SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ આગમચાર– ઉતરાર્ધ 264 સાતમો પ્રાભૃત લેશ્યા વરણ – સૂર્યના પ્રકાશને સ્પર્શ કરવાવાળા બધા પુદ્ગલ તેની વેશ્યાનું વરણ(ગ્રહણ) કરે છે. આથી જોઈ શકાતા અને ન જોઈ શકાતા, સૂક્ષ્મ કે બાદર, જે કોઈપણ પુદ્ગલ સૂર્યની પ્રકાશ સીમામાં આવે તે સૂર્ય વેશ્યાને વરણ કરનારા ગણાય, ગ્રહણ કરી પ્રકાશિત થનારા ગણાય. આઠમો પ્રાભૃત સૂર્ય ઉત્તર પૂર્વમાં ઉદય થઈને દક્ષિણ પૂર્વમાં આવે છે. દક્ષિણ પૂર્વમાં ઉદય થઈને દક્ષિણ પશ્ચિમમાં આવે છે. આમ જ ક્રમવાર આગળ વધતા ઉદય થાય છે. જ્યારે જંબૂદ્વીપમાં મેરુથી દક્ષિણ વિભાગમાં સૂર્ય ઉદય થાય છે ત્યારે ઉત્તરી વિભાગમાં પણ ઉદય થાય છે તે પૂર્વે પશ્ચિમી ભાગમાં અસ્ત થાય છે. જ્યારે દક્ષિણી ભાગમાં ૧૮ મુહૂર્તથી લઈને ૧૨ મુહૂર્તનો દિવસ હોય છે ત્યારે ઉત્તર ભાગમાં પણ એટલા જ મુહૂર્તનો દિવસ હોય છે. પૂર્વ પશ્ચિમી બન્ને વિભાગમાં એજ સમયે સાથે-સાથે રાત હોય છે. તે પણ બન્નેમાં ૧૨ મુહૂર્તથી લઈને ૧૮ મુહૂર્ત સુધી સરખી હોય છે. જ્યારે દક્ષિણમાં વર્ષનો, ઋતુનો પહેલો સમયાદિ હોય છે ત્યારે ઉત્તરમાં પણ વર્ષ, ઋતુ આદિનો પ્રથમ સમય આદિ હોય છે. પરંતુ પૂર્વ પશ્ચિમ વિભાગમાં તેના પછીના સમયે(દિવસે) વર્ષ, ઋતુ આદિનો પ્રથમ સમય હોય છે. અહીં જંબુદ્વીપના ચાર સરખા વિભાગની કલ્પના કરી છે અને એમના પ્રારંભિક પ્રદેશોમાં જ્યારે સૂર્યોદય થાય છે અથવા વર્ષનો પ્રથમ સમય હોય છે ત્યારે આખા એ વિભાગમાં પ્રથમ સમય અપેક્ષિત કરીને કહે | માટે ઉત્તર દક્ષિણ વિભાગના વર્ષ આદિ પ્રારંભના અનંતર સમય (દિવસોમાં જ પૂર્વ પશ્ચિમ વિભાગમાં વર્ષ આદિની શરૂઆત કહેવાય છે. અહીંયા કોઈ આ ચાર વિભાગોને ભરત, ઐરાવત, મહાવિદેહમાં આગ્રહિત કરે તો (ઉક્ત) આ વિષયની સાચી સમજ આવશે નહીં અને સંદેહશીલ માનસ બની જશે. એટલા માટે જંબુદ્વીપના બરાબર ચાર વિભાગની કલ્પના કરીને એક–એક વિભાગને પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ વિભાગ માનીને આ(ઉક્ત) વિષય સમજવો જોઇએ. [ આ પ્રકારે જ લવણ સમુદ્રમાં, ધાતકી ખંડમાં, કાલોદધિ સમુદ્રમાં, અર્ધ પુષ્કરદ્વીપમાં સૂર્યની ઉદય સંસ્થિતિ અને વર્ષાઋતુનો. પ્રથમ સમય આદિ સમજી લેવા. સર્વત્ર એ ક્ષેત્રના સમાન ચાર વિભાગ કલ્પિત કરવા અને એમાંથી પ્રત્યેક વિભાગમાં ઉક્ત જંબુદ્વીપના વિભાગોની સમાન જ સૂર્યોદયની ઉદય સંસ્થિતિ અને વર્ષ આદિની શરૂઆત સમજી લેવી. - નવમો પ્રાભૃત તાપ લેશ્યા - સૂર્યમાંથી જે તાપ વેશ્યા નીકળે છે તે સ્પર્શમાં આવનાર યુગલને આતાપિત કરે છે તથા આ તાપ વેશ્યાના