિશાચાદિ આઠ ભેદ છે. પંદર પરમાધામી, આઠ આણપન્ને આદિ, ૧૦ જંબક, ૯ લોકાંતિક, ૩ કિલ્પિષી વગેરેના નામ અને ભેદ નથી, અન્ય સૂત્રોમાંથી ગ્રહણ કરીને અહીં એક સાથે સંકલિત કર્યા છે. સિદ્ધોના પંદર પ્રકાર:(૧) તીર્થ સિદ્ધ – તીર્થકર ભગવાન ચાર તીર્થની સ્થાપના કરે, ત્યારે તીર્થ પ્રવર્તન થાય છે. એ તીર્થ પ્રવર્તન કાળમાં જે સિદ્ધ થાય તે તીર્થ સિદ્ધ કહેવાય છે. ગણધર આદિ શ્રમણો તીર્થ સિદ્ધ છે. (૨) અતીર્થ સિદ્ધ – તીર્થ પ્રવર્તન પહેલાં જે સિદ્ધ થાય છે અથવા તીર્થ વિચ્છેદ થયા પછી જે સિદ્ધ થાય, તે અતીર્થ સિદ્ધ છે અર્થાત્
જ્યારે કોઈ તીર્થંકરના શાસનમાં શ્રુત વિચ્છેદ થઈ જાય અથવા શ્રમણ શ્રમણીઓનો વિચ્છેદ થઈ જાય; ત્યારપછી સ્વતઃ જ્ઞાન પ્રાપ્ત કરીને જે સિદ્ધ થાય તે અતીર્થ સિદ્ધ છે. આ બે ભેદોમાં સર્વે સિદ્ધોનો સમાવેશ થઈ શકે છે. (૩) તીર્થકર સિદ્ધ:- જે ચાર તીર્થની સ્થાપના કરે છે, તે તીર્થકર છે. તીર્થકર પણે સિદ્ધ થાય, તે તીર્થકર સિદ્ધ કહેવાય છે. ભરત ઐરવતમાં ક્રમશઃ ૨૪૨૪ તીર્થકર થાય છે. એક મહાવિદેહ ક્ષેત્રમાં નિરંતર ઓછામાં ઓછા ચાર અને ઉત્કૃષ્ટ બત્રીસ તીર્થંકર હોય છે. પાંચે ય મહાવિદેહક્ષેત્રોના સર્વે મળીને ઉત્કૃષ્ટ તીર્થકર ૩રપ ઊ ૧૬o તીર્થકર હોય છે. ભરત, એરવતમાં એક સમયમાં એક તીર્થકર હોય છે. પાંચ ભરત-પાંચ ઐરવતની અપેક્ષા પમ્પ ઊ ૧૦ હોય છે. અઢીદ્વીપમાં ૧૫ કર્મભૂમિ ક્ષેત્રમાં કુલ– ઉત્કૃષ્ટ ૧૭૦ તીર્થકર હોઈ શકે છે. તેમાં ૧૬૦ તીર્થકરો મહાવિદેહ ક્ષેત્રની અપેક્ષાએ અને ૧૦ તીર્થકરો ભરત-ઐરવત ક્ષેત્રની અપેક્ષાએ હોય છે. આ રીતે ૧૬૦+૧૦ ઊ ૧૭૦ તીર્થકર થાય છે. (૪) અતીર્થંકર સિદ્ધ – તીર્થંકરના સિવાય જે શ્રમણ-શ્રમણી કેવળી થઈને સિદ્ધ થાય છે. ગણધર આદિ સર્વે અતીર્થકર સિદ્ધ છે. (૫) સ્વયં બુદ્ધ સિદ્ધ:- જાતિ સ્મરણ જ્ઞાન અથવા અવધિજ્ઞાન દ્વારા સ્વતઃ ધર્મ બોધ પામીને સિદ્ધ થાય તે સ્વયંબુદ્ધ સિદ્ધ છે, જેમાં કે તીર્થકર. (૬) પ્રત્યેક બુદ્ધ સિદ્ધઃ કોઈ પદાર્થને, જીવને અથવા એની તે અવસ્થાને જોઈને બોધ પામીને સિદ્ધ થાય તે પ્રત્યેક બુદ્ધ સિદ્ધ છે, જેમ કે- કરકંડુ. સ્વયં બુદ્ધમાં આત્મ જ્ઞાનનું નિમિત્ત હોય છે, પ્રત્યેક બુદ્ધમાં બાહ્ય પદાર્થનું નિમિત્ત હોય છે; તે બંનેમાં એજ અંતર છે (૭) બુદ્ધ બોધિક સિદ્ધ:- કોઈના ઉપદેશ દ્વારા બોધ પામીને જે સિદ્ધ થાય છે તે બદ્ધ બોધિત સિદ્ધ છે. જેમ કે– મેઘકુમાર.
રીરથી સિદ્ધ થાય તે સ્ત્રીલિંગ સિદ્ધ છે. જેમ કે- ચંદનબાળા. સ્ત્રીવેશ યા સ્ત્રીવેદના ઉદયની અહીં વિવક્ષા નથી, કારણ કે વેદનો ઉદય તો નવમો ગુણસ્થાન સુધી જ હોય છે. ત્યારપછી અવેદી થયા પછી સર્વે સિદ્ધ થાય છે. અહીંયા.
સ્ત્રીલિંગ સિદ્ધાના કથનમાં સ્ત્રી શરીર માત્રનું પ્રયોજન છે. (૯) પુરુષ લિંગ સિદ્ધ:- પુરુષના શરીરથી સિદ્ધ થાય તે પુરુષ લિંગ સિદ્ધ છે, જેમ કે– ગીતમાદિ. (૧૦) નપુંસક લિંગ સિદ્ધ :- નપુંસકના શરીરથી સિદ્ધ થાય તે નપુંસક લિંગ સિદ્ધ છે, જેમ કે- ગાંગેય અણગાર. આ નપુંસક જન્મથી હોય છે અને કત્રિમ પણ હોય છે. તે બંને પ્રકારના નપુંસક સિદ્ધ થઈ શકે છે બધા પ્રકારના નપુંસકોનો આગમ દષ્ટિથી મુખ્ય બે ભેદોમાં સમાવેશ હોય છે– (૧) સ્ત્રી નપુંસક, (૨) પુરુષ નપુંસક. તેમાં પુરુષ નપુંસક સિદ્ધ થાય છે. સ્ત્રી નપુંસક સિદ્ધ થતા નથી. કારણ કે તેઓને સ્વભાવથી છઠ્ઠ આદિ ગુણસ્થાન પ્રાપ્ત થતા નથી, તેમ ભગવતી સૂત્ર, શતક-૨૫, ઉદ્દેશક-૬ થી સ્પષ્ટ થાય છે. સ્ત્રી ચિહ્ન ની પ્રધાનતાવાળા નપુંસક “સ્ત્રી નપુંસક' કહેવાય છે અને પુરુષ ચિહ્ન દાઢી, મૂછ ની પ્રધાનતાવાળા નપુંસક “ પુરુષ નપુંસક હોય છે.
આ બધા પ્રકારના નપસકોને દીક્ષા આપવાનો આગમમાં નિષેધ છે. તોપણ તે સ્વતઃ દીક્ષિત થઈને એકાદી વિચરણ કરી મોક્ષમાં જઈ શકે છે અથવા આગમ- વિહારી શ્રમણો એમને દીક્ષા આપી સ્વતંત્ર વિચરણ કરાવી શકે છે. હરિકેષી મુનિ(ચાંડાલ)ની જેમ અલગ વિચરણ કરીને સિદ્ધ થઈ શકે છે. તેનાથી નપુંસકલિંગ સિદ્ધનો ભેદ સાર્થક થાય છે. (૧૧) સ્વલિંગ સિદ્ધ – જિનેશ્વર ભગવંત પ્રરૂપિત જે સચેલ કે અચેલ લિંગ વેષમાં જે સિદ્ધ થાય છે તે સ્વલિંગ સિદ્ધ છે. જેમ કે– ગૌતમાદિ. (૧૨) અન્યલિંગ સિદ્ધઃ- પરિવ્રાજક, તાપસ વગેરે અન્ય દર્શનિઓની વેશ ભૂષામાં જે સિદ્ધ થાય છે તે અન્ય લિંગ સિદ્ધ છે અર્થાત્ પરિણામોની ધારા શુદ્ધ શુદ્ધતમ થતાં થતાં ગુણ શ્રેણીની વૃદ્ધિ કરી કોઈ જીવ અન્ય લિંગમાં સાતમા આઠમા યાવત ૧૩મા ૧૪મા ગુણસ્થાનને પ્રાપ્ત કરી સિદ્ધ થઈ શકે છે. (૧૩) ગૃહસ્થ લિંગ સિદ્ધઃ- ગૃહસ્થાવસ્થામાં રહીને કોઈ જીવ ભાવ શ્રેણીની વૃદ્ધિ પામીને સંયમ અવસ્થાને પ્રાપ્ત કરે છે અને તેઓ સંપૂર્ણ કર્મ ક્ષય કરી સિદ્ધ થઈ જાય છે, તેઓ ગૃહસ્થ લિંગ સિદ્ધ છે. જેમ કે– મરુદેવા માતા. અન્ય લિંગમાં અને ગૃહસ્થ લિંગમાં ભાવ સંયમ આવે અને જેનું આયુષ્ય અલ્પ હોય કે બીજું કોઈ કારણ હોય તો તે અન્ય લિંગમાં સિદ્ધ થાય છે. જો તેનું આયુષ્ય દીર્ઘ હોય અને બીજી કોઈ પણ પરિસ્થિતિ ન હોય તો તે પોતાના અન્ય લિંગને અને ગૃહસ્થ લિંગને છોડી સ્વલિંગ ધારણ કરીને વિચરણ કરે અને તે સ્વલિંગથી જ સિદ્ધ થાય ત્યારે તેની ગણતરી પણ સ્વલિંગ સિદ્ધમાં જ થાય છે. (૧૪) એક સિદ્ધ – એકાકી સિદ્ધ થનારા. જેની સાથે કોઈ સિદ્ધ થતા નથી, તે એક સિદ્ધ છે. જેમ કે- ભગવાન મહાવીર.