________________
151
આગમસાર
jainology II (૩) ભિક્ષુ કોઈપણ અકૃત્ય સ્થાનની આલોચના પ્રતિક્રમણ કર્યા વગર કે પછી ચરમ સમયમાં બધી આલોચના કરી લઈશ, અત્યારે નથી કરતો, એમ વિચારીને આલોચના કર્યા વગર વચ્ચે જ કાળ કરી જાય તો આરાધના થતી નથી. (શ્રાવકને માટે પણ એમજ સમજવું)
કોઈ ભિક્ષુ એમ વિચારે કે શ્રાવક ગૃહસ્થ જીવનના કેટલાંય અવ્રત સેવન કરતા પણ દેવલોકમાં જાય છે તો હું વ્યંતર વગેરે દેવ અવસ્થા તો અવશ્ય પ્રાપ્ત કરીશ. આવા સંકલ્પોથી નાના મોટા દોષની આલોચના પ્રતિક્રમણ ન કરે અને આ સંકલ્પની પણ આલોચના અને પ્રતિક્રમણ ન કરે તો તે આરાધક હોતા નથી. આ રીતે ઉપરોક્ત સર્વે વિરાધક હોય છે. ઉપરના કોઈ પણ સાધકને આલોચના પ્રતિક્રમણનો અવસર પ્રાપ્ત થઈ જાય તો તે આરાધક થઈ શકે છે.
ઉદ્દેશક: ૩ (૧) દેવદેવી પોતાના ચાર-પાંચ આવાસ સુધી સ્વાભાવિક શરીરની ગતિથી જઈ શકે છે. એનાથી વધારે જવા માટે ઉત્તર વૈક્રિય કરવું પડે છે. (૨) દેવ-દેવી પોતાના અલ્પદ્ધિક દેવ દેવીની વચ્ચેથી અર્થાત્ એનું ઉલ્લંઘન કરતા જઈ શકે છે; સમાન અથવા અધિક ઋદ્ધિવાળા દેવ-દેવીનું ઉલ્લંઘન એ કરી શકતા નથી, પરંતુ કદાચ તે પ્રમાદમાં હોય અથવા છલથી(દગો કરીને) ઉલ્લંઘન કરી શકે છે. (૩) ઘોડો જ્યારે દોડે છે. ત્યારે એના હૃદય અને યકૃતની વચ્ચે કડકડ' નામનો વાયુ ઉત્પન્ન થાય છે. જેનાથી એનો "ખુ ખુ" એવો અવાજ આવે છે. (૪) હવે અમે બેસણું, સૂઈશું, ઉભા રહીશું વગેરે વ્યવહાર ભાષા પ્રજ્ઞાપની ભાષા હોય છે, તે સત્ય કે અસત્ય હોતી નથી. અન્ય પણ આમંત્રણી, જાયણી, પુચ્છણી ભાષા પણ પ્રજ્ઞાપની ભાષા હોય છે, તે સત્ય-અસત્ય હોતી નથી.
ઉદેશક: ૪ (૧) ચમરેન્દ્રના ત્રાયદ્ગિશક(મંત્રી અથવા પુરોહિત સ્થાનીય) દેવ શાશ્વત હોય છે. એક ચ્યવતા બીજા ઉત્પન્ન થઈ જાય છે.
કાકંદી નામની નગરીમાં ૩૩ મિત્ર શેઠ(ગાથાપતિ) રહેતા હતા. તે પહેલાં શુદ્ધ આચારી શ્રમણોપાસક હતા. પછી શિથિલ આચારી બની ગયા. અંતમાં આલોચના શુદ્ધિ કર્યા વગર આયુ સમાપ્ત થઈ જવાથી તે સર્વેય અસુરેન્દ્ર ચમરેન્દ્ર ના ત્રાયન્ટિંશક દેવ બન્યા હતા. વર્તમાનમાં આ જ તેત્રીસ કાકંદીના શ્રાવક દેવરૂપમાં ત્રાયન્ટિંશક છે. આવાજ ૩૩ થતા રહે છે. વિચ્છેદ નથી પડતો.
શ્યામહસ્તિ અણગારના ગૌતમસ્વામીને પૂછેલ અને પછી ગૌતમ સ્વામીએ ભગવાનને પૂછેલા પ્રશ્નનો આ સારાંશ છે.
બલીન્દ્રના ૩૩ ત્રાયન્ટિંશક દેવ બિભેલનગરમાં શ્રમણોપાસક હતા અને બાદમાં શિથિલ આચારી થઈ જવા પર આ અસુરકુમાર દેવમાં ઉત્પન્ન થયા છે. આ રીતે ૧૦ ભવન પતિઓના ત્રાયનિંસક દેવ છે.
શકેન્દ્રના પણ ત્રાયન્ટિંશક દેવ છે. તે પલાશક નામના નગરમાં શુદ્ધ શ્રમણ ઉપાસક પર્યાયનું પાલન કરી આરાધક થઈ દેવ થયા છે. ઈશાનેન્દ્રના ત્રાયદ્ગિશક ચંપાનગરીના ૩૩ શ્રાવક હતા. આરાધક થઈને દેવ બન્યા. સંથારો કરી કાળ કર્યો હતો. ભવનપતિના ત્રાયદ્ગિશકોએ ૧૫ દિવસનો સંથારો કરી કાળ કર્યો હતો.
ઉદ્દેશક: ૫ અગ્રમહિષી પરિવાર:
અગ્રમહિષી પરિવાર | વિકવર્ણારૂપ | ત્રટિતું ૧-ચમરેન્દ્ર | ૫ | ૮000 | 2009 | ૪૦,000 ૨–બલીન્દ્ર | ૫ | ૮000 | 4000 | 80,000 ૩-નવનિકાયના ઇન્દ્ર | -૬ | દ000 | $000 | ૩૬,000 ૪–બધાના લોકપાલ | ૪-૪ | ૧૦૦૦ | ૧૦૦૦ | ૪,૦૦૦ | ૫-વ્યંતરેન્દ્ર ૪-૪ ૧૦૦૦ | 1000 | ૪,૦૦૦
-જયોતિષેન્દ્ર ૪-૪ ૪000 | 8000 | ૧૬,૦૦૦. ૭-ગ્રહ
૪-૪ ૪000 | 8000 ૧૬,૦૦૦ ૮-શકેન્દ્ર
૧૬,૦૦૦ ૧૬,૦૦૦ | ૧,૨૮,૦૦૦ | ૯-ઈશાનેન્દ્ર
૧૬,૦૦૦ ૧૬,000 | ૧,૨૮,000 ૧૦–બંનેના લોકપાલ ૪ ૧000 | 1000 | 8,000 સૂત્રમાં બધાની અગ્રમહિષીના નામ કહેલ છે.
એક એક અગ્રમહિષીના પરિવારની દેવિઓ જેટલી હોય છે એટલી સંખ્યામાં તે પોતાનાં રૂપોની વિફર્વણા ઈન્દ્રની સાથે પરિચારણા હેતુ કરે છે. ઇન્દ્રની પરિચારણા યોગ્ય ઉત્કૃષ્ટ દેવીઓના રૂપોને ત્રુટિત શબ્દથી કહેવાયેલ છે.
ત્રુટિતનો અર્થ છે – એક ટુકડી, એક સમૂહ. પોતાની સુધર્મા સભામાં કોઈ પણ દેવ મૈથુન સેવન કરતા નથી.
દેવ
ઉદ્દેશકઃ ૬ શકેન્દ્રના જન્મ વગેરેનો સંપૂર્ણ વર્ણન સૂર્યાભદેવના વર્ણન સમાન છે. જુઓ રાજપ્રશ્રીય સૂત્ર સારાંશ. શકેન્દ્ર ૩ર લાખ વિમાનોના સ્વામી હોય છે.
ઉદેશક: ૭-૩૪ ઉત્તર દિશાના ૨૮ અંતર દ્વીપોનું વર્ણન જીવાભિગમ સૂત્રના વર્ણનની સમાન છે.
|| શતક ૧૦/૩૪ સંપૂર્ણ |