SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ આગમસાર– ઉતરાર્ધ 234 જાય છે. ૬ મહિના થાય ત્યારે તેમના માતા પિતા છીંક એવું બગાસાના નિમિત્તે લગભગ સાથે મરી જાય છે. પછી તે યુગલ ભાઈ બહેનના રૂપમાં સાથે સાથે વિચરણ કરે છે અને યૌવન વય પ્રાપ્ત થતાં સ્વતઃ પતિ પત્નીનું રૂપ ધારણ કરી લે છે. યુગલ શરીર :– તે સમયના મનુષ્યની ઉમર ૩ પલ્યોપમની હોય છે અને ક્રમિક ઘટતાં ઘટતાં પ્રથમ આરાની સમાપ્તિ સુધી ૨ પલ્યોપમની થઈ જાય છે. તે મનુષ્યોના શરીરની અવગાહના ૩ કોશની હોય છે. સ્ત્રી પુરુષથી ૨-૪ અંગુલ નાની હોય છે. આ અવગાહના પણ ઘટતાં ઘટતાં પહેલા આરાના અંતમાં ૨ કોશ (ગાઉ) થઈ જાય છે. આ યુગલ મનુષ્યોના શરીર વજૠષભનારાચ સંહનન– વાળા હોય છે. તેનું સંસ્થાન સુંદર સુડોલ સમચોરસ હોય છે. એમના શરીરમાં ૨૫૬ પાંસળીઓ હોય છે. ક્ષેત્ર એવું યુગલ સ્વભાવ :– આ યુગલ મનુષ્યને ત્રણ દિવસે આહારની ઇચ્છા ઉત્પન્ન થાય છે. એમનો આહાર પૃથ્વી, પુષ્પ અને ફલ રૂપ હોય છે. આ પદાર્થોનો આસ્વાદ ચક્રવર્તીના ભોજનથી પણ અધિક સ્વાદિષ્ટ હોય છે. સોના ચાંદી અને ઝવેરાત જ્યાં ત્યાં પડયા હોય પરંતુ કોઈના ઉપયોગમાં આવતા નથી. તે મનુષ્ય વૈર ભાવથી રહિત હોય છે. તીવ્ર અનુરાગ પ્રેમ બંધન પણ એમને નથી હોતા. તેઓ પગે વિહાર વિચરણ કરતા હોય છે અર્થાત્ ઉપલબ્ધ હાથી, ઘોડા આદિ પર સવારી કરતા નથી. પશુના દૂધ આદિ પદાર્થોનો પણ તે મનુષ્ય ઉપયોગ કરતા નથી. હિંસક પશુ, સિંહ આદિ પણ આ મનુષ્યને જરા પણ બાધા—પીડા પહોંચાડતા નથી. ધાન્ય આદિ પણ એમના ઉપયોગમાં આવતા નથી. ત્યાંની ભૂમિ સ્વચ્છ નિર્મલ કંટક આદિ થી રહિત હોય છે. ડાંસ, મચ્છર, માંકડ આદિ ક્ષુદ્ર જંતુ હોતા નથી. સર્પ આદિ પણ ભદ્ર પ્રકૃતિવાળા હોય છે. ત્યાંના દસ વિશિષ્ટ વૃક્ષોને વ્યવહાર ભાષામાં કલ્પવૃક્ષ કહે છે. આ ઉપરાંત પણ અનેક જાતિના વૃક્ષ એ કાળમાં હોય છે. યુગલ મનુષ્ય અલ્પેચ્છાવાળા, ભદ્ર, વિનીત, ગુપ્ત, સંગ્રહવૃતિ રહિત અને વૃક્ષની શાખાની વચ્ચે નિવાસ કરનારા હોય છે. રાજા,માલિક,નોકર,સેવક આદિ એ સમયે હોતા નથી. નાચ, ગાન, મહોત્સવ આદિ થતા નથી. વાહન યાન આદિ હોતા નથી. મિત્ર, સખા, ભાઈ, બહેન, માતા, પિતા, પતિ, પત્ની, પુત્ર, પુત્રી એટલા સંબંધ હોય છે. કાકા, મામા, નાના, દાદા, દૌહિત્ર, પૌત્ર, પુત્ર વધૂ, ફૈબા, ભત્રીજા, માસી, આદિ સંબંધ હોતા નથી. મૂલ પાઠમાં પુત્રવધૂનો શબ્દ લિપિ પ્રમાદ આદિ કોઈ કારણથી પ્રવિષ્ટ થઈ ગયો લાગે છે. કારણ કે ૬ મહિનાના ભાઈ બહેનમાં પતિ પત્નિના ભાવ ન હોઈ શકે. ૬ મહિના પછી માતા પિતા જીવિત રહેતા નથી. તે મનુષ્ય જીવનમાં કોઈ પણ પ્રકારના કષ્ટ દુ:ખ ભોગવતા નથી. સહજ શુભ પરિણામોથી મરીને તે દેવ ગતિમાં જાય છે. તેઓ દેવગતિમાં ભવનપતિથી લઈને પહેલા બીજા દેવલોક સુધી જન્મે છે, આગળ જતા નથી. તેઓ પોતાની સ્થિતિથી ઓછી સ્થિતિના દેવ બની શકે છે, વધારે સ્થિતિના નહીં અર્થાત્ તે યુગલ મનુષ્ય ત્રણ પલ્યથી અધિક સ્થિતિના દેવ નથી બની શકતા. દશ હજાર વર્ષથી લઈને ૩ પલ્ય સુધી કોઈ પણ સ્થિતિ પ્રાપ્ત કરી શકે છે. અન્ય કોઈ પણ ગતિમાં તે જતા નથી. તિર્યંચ યુગલ પણ આજ રીતે જીવન જીવે છે અને દેવલોકમાં જાય છે. એમની ઉત્કૃષ્ટ અવગાહના મનુષ્યથી બે ગણી હોય છે અને જઘન્ય અનેક ધનુષની હોય છે. ત્યાં સામાન્ય તિર્યંચ પણ અનેક જાતિના હોય છે. આ રીતે પ્રથમ આરાનું વર્ણન પૂર્ણ થયું. તે કાળ ૪ ક્રોડા ક્રોડી સાગરોપમ સુધી ચાલે છે. તે સમયના સ્ત્રી પુરુષના શરીરનું વિસ્તૃત વર્ણન પ્રશ્નવ્યાકરણ સૂત્રમાં છે. = (૨) ‘સુખમ’ બીજો આરો ઃ– પહેલો આરો પૂર્ણ થતાં બીજો આરો શરૂ થાય છે. બધા રૂપી પદાર્થોના ગુણોમાં અનંત ગણી હાનિ થાય છે. આ આરાની શરૂઆતમાં મનુષ્યની ઉમર બે પલ્યોપમ અને અંતમાં એક પલ્યોપમની હોય અવગાહના પ્રારંભમાં બે કોશ અને અંતમાં એક કોશ હોય છે. એમના શરીરમાં ૧૨૮ પાંસળીઓ હોય છે. તેમને બે દિવસે આહારની ઇચ્છા ઉત્પન્ન થાય છે. માતા પિતા, પુત્ર ને પુત્રીનો ઉછે૨ ૬૪ દિવસ કરે છે. આ બધા પરિવર્તન ક્રમિક હોય છે એવું સમજવું. શેષ વર્ણન પ્રથમ આરાની સમાન છે. તિર્યંચનું વર્ણન પણ પ્રથમ આરાની સમાન છે. આ આરો ૩ ક્રોડા ક્રોડી સાગરોપમ સુધી ચાલે છે. (૩) ‘સુખમ–દુઃખમ’ ત્રીજો આરો :– બીજો આરો પૂર્ણ થતાં ત્રીજો આરો શરૂ થાય છે. બધા રૂપી પદાર્થોના ગુણોમાં અનંતગણી હાનિ થાય છે. પ્રારંભમાં મનુષ્યોની ઉંમર એક પલ્યોપમની હોય છે, અંતમાં એક કરોડ પૂર્વની હોય છે. તેમની અવગાહના પ્રારંભમાં એક કોશની હોય છે, અંતમાં ૫૦૦ ધનુષની હોય છે. તેમના શરીરમાં ૬૪ પાંસળીઓ હોય છે. એક દિવસે આહારની ઇચ્છા થાય છે. પુત્રપુત્રીનો ઉછેર ૭૯ દિવસ કરે છે. શેષ વર્ણન પ્રથમ આરાની સમાન છે. આ આરાના બે તૃતીયાંશ ભાગ સુધી ઉક્ત વ્યવસ્થામાં ક્રમિક હાનિ થતી હોવાનું વર્ણન સમજવું. પરંતુ પાછળના એક તૃતીયાંશ( ૧/૩ ) ભાગમાં પલ્યોપમનો આઠમો ભાગ બાકી રહે ત્યારે અક્રમિક હાનિ વૃદ્ધિનો મિશ્રણ કાળ ચાલે છે. દસ વિશિષ્ટ વૃક્ષોની સંખ્યા ઓછી થવા લાગે છે. યુગલ વ્યવસ્થામાં પણ પાછું અંતર આવવા લાગે છે. આ રીતે મિશ્રણ કાળ ચાલતાં–ચાલતાં ૮૪ લાખ પૂર્વ જેટલો સમય આ આરાનો રહે છે, ત્યારે લગભગ પૂર્ણ પરિવર્તન થઈ જાય છે. અર્થાત્ યુગલકાલથી કર્મ ભૂમિકાળ આવી જાય છે. ત્યારે ખાવાપીવા, રહેણી કરણી, કાર્ય-કલાપ, સંતાનોત્પત્તિ, શાંતિ, સ્વભાવ, પરલોકગમન વગેરેમાં અંતર આવી જાય છે. ચારે ગતિ અને મોક્ષગતિ ચાલુ થઈ જાય છે. શરીરની અવગાહના અને ઉંમરનો પણ કોઈ ધ્રુવ કાયદો રહેતો નથી સંહનન સંસ્થાન બધા(છએ) પ્રકારના થઈ જાય છે. કુલકર વ્યવસ્થા :– પાછળના ૧/૩ ભાગમાં અને પૂર્ણ કર્મભૂમિ કાળના થોડા વર્ષ પૂર્વ વૃક્ષોની કમી વગેરેને કારણે અને કાળ પ્રભાવના કારણે કયારેક કયાંક પરસ્પર વિવાદ કલહ પેદા થવા લાગે છે. ત્યારે આ યુગલ પુરુષોમાં કોઈ ન્યાય કરવા– વાળું પંચ કાયમ કરી દેવાય છે. તેમને કુલકર કહ્યા છે. આ કુલકરોની વ્યવસ્થા પ–૭–૧૦–૧૫ પેઢી લગભગ ચાલે છે.(સમકાલીન ૧–૨–૩ ગણતા) ત્યાં સુધીમાં તો પ્રથમ તીર્થંકર ઉત્પન્ન થઈ જાય છે. કુલકરોને કઠોર દંડ નીતિ નહોતી ચલાવવી પડતી. સામાન્ય ઉપાલંભ માત્રથી અથવા અલ્પ સમજાવટથી એમની સમસ્યા હલ થઈ જતી. આ કુલકરોની ત્રણ નીતિ કહેલ છે. હકાર, મકાર, ધિક્કાર આવા શબ્દોના પ્રયોગથી આ યુગલ મનુષ્ય લજ્જિત ભયભીત અને વિનયવાન થઈને શાંત થઈ જાય છે. (હઅ—હે આ શું કરી રહયા છો ? અથવા શું કરી નાખ્યું આ તમે ? મઅ– આમ ન કરો.આમ ન કરાય. ધિક્ક–ધિક્કાર છે આ કામને અને આવા બીજા પણ કામોને.) આ વર્તમાન અવસર્પિણી કાળના ત્રીજા આરામાં થયેલા ૧૪ કુલકરોના નામ છે. (૧) સુમતિ, (૨) પ્રતિશ્રુતિ
SR No.009127
Book TitleAgamsara Uttararddha
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni, Lilambai Mahasati, Others
PublisherTilokmuni
Publication Year2013
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy