________________
jainology II
229
આગમસાર
(૨) સંગ્રહનય :– આ નયમાં વસ્તુના સામાન્ય ધર્મનો સ્વીકાર કરાય છે. અલગ-અલગ ભેદોથી વસ્તુને ભિન્ન ભિન્નરૂપે સ્વીકાર નહીં કરતા, સામાન્ય ધર્મથી જાતિવાચકરૂપથી વસ્તુનો સંગ્રહ કરીને એને એક વસ્તુરૂપ સ્વીકાર કરીને કથન કરવામાં આવે છે. એની વિભિન્નતાઓ અને વિશેષતાઓને એક રૂપ સ્વીકાર કરીને આ નય કથન કરે છે. અર્થાત્ આ નય યુક્ત કથનમાં સામાન્ય ધર્મની વિવિક્ષાની પ્રમુખતા રહે છે અને વિશેષ ધર્મ ગૌણ હોય છે. આ નય ભેદ–પ્રભેદોને ગૌણ કરે છે અને સામાન્ય—સામાન્યને ગ્રહણ કરે છે. આવું કરતાં એ વિશેષને પણ ગ્રહણ કરે છે પરંતુ વિશેષ ધર્મને સામાન્ય ધર્મરૂપમાં સ્વીકાર કરીને એમાં અનેક વસ્તુઓને સંગ્રહિત કરે છે. યથા— ઘડા’ દ્રવ્યનું કથન કરીને બધાજ ઘડાનો સ્વીકાર કરાયો છે. ભલે તે નાનો હોય કે મોટો હોય અથવા એક કે અનેક રંગનો હોય અથવા તેમાં અનેક ગુણ ભેદ કે મૂલ્યભેદ કેમ ન હોય, પરંતુ ઘડો એ ઘડો છે અને ભેદ, પ્રભેદ અને અલગ અલગ વસ્તુનો સ્વીકાર એમાં નથી હોતો. જ્યારે ‘વાસણ’ દ્રવ્યનો બોધ પણ બધી જાતના વાસણોને એકમાં સમાવિષ્ટ કરીને કરાય છે. અલગ–અલગ જાતિ યા અલગ–અલગ પદાર્થોની ભિન્નતાની અપેક્ષા આ નયમાં રખાતી નથી. આ નય વિશેષનો ગ્રાહક નથી, તે પણ ત્રણે ય કાળની અવસ્થા અને ચારે ય નિક્ષેપનો સ્વીકાર કરે છે.
(૩) વ્યવહાર નય :– વ્યવહારમાં ઉપયુક્ત જે પણ વસ્તુનો વિશેષ વિશેષતર ગુણ ધર્મ છે તેને સ્વીકાર કરનારો આ વ્યવહાર નય છે. એ નયવસ્તુની સામાન્ય સામાન્યતર ધર્મની અપેક્ષા રાખતો નથી. પોતાના લક્ષિત વ્યવહારોપયુક્ત વિશેષધર્મને સ્વીકાર કરવાની અપેક્ષા રાખે છે. એ ત્રણે ય કાળની વાતનો અને ચારે નિક્ષેપોનો સ્વીકાર કરે છે. સંગ્રહ નય જીવોને જીવ શબ્દથી કહેશે તો આ નય એને નારકી દેવતા આદિ વિશેષ ભેદથી કહેશે.
(૪) જુ સૂત્ર નય :– આ નય ભૂત–ભવિષ્યનો સ્વીકાર નથી કરતો. ફક્ત વર્તમાન ગુણધર્મનો સ્વીકાર કરે છે અર્થાત્ વર્તમાનમાં જે પદાર્થનું સ્વરૂપ કે અવસ્થા કે ગુણ છે તેને એ નય માનશે અને કહેશે પરંતુ શેષ અવસ્થાની અપેક્ષા કરતો નથી. આ નય ફક્ત ભાવ નિક્ષેપનો સ્વીકાર કરે છે.
(૫) શબ્દનય :– કાલ, કારક, લિંગ, વચન, સંખ્યા, પુરુષ, ઉપસર્ગ આદિ શબ્દોના જે અર્થ પ્રસિદ્ધ થાય, તેનો સ્વીકાર કરવાવાળો નય એ શબ્દ નય છે.
એક પદાર્થને કહેવાવાળા પર્યાયવાચી શબ્દોને એકાર્થક એક રૂપમાં આ નય સ્વીકાર કરી લે છે. અર્થાત્ શબ્દોને વ્યુત્પત્તિ અર્થથી, રૂઢ પ્રચલનથી અને પર્યાયવાચી રૂપમાં પણ સ્વીકાર કરે છે.
(૬) સમભિરૂઢ નય :– પર્યાયવાચી શબ્દોમાં નિરૂક્તિ ભેદથી જે ભિન્ન અર્થ હોય છે એને અલગ-અલગ સ્વીકાર કરનારો એવંભૂત નય છે. શબ્દ નય શબ્દોની અપેક્ષા રાખે છે. અર્થાત્ સર્વે શબ્દોને અને એના પ્રચલનને માને છે, પરન્તુ આ નય એ શબ્દોના અર્થની અપેક્ષા રાખે છે. પર્યાય શબ્દોના વાચ્ય અર્થવાળા પદાર્થોને ભિન્ન ભિન્ન માને છે. આ નય વિશેષનો સ્વીકાર કરે છે. સામાન્યને નથી માનતો; વર્તમાન કાળને માને છે અને એક ભાવ નિક્ષેપનો જ સ્વીકાર કરે છે.
(૭) એવંભૂત નય :– અન્ય કોઈપણ અપેક્ષા યા શબ્દ અથવા શબ્દાર્થ આદિનો સ્વીકાર નહીં કરતાં એ જ અર્થમાં ઉપયુક્ત(ઉપયોગ સહિત) અવસ્થામાં એ નય વસ્તુનો સ્વીકાર કરે છે; અન્ય અવસ્થામાં વસ્તુનો સ્વીકાર કરતો નથી, સમભિરૂઢ નય તો અર્થ ઘટિત હોવાથી એ વસ્તુનો અલગ સ્વીકાર કરી લે છે. પરંતુ આ નય તો અર્થની જે ક્રિયા છે તેમાં વર્તમાન વસ્તુનો જ સ્વીકાર કરે છે અર્થાત્ ક્રિયાન્વિત રૂપમાં જ શબ્દ અને વાચ્યાર્થવાળી વસ્તુનો સ્વીકાર કરે છે. આ પ્રકારે આ નય શબ્દ, અર્થ અને ક્રિયા ત્રણેને જુએ છે. વસ્તુના જે નામ અને અર્થ છે, તેવી જ તેની ક્રિયા અને પરિણામની ધારા હોય, વસ્તુ સ્વયંના ગુણધર્મમાં પૂર્ણ હોય અને પ્રત્યક્ષ દેખાય, સમજાય તેને જ તે એવંભૂત નય વસ્તુરૂપમાં સ્વીકાર કરે છે. એક અંશ પણ ઓછો હોય તો તે આ નયને સ્વીકાર્ય નથી.
આ પ્રકારે આ નય સામાન્યને સ્વીકારતો નથી, વિશેષને સ્વીકારે છે. વર્તમાનકાળ એવં ભાવનિક્ષેપનો સ્વીકાર કરે છે.
દષ્ટાંતો દ્વારા પુનઃ નયસ્વરૂપ વિચારણા
નૈગમ નય :– આ નયમાં વસ્તુ સ્વરૂપને સમજવામાં કે કહેવામાં તેના સામાન્ય ધર્મ અને વિશેષ ધર્મ બન્નેની પ્રધાનતાનો સ્વીકાર હોય છે. ભૂત, ભવિષ્ય, વર્તમાન સર્વે અવસ્થાને પ્રધાનતા આપીને તેનો સ્વીકાર કરે છે. વસ્તુના વિશાળરૂપથી પણ તે વસ્તુનો સ્વીકાર કરે છે અને વસ્તુના એક અંશથી પણ તે વસ્તુનો સ્વીકાર કરવામાં આવે છે. આ નયના અપેક્ષા—સ્વરૂપને સમજવા માટે ત્રણ દૃષ્ટાંત આપ્યા છે. યથા- ૧. નિવાસનું ૨. પ્રસ્થક નામના કાષ્ઠ પાત્રનું ૩. ગામનું.
(૧) એક વ્યક્તિએ બીજી વ્યક્તિને પૂછ્યું કે આપ ક્યાં રહો છો ? તો એના પ્રશ્નના ઉત્તરમાં તે કહે કે હું લોકમાં રહું છું અથવા તિરછા લોકમાં રહું છું અથવા જંબૂદ્વીપમાં ભરતક્ષેત્રમાં હિન્દુસ્તાનમાં, આ રીતે ગુજરાત, રાજકોટ, કાલાવડ રોડ, ઓમાનવાળા ઉપાશ્રય, બીજા માળે વગેરે કોઈપણ ઉત્તર આપે. નૈગમ નય તે બધી અપેક્ષાઓને સત્ય યા પ્રમુખતાથી સ્વીકાર કરે છે. (૨) કાષ્ઠપાત્ર બનાવવા માટે લાકડા કાપવા જંગલમાં જતી વખતે કોઈના પૂછવા પર તે વ્યક્તિ કહે કે પ્રસ્થક(કાષ્ઠ પાત્ર) લેવા જઈ રહ્યો છું. વૃક્ષ કાપતી વખતે, પાછા આવતી વખતે, છોલતી વખતે, સુધારતી વખતે અને પાત્ર બનાવતી વખતે, આ પ્રકારે સર્વે અવસ્થાઓમાં એનું પ્રસ્થક બનાવવાનું કહેવું નૈગમ નય સત્ય સ્વીકાર કરે છે.
(૩) જયપુર જનારો વ્યક્તિ જયપુરની સીમામાં પ્રવેશ કરતાં કહે કે જયપુર આવી ગયું, નગર કે બગીચામાં પ્રવેશતાં કહે જયપુર આવી ગયું, શહેરમાં પહોંચતાં, પ્રવેશતાં, મોટા રસ્તા પર પહોંચતાં અને તેમાં પણ લાલ ભવનમાં બેસતાં, પોતાના સાથીઓને કહે કે આપણે જયપુરમાં બેઠા છીએ. આ સર્વે અવસ્થાઓના વાક્ય પ્રયોગોને નૈગમ નય વગર સંકોચે સત્ય સ્વીકાર કરી લે છે. આ નૈગમ નયની અપેક્ષા છે. આ પ્રકારે દ્રવ્ય પર્યાય સામાન્ય અને વિશેષ તથા ત્રણે કાળને સત્ય સ્વીકાર કરનારો નૈગમ નય છે.
સંગ્રહ નય ઃ– નૈગમ નય સામાન્ય અને વિશેષ બન્નેની ઉપયોગિતાનો સ્વીકાર કરે છે. સંગ્રહ નય ફક્ત સામાન્યનો સ્વીકાર કરે છે, વિશેષને ગૌણ કરે છે. સામાન્ય ધર્મથી અનેક વસ્તુઓને એકમાં જ સ્વીકાર કરવાવાળો સંગ્રહ નય છે. યથા– ભોજન લાવો. આ કથનમાં રોટલી, શાક, મિઠાઈ, દહીં, નમકીન ઇત્યાદિ સર્વે પદાર્થોને ગ્રહણ કરી એને આદેશ અપાય તેને સંગ્રહ નય કહે છે. એવી