________________
jainology II
181
આગમસાર સચિત્ત અચિત્ત મિશ્રની અપેક્ષાએ બધામાં ત્રણે ઉપધિ છે. નારકીમાં સચિત – શરીર, અચિત – ઉત્પતિ સ્થાન અને મિશ્ર – શ્વાસોચ્છવાસ વગેરે છે. (૩) ઉપધિની જેમ પરિગ્રહમાં પણ આ જ ત્રણ-ત્રણ ભેદ સમજવા. (૪) પ્રણિધાન – સ્થિર યોગ. સુપ્રણિધાન અને દુપ્પણિધાન એમ બે ભેદ છે. બન્નેના ફરી મન, વચન, કાયા એમ ત્રણ ભેદ છે. જે દંડકમાં જેટલા યોગ છે, એટલા પ્રણિધાન સમજી લેવા. (૫) મક્ક શ્રાવક - રાજગૃહી નગરીની બહાર ગુણશીલ ઉદ્યાનમાં ભગવાન મહાવીર સ્વામી બિરાજમાન હતા. 'મુદ્રક' શ્રાવક દર્શન કરવા માટે ઘરેથી પગે ચાલીને જ નીકળ્યા. વચ્ચે અન્ય તીર્થિકોના નિવાસ સ્થાન આશ્રમની પાસેથી જઈ રહ્યા હતા, ત્યારે કેટલાક સંન્યાસી એમની પાસે આવ્યા અને પૂછવા લાગ્યા કે તમારા ભગવાન પંચાસ્તિકાય બતાવે છે? તમે એને જાણો જુઓ છો તો અમને પણ બતાવો કે તેઓ ક્યાં છે? અમે પણ જોઈએ. પ્રત્યક્ષ જોવાનું તર્ક અને સમાધાન મદ્રુકે કહ્યું – કેટલીક વસ્તુઓના કાર્યથી જ એનું અસ્તિત્વ જાણી અને જોઈ શકાય છે. બધી વસ્તુઓ પ્રત્યક્ષ જોઈ શકાતી નથી. અન્યતીર્થિક સંન્યાસી આક્ષેપપૂર્વક કહેવા લાગ્યા કે અરે ! તમે પણ કેવા શ્રાવક છો કે જાણતા નથી, જોતા નથી તો પણ માનો છો?
મદ્રુક શ્રાવકે જવાબમાં અનેક પ્રશ્ન ઉભા કરી દીધા. પવન વાય છે અને તમે જુઓ છો? સુગંધ આવી રહી છે. એને જુઓ છો? મારા શબ્દ સાંભળી રહ્યા છો અને જુઓ છો? અરણીકાષ્ટ્રમાં અગ્નિ છે એને જુઓ છો? સમુદ્રની પેલી પાર પણ જમીન છે, એને જુઓ છો? દેવલોક પણ છે. એને જુઓ છો? બધા પ્રશ્નોના જવાબ નિશ્ચિત છે કે "જોઈ શક્તા નથી".
મદ્રુકે એમને સમજાવ્યું કે હે આયુષ્યમાનું ! એવુ કરશો તો પૃથ્વીના કેટલાય પદાર્થોનો અભાવ થઈ જશે અર્થાત્ એ બધાનો નિષેધ કરવો પડશે. એટલે કેટલીક વસ્તુઓને હું, તમે અથવા છઘસ્થ મનષ્ય જોઈ શક્તા નથી. તો પણ એના ગણધર્મ, કાર્યથી તે પદાર્થના અસ્તિત્વનો સ્વીકાર કરવો જોઇએ. એ પ્રમાણે અન્યતીર્થિકોના આક્ષેપનું સમાધાન કરી એમને નિરુત્તર કર્યા અને ભગવાનની સેવામાં પહોંચ્યા, વંદન નમસ્કાર કરી પર્યાપાસના કરવા લાગ્યા. સિદ્ધાંતનું જ્ઞાન આવશ્યક - ભગવાને પરિષદની સમક્ષ એના સાચા જવાબ આપવાની પ્રશંસા કરી અને કહ્યું કે જે જાણ્યા વગર, અજ્ઞાનવશ, ખોટુ પ્રરૂપણ વગેરે કરે છે તેઓ કેવલજ્ઞાની અને ધર્મની આશાતના કરે છે. ભાવાર્થ એ છે કે શ્રમણ હોય કે
સક, એમણે યથાસમયે પોતાના ધર્મ સિદ્ધાંતોનું જ્ઞાન તેમજ એનો અર્થ, પરમાર્થ, હેતુ, પ્રશ્ર, ઉત્તર સહિત પ્રાપ્ત કરવા જોઇએ. પોતાને મળેલા સમયનો સદુપયોગ કરી શાસ્ત્રાભ્યાસમાં અવશ્ય સમય આપવો જોઈએ.
શાસ્ત્રાભ્યાસ નહીં વધારનારા પોતાના ધર્મની સ્થિરતાના પૂર્ણ રક્ષક પણ થઈ શકતા નથી અને સમય સમય પર સિદ્ધાંત વિપરીત પ્રરૂપણ ચિંતન કરનારા પણ બની શકે છે. ઉત્તરાધ્યયન સૂત્રના ર૯મા અધ્યયનના ૧૯મા પ્રશ્નના ઉત્તરમાં પણ આ જ ભાવ બતાવ્યો છે અને પ્રસ્તુત પ્રકરણમાં ભગવાને મદ્રુકની પ્રશંસા પછી આ જ ભાવ પ્રગટ કર્યો છે. મદ્રુક શ્રાવકનું ભવિષ્ય :- ગૌતમ સ્વામીના પૂછવાથી ભગવાને કહ્યું કે આ મદ્રુક શ્રાવક, શ્રાવકપર્યાયની આરાધના કરી પ્રથમ દેવલોકના અરુણાભ વિમાનમાં ઉત્પન્ન થશે. ત્યાંથી મહાવિદેહક્ષેત્રમાં એક ભવ કરી મક્ત થશે. (૬) કોઈ વ્યક્તિ હજાર રૂપ બનાવી યુદ્ધ કરે છે તો પણ એ બધા રૂપોમાં એક જ જીવ હોય છે અને આત્મ પ્રદેશો પણ સંબંધિત હોય છે. તથા તીક્ષણ શસ્ત્ર વડે વચ્ચેના અંતરાઓને છેદતાં તેને કાંઇ પણ બાધા પીડા થતી નથી. (૭) અસુરો અને દેવોના યુદ્ધ થાય તો વૈમાનિક દેવ જે પણ તણખલા, પાન, લાકડીને સ્પર્શ કરે તે બધા શસ્ત્ર રૂપમાં પરિણત થઈ જાય છે. પરંતુ અસુર- કુમારોને તો શસ્ત્રોની વિકુર્વણા કરવી પડે છે. (૮) કોઈપણ મહર્તિક દેવ કોઈપણ દ્વીપ સમુદ્રની તરત જ પરિક્રમા લગાવીને આવી શકે છે. જંબુદ્વીપથી રુચકવરદ્વીપ સુધી એમ જાણવુ. આગળના દ્વીપ સમુદ્રોમાં જઈ શકે છે અને આવી શકે છે. પરંતુ પ્રયોજનનો અભાવ હોવાથી પરિક્રમા લગાવતા નથી. (૯) દેવ પુણ્ય ક્ષયનો અનુપાત :- જેટલા પુણ્યાંશને વ્યંતર દેવ ૧૦૦ વર્ષમાં ક્ષય કરે છે, નવવિકાયના દેવ–૨૦૦ વર્ષમાં, અસુરકુમાર-૩00 વર્ષમાં, ગ્રહ નક્ષત્ર તારા વિગેરે જ્યોતિષી-૪૦૦ વર્ષમાં, સૂર્ય ચંદ્ર ૫00 વર્ષમાં, પહેલા બીજા દેવલોકના દેવ-૧૦00 વર્ષમાં, ત્રીજા ચોથા દેવલોકના દેવ ૨000 વર્ષમાં, પાંચમા છઠ્ઠા દેવલોકના દેવ 3000 વર્ષમાં, સાતમા આઠમા દેવલોકના દેવ ૪000 વર્ષમાં, નવથી બારમા દેવલોકનાં ૫000 વર્ષમાં, પહેલા રૈવેયક ત્રિકના દેવ લાખ વર્ષમાં, બીજા ગ્રેવેયક ત્રિકના દેવ બે લાખ વર્ષમાં, ત્રીજા રૈવેયક ત્રિકના દેવ ત્રણ લાખ વર્ષમાં, ચાર અણતર વિમાનના દેવ ચાર લાખ વર્ષમાં અને સર્વાર્થ સિદ્ધના દેવ પાંચ લાખ વર્ષમાં એટલા પપ્પાંશ ક્ષય કરે છે.
ઉદ્દેશક: ૮. (૧) અકષાયી છદ્મસ્થ શ્રમણ ઉપયોગપૂર્વક ચાલતા હોય તો પણ ક્યારેક કૂકડાના નાના બચ્ચા, બતકના નાના બચ્ચા, જેવા નાના બચ્ચા અચાનક ઉડીને, કૂદીને પગ નીચે આવી શકે છે. એમાં એમની ભૂલ નથી હોતી. પરંતુ એ બચ્ચા જ પોતે અચાનક આવી જાય છે. કેવળીના એવા અનાયાસ પ્રસંગ હોતા નથી. એ કષાય રહિત શ્રમણને ઈરિયાવહિ ક્રિયા જ લાગે છે. સાંપરાયિક ક્રિયા લાગતી. નથી. (૨) જે પણ શ્રમણ જોઈને વિશેષ ધ્યાનપૂર્વક ગમનાગમન કરે છે તે સંયત, વિરત અને પંડિત છે અને જે કોઈ શ્રમણ અથવા અન્યતીર્થિક જોયા વગર અથવા બરાબર ધ્યાન રાખ્યા વગર ગમનાગમન વિગેરે ક્રિયા કરે છે તે અસંયત અને બાલ હોય છે.
રાજગૃહી નગરીમાં શ્રમણોના રહેવાના બગીચાની પાસે જ અન્ય- તીર્થિકોનો આશ્રમ આવેલો હતો. એટલે તે અન્યતીર્થિક રસ્તે ચાલતા શ્રમણ, શ્રમણોપાસક સાથે પણ ચર્ચા કરી લેતા હતા અને ક્યારેક બગીચામાં આવીને પણ પ્રશ્નોત્તર અથવા આક્ષેપાત્મક ચર્ચા કરી લેતા હતા. પ્રસ્તુત વિષય નં.૨. બગીચામાં આવી ગૌતમ સ્વામીની સાથે આક્ષેપાત્મક ચર્ચા નો સાર છે. અહી પણ ભગવાને ગૌતમ સ્વામીની પ્રશંસા કરી. સાતમા ઉદ્દેશકમાં મક્ક સાથેની ચર્ચા પણ આ નગરીની છે.