SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ આગમસાર- ઉતરાર્ધ 220 ઉત્કીર્તન આનુપૂર્વી – એના પૂર્વાનુપૂર્વી આદિ ત્રણ ભેદ છે, જે ભગવાન ઋષભ દેવ આદિ ભગવાન મહાવીર પર્યન્ત ૨૪ તીર્થકરોની અપેક્ષાએ કહેવી જોઇએ. ગણનાનુપૂર્વી – એના પૂર્વાનુપૂર્વી આદિ ત્રણ ભેદ છે. જે એક, દસ, સો, હજાર, દસ હજાર, લાખ, દસ લાખ, કરોડ, દસ કરોડ, અરબ સુધી. આ દસ પદોની અપેક્ષાએ કહેવી જોઈએ. સંસ્થાન આનુપૂર્વીઃ- છ સંસ્થાનોની અપેક્ષાએ કહી શકાય છે. સમાચારી આનુપૂર્વી – “આવસ્યહિ આદિ દસ સમાચારની અપેક્ષાએ કહી શકાય. ભાવાનુપૂર્વી – એ છ ભાવોની અપેક્ષાએ કહી શકાય છે, ૧. ઉદય, ૨. ઉપશમ, ૩. ક્ષાયિક, ૪. ક્ષયોપથમિક, ૫. પારિણામિક ૬. મિશ્ર સંયોગી(સન્નિપાતિક) ભાવ. આ આનુપૂર્વી અધિકાર પૂર્ણ થયો. (૨) નામ ઉપક્રમ:- નામ ઉપક્રમના દસ પ્રકાર છે. યથા– એક નામ, બે નામ, ત્રણ નામ યાવત્ દસ નામ. એક નામ:- દ્રવ્ય ગુણ પર્યાયના જે નામ લોકમાં રૂઢ થયેલા છે તે બધાની “નામ” એક સંજ્ઞા હોવાથી સર્વે એક નામ છે. બે નામ :- એકાક્ષર “શ્રી' આદિ, બે અક્ષર દેવી' આદિ અથવા જીવ અજીવ એ બે નામ' છે. વિશેષિત, અવિશેષિત ભેદરૂપ અપેક્ષાએ બે નામ અનેક પ્રકારના થાય છે. જેમ કે- જીવ અવિશેષિત અને નારકી ઇત્યાદી વિશેષિત. નારકી અવિશેષિત, રત્નપ્રભા. ઈત્યાદિ વિશેષિત. એ રીતે ભેદાનભેદ કરતાં અનુત્તર દેવ અવિશેષિત, વિજય, વૈજયંત વિશેષિત છે. આ બે નામ છે. તે જ રીતે અજીવ દ્રવ્યમાં સમજવું. ત્રણ નામ - દ્રવ્ય, ગુણ, પર્યાય આ ત્રણ નામ છે. એમાં દ્રવ્યના ૬ ભેદ, ગુણના વર્ણાદિ પાંચ ભેદ તેમજ ૨૫ ભેદ અને પર્યાયના એક ગુણ કાલા યાવતુ અનંત ગુણ કાલા ઇત્યાદિ અનંત ભેદ છે. સ્ત્રી, પુરુષ, નપુંસક આ પણ ત્રણ નામ છે. સ્ત્રી નામના અંતમાં સ્વર આ,ઈ, ઊ હોય છે. પુરુષ નામના અંતમાં આ, ઈ, ઊ, ઓ. હોય છે. નપુંસક નામના અંતમાં એ,ઇ, ઉ હોય છે. જેમ કે – ૧. માળા, લક્ષ્મી, વધૂ, ૨. રાજા, ગિરી, ૩. ધન્ન, અદ્ઘિ, મહું. ચાર નામ:- નામ ચાર પ્રકારથી બને છે. ૧. આગમથી, ૨. લોપથી, ૩. પ્રકૃતિથી ૪. વિકારથી. ઉદાહરણ:- (૧) પહ્માનિ, પયામિ, કુંડાનિ, (૨) તેડત્ર રથોડત્ર (અ નો લોપ) (૩)અગ્નિ એતો, પર્ ઈમૉ (એમાં સંધી નથી. પ્રકૃતિ ભાવ થવાથી), (૪)દંડસ્ય + અગ્રં ઊ દંડાગ્રં (એક વર્ણના સ્થાન પર અન્ય વર્ણ.) પાંચ નામ: ૧. કોઈ વસ્તુનો બોધ કરાવનાર શબ્દ યા નામ તે નામિક નામ છે. ૨.(ખલ) આદિ નૈપાતિક નામ છે. ૩.(ધાવતિ)આદિ તિગત ક્રિયાઓ આખ્યાતિક નામ છે. ૪.(પરિ) ઈત્યાદિ ઉપસર્ગ પસર્ગિક નામ છે. ૫. “સંયત ઇત્યાદિ મિશ્ર સંયોગી નામ છે. તેમાં ઉપસર્ગ પણ છે, નામિક પણ છે. છ નામ:- (૧) ઉદય ભાવ–આઠ કર્મોનો ઉદય. જેમાં જીવ ઉદય નિષ્પન્ન– મનુષ્યત્વ, ત્રસત્વ, દેવત્વ વગેરે અને અજીવ ઉદય નિષ્પન્ન– શરીર વગેરે. (૨) ઉપશમ ભાવ – મોહનીય કર્મના ઉપશમથી ઉપશમ સમકિત, ઉપશમ– શ્રેણી, ઉપશાંત મોહ ગુણસ્થાન, ઉપશમ ચારિત્ર લબ્ધિ . (૩) ક્ષાયિક ભાવ – આઠ કર્મ તથા તેની સમસ્ત પ્રકૃતિઓના ક્ષયથી ઉત્પન્ન થયેલ ભાવ. (૪) લાયોપથમિક ભાવ:– જ્ઞાનાવરણીય આદિ ચાર ઘાતી કર્મોના ક્ષય અને ઉપશમને ક્ષાયોપથમિક ભાવ કહે છે. ચાર જ્ઞાન, પાંચ ઇન્દ્રિયો, ત્રણ દર્શન, ચાર ચારિત્ર, ગણિ, વાચક, વગેરે પદવી. ઉદય પ્રાપ્ત કર્મનો ક્ષય, અનુદીર્ણના વિપાકોદયની અપેક્ષાએ ઉદય અભાવ(ઉપશમ), આ પ્રકારે ક્ષયથી ઉપલક્ષિત ઉપશમ જ ક્ષયોપશમ કહેવાય છે. ઉપશમમાં પ્રદેશોદય પણ નથી હોતો, પરંતુ ક્ષયોપશમમાં પ્રદેશોદય હોય છે. વિપાકોદય નથી હોતો. (૫) પારિણામિક ભાવ:– સાદિ પારિણામિક– વાદળા, સંધ્યા, પર્વત, ઇન્દ્રધનુષ, વિજળી, હવા વર્ષા વગેરે. અનાદિ પારિણામિક જીવત્વ, ભવીત્વ, અભવીત્વ, લોક, અલોક અને ધર્માસ્તિકાય વગેરે. (૬) સન્નિપાતિક (સંયોગી–મિશ્ર) ભાવ:– પૂર્વોકત પાંચ ભાવો વડે કિક સંયોગી વગેરે ૨૬ ભંગ બને છે. તેને સન્નિપાતિક ભાવ કહેવાય છે. છવ્વીસ ભંગ :- દ્વિસંયોગી ભંગ ૧૦:- ૧. ઉદય–ઉપશમ ૨. ઉદય–ક્ષય ૩. ઉદય-ક્ષયોપશમ, ૪. ઉદય-પરિણામિક ૫. ઉપશમ–ક્ષય, ૬. ઉપશમ-ક્ષયોપશમ, ૭. ઉપશમ–પારિણામિક ૮, ક્ષય-ક્ષયોપશમ ૯. ક્ષય-પારિણામિક ૧૦. ક્ષયોપશમપારિણામિક. ત્રિસંયોગી ભંગ ૧૦ - ૧. ઉદય-ઉપશમ-ક્ષય ૨. ઉદય-ઉપશમ–ક્ષયોપશમ ૩. ઉદય-ઉપશમ-પારિણામિક ૪. ઉદય-ક્ષય-ક્ષયોપશમ ૫. ઉદય-ક્ષય-પરિણામિક ૬. ઉદય-ક્ષયોપશમ-પારિણામિક ૭. ઉપશમ–ક્ષય-ક્ષયોપશમ ૮. ઉપશમ–ક્ષય- પારિણામિક, ૯. ઉપશમ–ક્ષયોપશમ-પારિણામિક ૧૦. ક્ષય-ક્ષયોપશમ– પારિણામિક. ચારસંયોગી ભંગ ૫ - ૧. ઉદય–ઉપશમ–ક્ષય-ક્ષયોપશમ ૨. ઉદય–ઉપશમઉદય-ઉપશમયોપશમ–પારિણામિક ૪. ઉદય-ક્ષય- લયોપશમ-પારિણામિક પ. ઉપશમ-ક્ષય-ક્ષયોપશમ-પારિણામિક. પાંચ સંયોગી એક ભંગ:- ઉદય–ઉપશમ–ક્ષય-ક્ષયોપશમ–પારિણામિક. આ ૨૬ ભંગોમાંથી જીવમાં ૬ ભંગ પ્રાપ્ત થાય છે. શેષ ૨૦નું ભંગરૂપે અસ્તિત્વ માત્ર સમજવું. તે છ ભંગ આ પ્રમાણે છે૧) ક્ષાયિક, પારિણામિક– સિદ્ધોમાં. ૨) ઉદય, ક્ષયોપશમ, પારિણામિક- સામાન્યરૂપથી સંસારી જીવોમાં. ૩) ઉદય, ક્ષાયિક, પારિણામિક– ભવસ્થ કેવળીમાં (ગુણસ્થાન ૧૩–૧૪મા) ૪) ઉદય, ક્ષય, ક્ષયોપશમ, પારિણામિક– ક્ષાયિક સમકિતી સામાન્ય જીવમાં
SR No.009127
Book TitleAgamsara Uttararddha
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni, Lilambai Mahasati, Others
PublisherTilokmuni
Publication Year2013
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy