________________
jainology II
207
આગમસાર - કૃષ્ણ લેશી અંતર શતકના પહેલા ઉદ્દેશામાં ૧૨ દ્વારમાં ફર્ક(અંતર) હોય છે. જેમ (૧) બંધ. (૨) વેદક (૩) ઉદય (૪) ઉદીરણા (૫) લેશ્યા (૬) બંધક (૭) સંજ્ઞા (૮) કષાય (૯) વેદ બંધક આ ૯ દ્વાર બેઇન્દ્રિયની જેમ જ છે. (૧૦) અવેદી નહીં ત્રણ વેદ. (૧૧.૧૨) અનુબંધ સ્થિતિ–એક સમય અને ૩૩ સાગર. બાકી દ્વારા સન્નીના પ્રથમ અંતર શતક જેવું છે. આ બીજા અંતર શતકનો પહેલો ઉદ્દેશો થયો.
બીજા ઉદ્દેશામાં-૧૩ દ્વારમાં તફાવત (પાણતા) હોય છે. તે પ્રથમ શતકના બીજા ઉદ્દેશા સરખા છે. એ દ્વારોના નામ (૧) અવગાહના (૨) બંધ (૩) ઉદીરણા (૪) દષ્ટિ (૫) યોગ (૬) શ્વાસ (૭) વિરતિ. (૮) બંધક. (૯) સ્થિતિ. (૧૦) અનુબંધ (૧૧) સમુદ્યાત (૧૨) મરણ (૧૩) ગતિ.
બાકી વર્ણન પહેલા અંતર શતક જેવું છે.
કૃષ્ણ લેશ્યાની જેમ નીલ ગ્લેશ્યાનો શતક છે. પરંતુ એની સ્થિતિ અનુબંધ જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ ૧૦ સાગર સાધિક છે. અહીં સાધિક સ્થિતિમાં પલ્યોપમના અસંખ્યાતમો ભાગ અધિક છે અને અનુબંધમાં અંતર્મુહૂર્ત એનાથી પણ અધિક છે. જે એમાં જ સમાવિષ્ટ છે.
કાપોતલેશ્યા શતકમાં સ્થિતિ અનુબંધ જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ ત્રણ સાગર સાધિક છે. સાધિકનો અર્થ ઉપરવત્ છે. તેજોવેશ્યાના શતકમાં સ્થિતિ અનુબંધ જઘન્ય એક સમય છે. ઉત્કૃષ્ટ ૨ સાગર સાધિક છે. બાકી વર્ણન કૃષ્ણ લેશ્યાના સમાન છે. પરંતુ એમાં નો સંશોપ- યુક્ત પણ હોય છે. સાધિકનો અર્થ ઉપરવત્ છે.
પઘલેશ્યાના શતકમાં અનુબંધ ઉત્કૃષ્ટ દશ સાગર અંતર્મુહૂર્ત સાધિક છે. સ્થિતિ ઉત્કૃષ્ટ ૧૦ સાગરની જ હોય છે.
શુક્લલેશ્યાનો શતક પહેલા શતકના સમાન જ કહેવો પરંતુ શુક્લ લેશ્યાનું કથન કરવું. સ્થિતિ ઉત્કૃષ્ટ ૩૩ સાગરની અનુબંધ ૩૩ સાગર અંતમુહૂત સાધિક કહેવું
આ પ્રમાણે સાત ભવના શતક છે. પરંતુ સર્વ જીવ ઉત્પન્ન થવાનો દ્વારા કહેવો નહીં.
અભવીના ૯ દ્વારમાં ફર્ક છે. – (૧) આગતિ–અણત્તર વિમાન નહીં. (૨) દષ્ટિ ૧ (૩) જ્ઞાન નહીં અજ્ઞાન ૩ છે. (૪) અવિરત છે. (૫) સ્થિતિ ૧ સમય અને ૩૩ સાગર (૬) સમુદ્યાત– ૫ (૭) અનુબંધ-૧ સમય અને અનેક સો સાગર સાધિક (૮) લેશ્યા ૬ (૯) ગતિઅણત્તર વિમાનમાં નહીં. સર્વ જીવ ઉત્પન્ન થવાના દ્વાર ન કહેવા. ભવી અભવીના લેગ્યા શતકોમાં સ્થિતિ ઔધિકની (કલેશ્યાઓના) બીજાથી સાતમાં અંતર શતકની જેમ કહેવું.
આ ૨૧ અંતર શતકના ૨૩૧ ઉદેશા પૂર્ણ થયા.
II શતક: ૪૦ સંપૂર્ણ .
શતક: ૪૧ રાશિ યુગ્મ: આ શતકમાં અંતર શતક અને ૧૧-૧૧ ઉદ્દેશા નથી. પરંતુ કેવળ ઉદ્દેશા જ છે. (૧) સમુચ્ચય (૨) ભવી (૩) અભવી (૪) સમદષ્ટિ (૫) મિથ્યાદષ્ટિ (૬) કૃષ્ણ પક્ષી (૭) શુકલ પક્ષી– એમા ૬ વેશ્યા હોવાથી ૭–૭ ઉદ્દેશા છે. એટલે ૭ ૪૭ ઊ ૪૯ ઉદ્દેશા થયા. એને ચાર રાશિ યુગ્મથી ગુણા કરવાથી ૪૯ ૪૪ ઊ ૧૯૬ ઉદ્દેશા થાય છે. આ પ્રમાણે ત્રેવીસ દંડક જાણવા. વનસ્પતિમાં ૪-૮ એ પ્રમાણે અનંત ઉત્પન્ન થાય છે. બાકી બધામાં અસંખ્ય ઉત્પન્ન થાય છે. મનુષ્યમાં ઉત્કૃષ્ટ સંખ્યાતા અથવા અસંખ્યાતા ઉત્પન્ન થાય છે. આત્મ અસંયમથી ઉત્પન્ન થાય છે. પરંતુ આત્મ અસંયમ અને આત્મ સંયમ બનેથી જીવે છે. આ પ્રમાણે સલેશી, અલેશી અને સક્રિય, અક્રિય બને થાય છે. અક્રિય નિયમા સિદ્ધ બને છે. બાકી ભજનાથી સિદ્ધ થાય છે.
વૈમાનિક દેવ આત્મ સંયમથી પણ ઉત્પન થાય છે. અસંયમથી પણ ઉત્પન્ન થાય છે. આ પહેલો ઉદ્દેશો પૂર્ણ થયો. બીજો, ત્રીજો, ચોથો ઉદ્દેશો વ્યાજ, દ્વાપર, કલ્યોજ યુગ્મના રાશિ યુગ્મ છે. ઉત્પાત સંખ્યામાં અંતર છે. બાકી વર્ણન ૨૪ દંડકના પહેલા ઉદ્દેશા સરખા છે.
| શતક: ૪૧ સંપૂર્ણ II ભગવતી સારાંશ સંપૂર્ણ
નિંભાડાની ધગધગતી માટી પર પડેલી વરસાદની પહેલી બુંદો, ભાપ બનીને ઉડી જાય છે. આવી અનેક બુંદોના બલિદાન પછી જયારે માટી ઠંડી થાય છે ત્યારે વરસાદની બુંદો તેના પર પાણી સ્વરુપે ટકે છે. તેમાં અનેક ઉપદેશો સાંભળ્યા પછી જીવને કયારેક કોઈકની વાણી અંતર સુધી પહોંચે છે. આ વાણીને અંતર સુધી પહોચાડવામાં એ દરેકનો ઉપકાર રહેલો છે. જેમણે એક પણ શબ્દનો અર્થ સમજાવ્યો હોય. તેથી કોઈના ઉપદેશ બીજા કરતાં વધારે પ્રભાવકારી અને સમજણ પૂર્વકનાં છે. એવો ભેદભાવ ન કરવો જોઇએ. આવું કરવાથી ગુરુની અવિનય અશાતના થાય છે.
જો આ બધા સાંભડેલા શબ્દો નો અર્થજ ખબર ન હોત તો, વાણી અંતરમાં કેવી રીતે પહોંચત. વાણી પ્રત્યે ગમો અણગમો પોતાનીજ એક દશા છે, એવું જાણી એકચીત થઈ સાંભડવાનો પ્રયાસ કરવો.