________________
jainology II
175
આગમસાર (૧૮) ગૌતમ સ્વામીના પૂછવા પર ભગવાને ગોશાલકના ભૂત, ભવિષ્ય અંગે વર્ણન બતાવ્યું હતું અને વર્તમાન ધટના ને તો ઉપસ્થિત શ્રમણોએ પ્રત્યક્ષ જોઈ હતી. ભૂતકાળના છઘસ્થ કાળની ઘટનાનું વર્ણન કરતાં ભગવાને અનેક જગ્યાએ અહં શબ્દના પ્રયોગથી કથન કર્યું છે. વૈશ્યાયન તપસ્વીની તેજો વેશ્યાથી ગોશાલક ને બચાવવાના વર્ણનમાં પણ ભગવાને ગૌતમસ્વામીને સ્પષ્ટ કહ્યું હતું કે હે ગૌતમ! ત્યારે "મેં" ગોશાલક મંખલી પુત્રની અનુકંપા માટે શીત લેશ્યાથી તેનો લેશ્યાનું પ્રતિહનન કર્યું અને આગળના વર્ણનમાં ગોશાલકના પૂછવા પર એને પણ આ શબ્દો માં કહ્યું હતુ કે ત્યારે તે ગોશાલક! "મેં" તારા પ્રત્યેની અનુકંપાને કારણે વૈશ્યાયન બાળ તપસ્વીની તેજલેશ્યાને વચ્ચેથી પ્રતિહત કરી, રોકી દીધી. આમ આ કથન પણ ભગવાને કેવલી અવસ્થામાં બે વખત કર્યું. પરંતુ ક્યાંય એમ નથી કહ્યું કે "મેં ગોશાલકને છઘસ્થતાની ભૂલથી મોહવશ બચાવ્યો". અનુકંપા સંબંધી વિશેષ વિવરણ માટે આગમસાર–પૂર્વાર્ધનાં પરિષ્ટ માં જોવું. (૧૯) ભગવાન અને ગોશાલકની વચ્ચે થયેલ કેટલાય વ્યવહારોથી તર્કશીલ માનસમાં કેટલાય મૂંઝવણ ભર્યા પ્રશ્ન ઉભા થાય છે કે– (૧) ચાર જ્ઞાન સંપન્ન ભગવાને એને પોતાની સાથે રાખ્યો જ શા માટે? (૨) તલ સંબંધી પ્રશ્નોના ઉત્તર જ કેમ દીધા? જેનાથી વિરાધના થઈ. (૩) સ્વતઃ પોતાના જ કર્તવ્યથી તે ગોશાલક વૈશ્યાયન બાળ તપસ્વીની તેજોલેશ્યાથી મરી રહ્યો હતો, એને ભગવાને શીત લેશ્યાથી શા માટે બચાવ્યો? સુનક્ષત્ર અને સર્વાનુભૂતિ અણગારને પ્રભુએ બચાવ્યા નથી તો તેમાં ભગવાનને કયો દોષ લાગ્યો ઉત્તર– કાંઈપણ દોષ ન લાગ્યો. તેમજ ગોશાલકને ન બચાવત તોપણ ભગવાનને કોઈ દોષ લાગત નહીં. તેને બચાવવાથી તો તે જીવિત રહ્યો અને પોતે જ ૨૪મો તીર્થકર હોવાનું કહી, કેટલાય લોકોને ભ્રમિત કર્યા, મહા પાપ કર્યા. જેમ સુમંગલ અણગાર વિમલવાહનને ભસ્મ કરશે જ અને અણુત્તર વિમાનમાં જાશે, તેવી રીતે જ ભગવાનના કોઈ લબ્ધિધારી શ્રમણ ગોશાલકને પહેલાં જ કાંઈપણ શિક્ષા આપી શકતા હતા. તો સમવસરણમાં આવો પ્રસંગ બનતો જ નહીં. અનેક ઈન્દ્ર વગેરે પણ ગોશાલકના અવળા પ્રચારને રોકી ન શક્યા, એવું કેમ થયું? કેમ કે બધા ઈન્દ્ર સમ્યગ્ગદષ્ટિ છે, દઢધર્મી પ્રિયધર્મી છે. એક ભવ કરીને મોક્ષમાં જનારા છે; વગેરે વગેરે પ્રશ્નો થાય છે.