સ્પર્શમાં ન આવનારા પુદ્ગલને પણ આતાપિત કરે છે. તે આ વેશ્યાઓમાંથી જે છિન્ન લેશ્યાઓ નીકળે છે, તેનાથી આતાપિત થાય છે. તાત્પર્ય એ છે કે સૂર્યના કિરણો જે વસ્તુ પર પડે છે તે ગરમ થાય છે. પરંતુ જ્યાં તડકો નથી પહોંચતો તે પુદ્ગલ, ભૂમિ વગેરે પણ ગરમ થતાં દેખાય છે. એમને સીધા કિરણોથી તાપ નહીં મળતાં, તાપ કિરણોમાંથી જે અંતર કિરણો નીકળે છે એનાથી તાપ મળે છે અર્થાત્ છાયાવાળા ક્ષેત્રને પણ સૂર્યના કિરણો કંઈક પ્રકાશિત અને આતાપિત કરે છે. છાયા પ્રમાણ:- પોરસી છાયાનો મતલબ એ છે કે જે ચીજ જેટલી છે તેની એટલી જ છાયા હોય તે(એક) પોરસી(અર્થાતુ પુરુષની પુરુષ પ્રમાણ) છાયા હોય છે. આ છાયાનું માપ યુગના આદિ સમય અર્થાત્ શ્રાવણ વદ એકમની અપેક્ષાએ અહીં કહેવાયું છે તે આ પ્રકારે છેછાયાનું માપ દિવસનો સમય ૧ અપાધે પોરસી(અડધી) છાયા ત્રીજો ભાગ દિવસ-૬ મુહૂર્ત વીતવા પર.(અથવા શેષ રહેવા પર પણ બધે જ ઘટીત કરી લેવું) ૨ પોરસી(પુરુષ પ્રમાણ) છાયા ચોથો ભાગ દિવસ-૪.૫ મુહૂર્ત વીતવા પર થાય છે. (એટલો જ દિવસ શેષ રહેવા પર પણ પોરસી છાયા હોય છે.) ૩ દોઢ પોરસી(દોઢગણી) છાયા પાંચમો ભાગ દિવસ – ૩ મુહૂર્ત ૩૦ મિનટ વીતવા પર ૪ બે પોરસી છાયા(બે ગણી) છઠ્ઠો ભાગ દિવસ – ૩ મુહૂર્ત વીતવા પર ૫ અઢી પોરસી છાયા(અઢી ગણી) સાતમો ભાગ દિવસ – ૨ મહર્ત ૨૭ મિનિટ વીતવા પર. ૬ ૫૮.૫ પોરસી(૫૮.૫ ગણી) ૧૯૦૦મો ભાગ- ૨૭.૨૫ સેંકડ દિવસ વીતવા પર. ૭ ઓગણસાઠ પોરસી(પ૯ ગણી) ૨૨૦૦૦ મો ભાગ- ૨.૩૩ સેંકડ દિવસ વીતવા પર. ૮ સાધિક ઓગણસાઈઠ પોરસી સૂર્યોદય અને સૂર્યાસ્તનો પ્રારંભિક પ્રથમ સમય થાય છે. અર્થાત્ દિવસનો કોઈ પણ ભાગ વ્યતીત નથી થતો. છાયાનો આકાર – લાંબી, ચોરસ, ગોળ,અનુકૂલ, પ્રતિકૂલ વગેરે છાયાના પચ્ચીસ પ્રકાર કહેવાયા છે. અર્થાત્ વસ્તુઓનો પોતાનો આકાર, પ્રકાશમાન વસ્તુની સંસ્થિતિ અને અંતર આદિના કારણે છાયા અનેક પ્રકારની હોય છે. પચ્ચીસ પ્રકારમાંથી ગોળ છાયાના પુનઃ અર્ધગોળ, પા ગોળ, સઘન ગોળ, વગેરે આઠ પ્રકાર છે. દસમો પ્રાભૃત: પહેલો પ્રતિ પ્રાભૃત નક્ષત્ર નામ ક્રમ:- (૧) અભિજિત (૨) શ્રવણ (૩) ધનિષ્ઠા (૪) શતભિષક (૫) પૂર્વ ભાદ્રપદ (૬) ઉત્તર ભાદ્રપદ (૭) રેવતી (૮) અશ્વિની (૯) ભરણી (૧૦) કૃતિકા ૧૧) રોહિણી (૧૨) મૃગશીર્ષ (૧૩) આર્કા (૧૪) પુનર્વસુ (૧૫) પુષ્ય (૧૬) અશ્લેષા
SR No.009127
Book TitleAgamsara Uttararddha
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni, Lilambai Mahasati, Others
PublisherTilokmuni
Publication Year2013
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy