________________
jainology II
2911
આગમસાર
સંજ્યા-નિયંઠા જિગ્નેશ – નિયંઠા અવસ્થાની કે સંયમ અવસ્થાની શી સીમા રહી છે? આગમમાં નિયંઠારૂપ સંયમાવસ્થાના ૬ પ્રકાર બતાવ્યા છે જેમાં અત્યારે ત્રણ નિયંઠા હોય છે. જેમ કે– (૧) બકુશ (૨) પ્રતિસેવના કુશીલ (૩) કષાય કુશીલ.
(૧) શરીર ઉપકરણ સંબંધી પ્રમાદ વૃત્તિઓ તથા સંયમ સ્વાધ્યાય વગેરે યોગોમાં જાગૃતિની કમીને કારણે થતાં આચરણો સિવાય સંયમની મૂળગુણ ઉત્તરગુણની આગમોક્ત બધી પ્રવૃત્તિઓનું યથાવતું પાલન કરનારા તથા સાચી પ્રરૂપણા કરવાવાળા બકુશ નિયંઠા'ની સીમામાં ગણાય છે.
(૨) પરિસ્થિતિવશ ઉત્સર્ગ અપવાદનું ધ્યાન રાખીને, તેની સીમા અને ક્ષેત્રકાળનો વિવેક રાખીને, મૂળગુણમાં કે ઉત્તરગુણોમાં દોષ લગાડનારા અને તેને યથાસમયે છોડીને શુદ્ધિ કરવાની ભાવનાવાળા, પ્રતિસેવના કુશીલ નિયંઠાની સીમામાં ગણવામાં આવે છે. આમાં પણ જ્ઞાનના સંબંધમાં મુળ ગણ અને ઉત્તરગણમાં દોષ લગાડનારા અને ફરી દોષને છોડીને શદ્ધિ કરવાનો સંકલ્પ રાખનારાને જ્ઞાન પ્રતિસેવના કુશીલ ગણવામાં આવે છે વિશેષ ધ્યાન એ રાખવું જોઇએ કે સીમિત દોષ સિવાય અન્ય બધા સંયમ વિધિ વિધાનોનું આગમોક્ત વિધિથી પાલન કરનારા હોય અને સાચી પ્રરૂપણા કરનારા હોય, તે પ્રતિસેવના કુશીલ નિગ્રંથ કહેવાય છે. (૩) કષાય કુશીલ નિગ્રંથ શુદ્ધ નિરતિચાર સંયમ પાલન કરે છે, કોઈ પણ નિમિત્તથી કોઈપણ રીતે સંયમને દૂષિત કરતા નથી.
સ્વગચ્છીય સમાચારી પાલન જિગ્નેશ – પોતાના ગચ્છની સમાચારી ન પાળવાથી શિથિલાચારી બને છે, કે અન્ય ગચ્છોની સમાચારીને ન પાળવાથી પણ શિથિલાચારી બને છે. અથવા ફક્ત આગમોક્ત સમાચારીનું પાલન ન કરવાથી જ શિથિલાચારી બને છે ? જ્ઞાનચંદ – આગમોક્ત સમાચારીના અપાલનથી જ શિથિલાચારી બને છે. અન્ય ગચ્છોની સમાચારીનું પાલન–અપાલનથી શિથિલાચારીનો કોઈ સંબંધ ન ગણવો જોઈએ.
સ્વગચ્છ સમુદાય કે પોતાના સંઘની સમાચારીનું પાલન ન કરવું, જેની નિશ્રામાં, આશામાં વિચારવાનું હોય તેની જ ઉપેક્ષા કરવી, તે મહાન અપરાધ છે. આવું કરનારા નાના સાધુ હોય કે મોટા સાધુ અનુશાસ્તા હોય કે અનુશાસિત હોય, તે શિથિલાચારીની સાથે-સાથે સ્વચ્છંદાચારી પણ છે. આવું કરવું તે નૈતિકતાની બહાર છે. એટલે જે સમુદાય કે સંઘમાં સાધુએ રહેવાનું હોય, તેના નિર્ણિત પ્રત્યેક સમાચારીનું નિષ્ઠાપૂર્વક ઈમાનદારીથી પાલન કરવું જોઇએ. શિથિલાચારીની પરિભાષામાં આવતા કોઈ નિયંઠા હોય છે અને નિયંઠાની પરિભાષામાં શિથિલાચારી પણ આવે છે ? તથા આ શિથિલાચારી અને નિયંઠાવાળા પરસ્પર વંદન વ્યવહાર પણ કરે છે ખરાં? નિયંઠાવાળા, નિયંઠાવાળાના વંદન વ્યવહાર બંધ કરાવી શકે અથવા શિથિલાચારી બીજા હીનાવિક શિથિલાચારીને વંદન કરી શકે ખરા? શિથિલાચારી કહેવાને યોગ્ય વ્યક્તિ નિયંઠાવાળા ન કહી શકાય પરંતુ નિયંઠાને અભિમુખ હોઈ શકે ખરાં અને કોઈ પણ નિયંઠાની પરિભાષામાં ગણાતા શિથિલાચારી ન ગણાય, પણ તે શિથિલાચારીની અભિમુખ હોઈ શકે ખરાં. વ્યવહારની વંદન વ્યવસ્થા વ્યવહારપક્ષને અનુરૂપ હોય છે અને ભાવવંદના ભાવ સંયમવાન ગુણવાનોને ભાવથી જ થઈ જાય છે.
(મુખવત્રીકા) ચાહ ત્યાં રાહ. શાસ્ત્રમાં કહેલ ચૌદ પ્રકારના સંભૂમિ મનુષ્યના બોલમાં, તે વડીનીત, પેશાબ, કફ, શ્લેષ્મ, લોહી, રસી(પ), વીર્ય, ક્લેવર વગેરે બધા નામો સ્પષ્ટ કહ્યાં છે. થેંકનું નામ તો કફ, શ્લેષ્મની સાથે પણ નથી કહ્યું એટલે ઘૂંકમાં સંભૂમિ મનુષ્યની ઉત્પત્તિ કહેવી તે અતિપ્રરૂપણા રૂપ છે. શાસ્ત્રકાર અતિ મહત્વના નામો છોડી દઈ ઓછા મહત્વના નામો તો ન જ ગણાવે. મુખવસ્ત્રિકા, આ ઉપકરણના નામથી જ એ સ્પષ્ટ નિર્દેશ થાય છે કે તે મુખ પરની વસ્તુ છે. મુખવસ્ત્રિકા તથા રજોહરણ એ બે ઉપકરણ જિનકલ્પીઓએ તથા અચેલ ભિક્ષુએ પણ અવશ્ય રાખવા જોઈએ. આ બંને જૈન લિંગના આવશ્યક ઉપકરણો છે અને બંને સંયમ રક્ષાર્થ ઉપકરણ છે.
ભગવતી સૂત્રમાં ઉઘાડા માંએ બોલાતી ભાષાને સાવધ ભાષા કહી છે. મુખવસ્ત્રિકાથી માં ઢાંક્યા વિના વાત ન કરાય એ સિદ્ધાંત દેરાવાસી તથા સ્થાનકવાસી બંને સ્વીકારે છે. શ્રાવકો માટે પણ દેવ-ગુરુ દર્શન હેતુ તેના અવગ્રહમાં પ્રવેશ કરવા માટે પ્રથમ મખ પર વસ્ત્ર લગાડવું, તે આવશ્યક વિધિ છે. જેનું કથન ભગવતી આદિ અનેક સૂત્રોમાં છે.
એટલે બોલતી વખતે, ઉપાશ્રયમાંથી બહાર જતી વખતે, પ્રતિક્રમણ કરતી વખતે મુખવસ્ત્રિકા મુખ પર હોવી જોઇએ તેવું આવશ્યક મનાય છે. ઉઘાડા મુખે બોલવાથી ઘૂંક, સામે બેઠેલી વ્યક્તિ ઉપર અને શાસ્ત્રો પર પડે છે, જેથી મહાન આશાતના થાય છે અને સાવધ ભાષાનું પાપ પણ લાગે છે. જો દોરી બાંધવાથી પાપ હોત તો ચોલપટ્ટામાં જાડી દોરી લગાડવાનો પ્રારંભ ન થાત. આ રીતે દોરીમાં તો કોઈ પાપ નથી અને ઉઘાડા મોએ બોલવાથી પાપ લાગે, વગેરે બાબતોને ધ્યાનમાં રાખી મુહપત્તિ બાંધવી ઉચિત જ છે. સામેની વ્યક્તિ પર અને શાસ્ત્ર પર થુંક પણ ન પડે તે ફાયદો વધારામાં!
મુખવસ્ત્રીકા ધાર્મિક ક્રિયામાં બેઠેલાઓ ને અન્યથી અલગ કરે છે. બીજા તેને ધાર્મિક ક્રિયામાં વિક્ષેપ પાડતાં અટકે છે. બીજાઓને મુખવાસ્ત્રીકા જોઈને ખ્યાલ આવે છે કે અત્યારે તે ધાર્મિક ક્રિયામાં છે. મુખવાસ્ત્રીકા વગર ધાર્મિક ક્રિયામાં બેઠેલાઓ સાથે અન્ય વ્યકતિ સંસારીક વાતચીત પણ કરી નાખે છે. કારણ કે તેવું કોઈ ચિંહ સામેની વ્યકતિને તરત દેખાતું નથી કે જેથી તે અટકે.