તે અનેક પ્રશ્નોનું સમાધાન આ છે કે ભગવાન અને ગોશાલકનો કોઈ એવો જ સંયોગ નિબદ્ધ હતો. વિશિષ્ટ જ્ઞાનિઓના આચરણ વિષયે છઘસ્થોએ સંકલ્પ-વિકલ્પ કરવા જ ન જોઇએ. કેમકે તે શાશ્વત જ્ઞાની ભવિતવ્યતાને જોઈ લે છે, ભૂત-ભવિષ્યને જાણીને તેને અનુરૂપ આચરણ કરે છે. તેથી સુમંગલ અણગારે પણ પહેલાં જ્ઞાનથી એ જોયું કે આ રાજા આવો દુર્વ્યવહાર કેમ કરી રહ્યો છે. એનું ભૂત-ભવિષ્ય શું છે? આ જ રીતે ભગવાને એવંતાને દીક્ષા આપી, ભલે ને તેણે કાચા પાણીમાં પાત્રી તરાવી. જમાલીને દીક્ષા તો આપી દીધી, પરંતુ વિચરણની આજ્ઞા માંગવા પર મૌન ધારણ કર્યું. ભગવાને જ્ઞાનમાં ફરસના જોઈને જ તે પ્રકારની પ્રવૃતિઓ કરી હતી. છદ્મસ્થોના તર્કની અહી ગતિ હોતી નથી. આથી આવા–આવા વિવિધ પ્રશ્નો આપણા અનધિકાર ગત છે. નિશ્ચય જ્ઞાનીયોના પ્રત્યેક વ્યવહાર જ્ઞાનસાપેક્ષ હોય છે અને આપણા છઘસ્થોના વ્યવહાર બુદ્ધિ સાપેક્ષ હોય છે તેમજ સૂત્ર સાપેક્ષ પણ હોય છે. આ ભિન્નતા જાણીને જ્ઞાનિયોના જ્ઞાન સાપેક્ષ આચરણ સબંધી ઉપરના પ્રશ્નોના અથવા આવા અન્ય પણ ઘણા પ્રશ્નોના સમાધાન સ્વતઃ કરી લેવા જોઇએ. (૨૦)ભગવાન પાર્શ્વનાથ ના ૬ વિશિષ્ટ શિષ્યોને અહીં દિશાચર શબ્દથી સંબોધ્યા છે. તે પૂર્વેના જ્ઞાતા હતા, એમણે જીવનમાં દિશાની પ્રમુખતાથી કોઈ વિશિષ્ટ તપ, ધ્યાન અથવા વિહારચર્યાનું આચરણ કર્યું હશે. જેનાથી તે દિશાચરના નામથી વિખ્યાત થયા. એમના આગમનથી ગોશાલકની શક્તિમાં વિશેષ અભિવૃદ્ધિ થઈ. એવો સૂત્ર વર્ણનથી આભાષ થાય છે. આ રીતે તેઓ કોઈ વિશિષ્ટ ચમત્કારી જ્ઞાની અને લબ્ધિ સંપન્ન શ્રમણ હતા. (૨૧)મંખમતના ભિક્ષાચર લોકો પણ ચાતુર્માસમાં ભ્રમણ કરતા નથી અને ભિક્ષાચર હોવા છતાં પણ સપત્ની ભ્રમણ કરતા હતા તથા ચિત્ર ફલક દેખાડીને ભિક્ષા પ્રાપ્ત કરતા હતા.
|| શતક ૧૫ સંપૂર્ણ ||.
શતક–૧૬: ઉદ્દેશક-૧ (૧) એરણ પર હથોડાનો માર પડવો વગેરે એવી કોઈ પણ પ્રવૃતિ કરવાથી વાયુ ઉત્પન્ન થાય છે. એનાથી બીજા વાયુની હિંસા થાય છે. એના પછી આ વાય પણ બીજા પદાર્થનો સ્પર્શ થવાથી મરે છે. (૨) અગ્નિ પણ વાયુ વગર બળતો નથી. અગ્નિના જીવોની ઉમર ત્રણ દિવસ રાતની હોય છે. પછી ત્યાં બીજા અગ્નિના અને વાયુના જીવ ઉત્પન્ન થતા રહે છે. ત્યારે અગ્નિ લાંબા સમય સુધી બળતો રહે છે. (૩) ભઠ્ઠીમાં તપેલા લોખંડને આમ તેમ કરવા કે પકડવામાં લુહારને તથા કામ આવનાર બધા સાધનોને અને ભઠ્ઠીના જીવોને પાંચ ક્રિયા લાગે છે.એરણ પર મુકીને કૂટતી વખતે લુહાર શાળા સહિત બધા ઉપયોગી સાધનોના જીવોને અને લુહારને પાંચ ક્રિયા લાગે છે (૪) જીવ અધિકરણી છે અને ઈન્દ્રિય વિગેરે અધિકરણોથી કદાચિત અભેદની નજરે અધિકરણ પણ છે સાધિકરણ છે. નિરાધિકરણી નથી. આત્મઅધિકરણી,પરઅધિકરણી અને તદુભય અધિકરણી ત્રણે છે.તથા જીવોનું અધિકરણ આત્મપ્રયોગથી,પરપ્રયોગથી અને તદુભય પ્રયોગથી ત્રણે રીતે થાય છે. ચોવીસ દંડકના જીવ પણ અવિરતિની અપેક્ષાએ સાધિકરણ વગેરે છે. ૫ શરીર, ૫ ઈન્દ્રિય, ૩ યોગ આ અધિકરણ છે. જે દંડકમા જે હોય તે એના નિવર્તનમા અધિકરણી હોય છે.
ઉદ્દેશકઃ ૨ (૧) જરા શારીરિક દુઃખ, પીડાં; “શોક એટલે માનસિક દુઃખ. આ કારણે એકેન્દ્રિય, વિકસેન્દ્રિય માં જરા છે. શોક નથી. શેષ દંડકમાં બંન્ને છે. (૨) શ્રમણો ના પાંચ પ્રકારના અવગ્રહ હોય છે. (૧) દેવેન્દ્રના (૨) રાજાના (૩) ગાથાપતિના (૪) શય્યાતરના (૫) સાધર્મિક શ્રમણોના. આ પાંચ પ્રકારના અવગ્રહ જાણીને પ્રથમ દેવલોકના ઈન્દ્ર શકેન્દ્ર ભગવાનના બધા શ્રમણો માટે પોતાના આધિપત્યના દક્ષિણ લોકમાં અર્થાત્ ભરત ક્ષેત્રમાં વિચરણ કરવાની તથા કલ્પનીય પદાર્થો ગ્રહણ કરવાની આજ્ઞા આપી. પછી વંદન નમસ્કાર કરીને જતા રહ્યા.