________________
jainology II
173
આગમસાર સ્વસ્થ થવા લાગ્યું. થોડા સમયમાં જ ભગવાન આરોગ્યવાન અને શરીરથી બળ સંપન્ન થઈ ગયા. ચતુર્વિધ સંઘમાં પ્રસન્નતાની લહેર ફેલાઈ ગઈ. ત્યાં સુધી કે અનેક દેવ-દેવી પણ ખુશ થયા કે શ્રમણ ભગવાન મહાવીર સ્વામી સ્વસ્થ થઈ ગયા છે. પછી ભગવાન પૂર્વવત્ ધર્મોપદેશ દેતા ગ્રામાનુગ્રામ વિચરણ કરવા લાગ્યા. ગોશાલકનો બીજો ભવ રાજાવિમલવાહન – ગોશાલકનો જીવ દેવલોકનું આયુ સમાપ્ત થવા પર આ જ ભારતમાં વિંધ્યગિરિ પર્વતની નજીક પુંડ દેશમાં શત દ્વારા નગરીમાં જન્મ લેશે. ગુણોથી અને રૂપથી સંપન્ન થશે. યોગ્ય સમયે એના માતા- પિતા એનો રાજ્યાભિષેક કરશે. તે મહાન બળવાન રાજા થશે. યશસ્વી થશે. બે દેવ એની સેવામાં રહેશે. એના ત્રણ નામ હશે. (૧) જન્મનામપા (૨) પૂર્ણભદ્ર અને મણિભદ્ર બે દેવ સેવક હોવાથી–દેવસેન (૩) "વિમલ" નામના હસ્તિરત્નના ઉપભોગ કરનાર હોવાથી "વિમલ વાહન" એનું ત્રીજું નામ હશે. આટલો પુણ્ય- શાળી હોવા છતાં પણ તે શ્રમણ-નિગ્રંથોનો મહાન વિરોધી થશે. તેમની સાથે તે અનાર્યતા પૂર્ણ વ્યવહાર કરશે, જેમ કે હંસી કરશે. ભર્જના કરશે, કષ્ટ દેશે, બાંધશે, મારશે, છેદન–ભેદન કરશે, ઉપદ્રવ કરશે, ઉપકરણ છીનવી લેશે, અપહરણ કરી લેશે, નગરથી અથવા દેશથી કાઢી મૂકશે. આ રીતે વિભિન્ન અભદ્ર વ્યવહાર સમય સમય પર કરતાં રહેશે. આવું કરવા પર એકવાર નગરના પ્રતિષ્ઠિત લોક સામુહિક રુપથી નિવેદન કરશે કે હે રાજન્ ! આવું ન કરો કેમ કે આવું કરવું ક્યારેક આપના અને અમારા માટે જોખમકારક પીડાકારી બની શકે છે. આથી આપ આવા દુરાચરણ બંધ કરો, રાજા મન વગર મિથ્યાભાવથી એ નિવેદનને સ્વીકાર કરી લેશે. સુમંગલ અણગાર :- એકવાર સુમંગલ નામના અણગાર જે ત્રણ જ્ઞાન અને વિપુલ તેજોલબ્ધિના ધારક હશે તે ત્યાં પધારશે અને બગીચાની પાસે આતાપના- ભૂમિમાં આતાપના લેશે. તે વિમલનાથ તીર્થકરના પ્રશિષ્ય હશે.(શિષ્ય પણ ગુરુ પુત્ર કહેવાય છે, તેથી કોઈ જગ્યાએ પ્રપૌત્ર શિષ્ય પણ કહેવાયું છે.) વિમલવાહન રાજા રથ ચંક્રમણ હેતુ એ બગીચાની પાસેથી નિકળશે. મુનિને આતાપના લેતા જોઈને સ્વભાવિક જ ક્રોધથી પ્રજવલિત થશે. રથના આગળના ભાગથી ટકકર લગાવીને ધ્યાનમાં ઉભેલા મનિને નીચે પાડી દેશે. મુનિ ઉઠીને અવધિજ્ઞાનમાં ઉપયોગ લગાવીને જોશે અને એનો ભૂતકાળ જાણી-જોઈ અને કહેશે કે તું શ્રમણોની ઘાત કરવાવાળો મંખલી પુત્ર ગોશાલક હતો. એ સમયે એ અણગારો અને શ્રમણ ભગવાન મહાવીર સ્વામી સમર્થ હોવા છતાં પણ તારા અન્યાયને સહન કર્યો, કાંઈ પણ પ્રતિકાર ન કર્યો, પણ હું સહન કરનાર નથી. તને એક ક્ષણમાં જ સારથી ઘોડા સહિત ભસ્મ કરી દઈશ.
ટક્કર લગાવીને ફરી સુમંગલ અણગારને પાડી દેશે. ત્યારે તે અણગાર તૈજસ સમુઠ્ઠાત દ્વારા એ રાજાને ભસ્મ કરી દેશે. ત્યાર પછી તે મુનિ વર્ષો સુધી સંયમ પાલન કરી આલોચના પ્રતિક્રમણ શુદ્ધિની સાથે એક મહીનાના સંથારાથી સર્વાર્થ સિદ્ધ વિમાનમાં દેવ રૂપમાં ઉત્પન્ન થશે. ત્યાંથી મહાવિદેહમાં જન્મ લઈને મોક્ષ જાશે ગોશાલકના નરકાદિ ભવ ભ્રમણ :- વિમલવાહન રાજા (ગોશાલકનો જીવ) તેજો વેશ્યાના પ્રહારથી મરીને સાતમી નરકમાં ઉત્પન્ન થશે. અને પશ્ચાનુપૂર્વી ક્રમથી એક–એક નરકમાં બે-બે ભવ કરશે, અંતમાં પહેલી નરકથી નીકળીને તિર્યંચ પંચેન્દ્રિયની વિવિધ યોનિયોમાં જન્મ મરણ કરશે. પછી ક્રમશઃ ચૌરેન્દ્રિય, તેઈન્દ્રિય, બેઈન્દ્રિયની યોનિમાં ભવ ભ્રમણ કરીને એકેન્દ્રિયોમાં ભવ ભ્રમણ કરશે. વિમલ વાહનના ભવ પછી ક્યાંક શસ્ત્રથી, ક્યાંક દાહથી પીડિત થઈ મરતો રહશે. એકેન્દ્રિયથી નિકળીને વેશ્યાઓનો ભવ કરશે. પછી બ્રાહ્મણ પુત્ર થઈને દાવાગ્નિની જ્વાલામાં મરશે. અગ્નિકુમાર દેવરૂપમાં ઉત્પન્ન થશે. ત્યાંથી નિકળીને મનુષ્યનો ભવ કરશે. જેમાં સંયમ ધારણ કરશે. અનેક ભવો (૧૦ ભવો) સુધી દ્રવ્ય સંયમ ક્રિયાની વિરાધના કરશે. ભાવથી સંયમને સ્પર્શ પણ નહીં કરે અને ક્રમશઃ નવ અસુર કુમાર(અગ્નિકુમાર ને છોડીને) ના અને એક જ્યોતિષીનો ભવ કરશે. એના પછી સાત ભવમાં સંયમની. આરાધના કરશે. અને ક્રમશઃ પહેલા, ત્રીજા, પાંચમા, સાતમા, નવમા, અગ્યારમા દેવલોક અને સર્વાર્થ સિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થશે. પછી મહાવિદેહક્ષેત્રમાં આઠમી વાર સંયમની આરાધના કરી કેવલજ્ઞાન કેવલ દર્શન પ્રાપ્ત કરશે. ગોશાલકની મુક્તિ - કેવલજ્ઞાનથી પોતાના ભવોને જાણશે અને પોતાના શિષ્યોને સંબોધન કરીને કહેશે કે હું પૂર્વભવમાં એવો શ્રમણઘાતક ગુરુદ્રોહી હતો જેના ફળ સ્વરૂપે આવા વિવિધ જન્મમરણ રૂપ સંસાર ભ્રમણના ફળને પ્રાપ્ત કર્યું છે. આ વૃતાંત. સાંભળીને તે શ્રમણો ભયભીત થશે અને પોતાની આલોચના શુદ્ધિની સાથે સાવધાની પૂર્વક સંયમ ની આરાધના કરવા લાગશે. ગોશાલકનો જીવ કેવલી પર્યાયમાં વિચરણ કરીને અંતમાં આયુ સમાપ્તિ વેળા જાણીને ભક્ત પ્રત્યાખ્યાન પંડિત મરણ સ્વીકારશે બાકી કર્મોનો ક્ષય કરી સિદ્ધ બુદ્ધ મુક્ત થશે. શિક્ષા અને જ્ઞાતવ્ય:(૧) નિમ્નસ્તરીય વ્યક્તિમાં પણ અપાર મનોબલ અને બુદ્ધિબળ હોઈ શકે છે. એક ભિક્ષાચરના પુત્ર ગોશાલકે ત્રિલોકીનાથ ભગવાન મહાવીરના વિરોધી બનીને ટક્કર લીધી હતી. (૨) પૂર્ણ અસત્યવાદી હોવા છતાં પણ ગોશાલકની કઠોરતા દુષ્ટતા અઘીકતમ કક્ષાની હતી. આનંદને બોલાવીને સદષ્ટાંત સમજાવ્યું. ભગવાનની સામે આવીને પણ બેહદ અધમતા દેખાડી. શક્તિ વિફલ જવા છતાં પણ એવું કહી ગયો કે છ મહીનામાં મરી જશો. (૩) ઢોંગી વ્યક્તિ કેટલા કપટ પ્રપંચ સિદ્ધાંત કલ્પનાઓ ઘડી શકે છે. એ ગોશાલકના જીવનથી જાણવા મળી શકે છે. એણે પોતાને છુપાવવા માટે કેટલા શરીર પ્રવેશ, નામ, વર્ષ વગેરે ની કલ્પનાઓ જોડી આઠ ચરમ પાનક અપાનક કલ્પિત ઘડ્યા અને લોકોને આકર્ષિત કરવા માટે કેટલાય જુઠાણા ફેલાવ્યો, છતાં જીવનમાં લગભગ સર્વત્ર એને સફળતા મળી. શ્રમણ ભગવાનના જ્યાં ૨-૩ લાખ ઉપાસક હતા તો ગોશાલકને તીર્થકર માનીને ઉપાસના કરનારાની સંખ્યા ૧૧ લાખ થઈ ચૂકી હતી. તોપણ પાપનો ઘડો એક દિવસ અવશ્ય ફુટવાવાળો હોય છે. જ્યારે એનું પાપ ચરમ સીમાએ પહોંચી ગયું, બે શ્રમણોની હત્યાના પાપથી ભારી બની ગયો, ત્યારે સ્વયંની લેશ્યાથી જ મરી ગયો અને અંતમાં હારી ગયો, નિષ્ફળ થઈ ગયો. (૪) ગોશાલક અને એના સ્થવિરોની પાસે નિમિત્તજ્ઞાન સિવાય કોઈના મનની વાત જાણવાની અદ્ભુત શક્તિ પણ હતી. તેથી, અયંપુલ શ્રાવકને રાત્રે ઉત્પન્ન થયેલ પ્રશ્નને સ્વતઃ જાણી લીધો.