SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ 255 jainology II આગમસાર (૯) ચંદ્ર, ચંદ્ર, અભિવદ્ધિત, ચંદ્ર, અભિવદ્ધિત તે પાંચ સંવત્સરનો યુગ હોય છે. આ સંવત્સર ચંદ્રથી શરૂ થનારા હોય છે. અયન બે છે દક્ષિણાયન, ઉત્તરાયન. એમાં પ્રથમ દક્ષિણાયન હોય છે. પક્ષ બે હોય છે- કૃષ્ણ અને શુકલ. એમાં કૃષ્ણ પક્ષ પહેલા હોય છે. એજ પ્રકારે કરણોમાં બાલવ, નક્ષત્રોમાં અભિજિત, અહોરાત્રમાં દિવસ અને મુહૂર્તમાં રૌદ્ર મુહૂર્ત એ બધાથી પહેલા હોય છે. (૧૦) એક યુગમાં ૧૦ અયન, ૩૦ ઋતુ, ૬૦ મહિના, ૧૨૦ પક્ષ, ૧૮૩૦ દિવસ, ૫૪૯૦૦ મુહૂર્ત હોય છે. (૧૧) નક્ષત્ર સંબંધી વર્ણન અહીં દસ દ્વારોથી છે– ૧. પ્રમર્દ આદિ યોગ ૨. દેવતા ૩. તારા ૪. ગોત્ર ૫. સંસ્થાન ૬. ચન્દ્ર સૂર્ય યોગ ૭. કુલ ૮. પૂનમ અમાસમાં કુલ ૯. પૂનમ અમાસના કુલોમાં મહિનાઓનો સંબંધ ૧૦. રાત્રિવાહક. આ દસે દ્વારોનું વર્ણન જયોતિષગણરાજ પ્રજ્ઞપ્તિ સૂત્રમાં જાઓ અન્ય પણ આ સાતમાં વક્ષસ્કારનું વર્ણન તે સૂત્રમાં જોવું જોઇએ. (૧૨) અષાઢ મહિનાના અંતિમ દિવસે બે પગની પીરસી છાયા થાય છે. અર્થાત્ પગના ઘૂંટણ પર્વતની છાયા બે પગ જેટલી હોય છે. શ્રાવણ મહિનાના અંતિમ દિવસે બે પગ અને ચાર અંગુલ છાયા હોય છે. ત્યારે પોરસી આવે છે. આ રીતે પ્રતિ મહિના ૪ અંગુલ વધતા પોષ સુધી ૬ મહિનામાં ૨૪ અંગુલ– ૨ પગ છાયા વધી જાય છે. અર્થાત્ ૨+૨ ઊ ૪ પગ જેટલી છાયા હોય છે. ત્યારે પોરસી, આવે છે. આ પગના ઘૂંટણ સુધીના પગની છાયાના માપથી પોરસી જાણવાનું માપ બતાવવામાં આવેલ છે. (૧૩) સોળ દ્વારા આ પ્રકારે છે– ૧. તારા અને સૂર્ય ચન્દ્રની અલ્પ અથવા સમ ઋદ્ધિ સ્થિતિ ૨. ચન્દ્રનો પરિવાર ૩. મેરુથી અંતર ૪. લોકાંતથી અંતર ૫. સમભૂમિથી અંતર ૬. બધાથી ઉપર નીચે વગેરે ૭. વિમાનોના સંસ્થાન ૮. જ્યોતિષી દેવોની સંખ્યા ૯. વાહક દેવ ૧૦. શીધ્ર મંદ ગતિ ૧૧. અલ્પદ્ધિક મહર્તિક ૧૨. તારાઓનું પરસ્પર અંતર ૧૩. અગ્રમહિષીઓ ૧૪. પરિષદ અને ભોગ ૧૫. આયુષ્ય ૧૬. અલ્પબદુત્વ.(આ બધા કારોનું વર્ણન જ્યોતિષ ગણરાજ પ્રજ્ઞપ્તિ માં જોવું) જંબુદ્વીપમાં તીર્થકર વગેરેની સંખ્યા: નામ જઘન્ય ઉત્કૃષ્ટ નામ જઘન્ય ઉત્કૃષ્ટ તીર્થકર | ૪ બલદેવ | ૪ વાસુદેવ ૪ ચક્રવર્તી ૪ | ૩૪ | નિધિ રત્ન અસ્તિત્વ – | ૩૦૬ | ૩૦ | પંચેન્દ્રિય રત્ન | ૨૮ | ૨૧૦. | ૩૦ | એકેન્દ્રિય રત્ન | ૨૮ ૨૧૦ | ૩૦ |નિધિ રત્ન ઉપભોગ ૩૬ [૨૭૦ જંબૂઢીપ વર્ણનનો ઉપસંહાર:- આ પ્રકારે આ જંબૂઢીપ એક લાખ યોજન લાંબો, પહોળો, ગોળ છે. ૩,૧૬,૨૨૭ યોજન ૩ કોશ ૧૨૮ ધનુષ ૧૩.૫ અંગુલ સાધિક પરિધિ છે. એક હજાર યોજન ઊંડો છે; (૨૪મી અને ૨૫મી વિજયની અપેક્ષા) ૯૯૦00 યોજન સાધિક(મેરુની અપેક્ષા) ઊંચો છે; એક લાખ યોજન સાધિક સર્વાગ્ર છે. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ વગેરેની પર્યાયોની અપેક્ષા અશાશ્વત છે અને અસ્તિત્વની અપેક્ષા સદા હતો અને સદા રહેશે, તેથી શાશ્વત છે. - આ જંબુદ્વીપ પૃથ્વી પાણી જીવ અને પુલ પરિણામ રૂપ છે. બધા જીવ અહીંયા પાંચ સ્થાવર રૂપમાં અનંતવાર ઉત્પન્ન થઈ ચૂકયા છે. આ દ્વીપમાં અનેક જંબૂવૃક્ષ છે, જંબૂવન છે, વનખંડ છે.જંબૂ સુદર્શન નામક શાશ્વત વૃક્ષ છે. જેના પર જંબુદ્વીપનો સ્વામી અનાદત મહર્તિક દેવ રહે છે, આ કારણે આ દ્વીપનું જંબૂદ્વીપ એ શાશ્વત નામ છે. નોંધ – વિશેષ જાણકારી માટે આ સૂત્રના અનુવાદ યુક્ત અને વિવેચન યુક્ત સંસ્કરણોનું તથા જંબુદ્વીપના નકશાનું અધ્યયન કરવું જોઇએ. જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર સારાંશ સંપૂર્ણ છે જૈનોલોજી અને વિજ્ઞાન જૈન ધર્મગ્રંથોમાં જ્યોતિષશાસ્ત્રની ઓળખ પાપશાસ્ત્ર તરીકે કરવામાં આવી છે. અહિં વિજ્ઞાન અને ધર્મને કોઇ મતભેદ નથી. જગતનો કોઈ કર્તા કે સર્જનહાર નથી એ બાબતે પણ વિજ્ઞાન અને ધર્મ સંમત છે. અનાદિ અનંત પુદગલ ગત હતું, છે અને રહેશે એ બાબતે પણ બેઉ એકમત છે. પરંતુ વિજ્ઞાન જીવ તત્વને માટે આ ધારણા કરવા તૈયાર નથી. વિજ્ઞાન આત્માનું અસ્તિત્વ સ્વીકારવા તૈયાર નથી. આ અત્માની સાબીતી માંગનાર પોતે કોણ છે ? જે સાબીતી માંગી રહયો છે ? પોતે કોઇ પુદગલ છે ? આત્મા પોતે જ પોતાના હોવા પર શંકા કરે, એ અચરજ અપાર છે. વિજ્ઞાનનો આધાર નિયમો છે જે બુદ્ધિનો વિષય છે. ધર્મનો આધાર સિધ્ધાંતો છે જ શ્રધ્ધાનો વિષય છે, અને આચરકા કર્યા પછી જ અનુભવથી તેની સાબીતી મળે છે. બન્નેનું લક્ષ્ય માનવ સમાજ અને જીવસૃષ્ટિની ઉન્નતિ છે પરંતુ સાધનો જુદા છે. ધર્મ આ લક્ષ્ય માટે આત્માને સારીત કરવાનું કામ કરે છે. બુદ્ધિવાદીઓ આને ભય તરીકે ઓળખાવે છે. સંસ્કાર અને ભય વચ્ચેની ભેદરેખા ભલે ગમે તેટલી પાતળી હોય, પરંતુ બેઉ અલગ તો છે જ. ભય એ અજ્ઞાનનું સંતાન છે જ્યારે સંસ્કારો જ્ઞાન થી જન્મે છે. જ કાર્ય કરવાને માટે કે ન કરવાને માટે તમારે કોઈ પ્રયત્ન કે પુસ્પાર્થ કરવો પડતો નથી, મગજ પણ વાપરવું પડતું નથી. સ્વભાવીકજ થાય છે. તે જ સંસ્કારો છે. બાકી જ્યાં વિચારવું પડે કે પ્રયત્નથી થાય, ત્યાં પોતાનું હજી નિરિક્ષણ કરવું જોઈએ.
SR No.009127
Book TitleAgamsara Uttararddha
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni, Lilambai Mahasati, Others
PublisherTilokmuni
Publication Year2013
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy