________________
148
આગમસાર- ઉતરાર્ધ માતા-પિતા :- હે પુત્ર ! આ નિર્ગસ્થ પ્રવચન સત્ય છે. યાવતુ બધા દુઃખોનો અંત કરવામાં સમર્થ છે. પરન્તુ હે પુત્ર ! આ દીક્ષા(સંયમ જીવન) તલવારની તીક્ષ્ણ ધાર પર ચાલવાથી પણ અત્યંત દુષ્કર છે; લોઢાના ચણા ચાવવાથી પણ કઠિન છે; રેતીનાં કોળીયાની જેમ નિરસ છે; નદી પ્રવાહની સામે ચાલીને પાર કરવા સમાન શ્રમદાયક છે અને હાથ વડે સમુદ્ર પાર કરવા સમાન કઠિન છે. મહાશિલાને માથા પર ઉપાડી રાખવા સમાન છે. અવિશ્રામ ગતિથી,અનેક હજાર ગુણા નિયમોના ભારને ધારણ કરવાથી દુષ્કર છે. દીક્ષા અંગીકાર કર્યા પછી જીવનના કેટલાંક જરૂરી કાર્ય પણ કરવાનું(સ્નાન,મંજન,શૃંગાર) કલ્પતું નથી; ફળ, ફૂલ, લીલી વનસ્પતિ, કાચુ પાણી, અગ્નિ વગેરે સેવન કરવાનું કલ્પતું નથી; ભુખ, તરસ, શર્દી, ગરમી, ચોર, શ્વાપદ(શિકારી) સર્પ, ડાંસ, મચ્છર વગેરેના કષ્ટ ઉપસર્ગ સહન કરવા પડે છે.
રોગ આવવા પર ઉપચાર ન કરવો, જમીન પર સુવાનું, ચાલતાં (પગે) વિહાર, લોચ, આજીવન બ્રહ્મચર્ય પાલન, ઘરે–ઘરે ભિક્ષા માટે ફરવું અનેક સ્ત્રીને જોવા છતાં યુવાન ઉંમરમાં નવવાડ શુદ્ધ બ્રહ્મચર્ય પાલન કરવું હે પુત્ર ! અત્યંત દુષ્કર છે. હે પુત્ર! તારું આ સુકોમળ શરીર દીક્ષાના કષ્ટો માટે જરાપણ યોગ્ય નથી. આથી હે પુત્ર! તું ઘરમાં રહે અને સુખ ભોગવ. જયાં સુધી અમે જીવિત છીએ ત્યાં સુધી તારો એકક્ષણ પણ વિયોગ નથી જોઈ શક્તા. અમારા મૃત્યુ પછી તું શ્રમણ ભગવાન મહાવીર પાસે દીક્ષા લેજે. જમાલી - હે માતા-પિતા! જે કાયર પુરુષ હોય છે. જેની દૈહિક લાલસા મટી નથી, જે આ લૌકિક સુખમાં આસક્ત છે તેના માટે દીક્ષાની ઉપર કહેલ દુષ્કરતા છે અર્થાત્ એને સંયમ પાલન કરવું કઠિન હોઈ શકે છે. પરંતુ જે આ લૌકિક સુખોની આશાથી, મુક્ત-વિરક્ત થઈ ગયા છે, ધીર, વીર, દઢ નિશ્ચયવાળા પુરુષ હોય છે, એના માટે સંયમની મુશ્કેલી જરાપણ બાધક નથી. પરંતુ આનંદદાયક હોય છે. આથી હે માતા-પિતા ! સંપૂર્ણ દુઃખો અને ભવ પરંપરાનું ઉમૂલન કરનારા, સુખમય સંયમ ગ્રહણ કરવાની આપ મને આજ્ઞા આપો. સંયમની આજ્ઞા – કોઈપણ પ્રકારે માતા-પિતા જમાલીકુમારની વૈરાગ્ય ભાવનાને રોકી શક્યા નહીં, અંતે તેમને સ્વીકૃતિ આપવી પડી. પછી તેનો દીક્ષા મહોત્સવ ઉજવ્યો. જમાલીની અભિલાષા પ્રમાણે કુત્રિકાપણમાંથી બે લાખ સોનૈયાનાં રજોહરણ પાત્ર મંગાવ્યાં; હજામને બોલાવ્યો; હજામે મો પર મુખવસ્ત્ર બાંધીને જમાલીના વાળ કાપ્યા, ચોટીના લગભગ ચાર આંગળ ક્ષેત્ર પ્રમાણે વાળ રાખી બધા વાળોનું ખર મુંડન કર્યું. એને પણ એક લાખ સોનૈયા આપ્યા.
એ વાળને સ્વચ્છ વસ્ત્રમાં લઈને ધોઈને માતાએ રત્નકરંડકમાં રાખી પોતાના ઓશિકાની પાસે રાખી દીધા.
પછી જમાલીને ઉત્તરાભિમુખ બેસાડીને માતા-પિતાએ મંગળ કળશોથી સ્નાનવિધિ કરાવી; વસ્ત્ર, માળા, આભૂષણો થી સુસજ્જિત કર્યા. હજાર પુરુષ ઉપાડે તેવી પાલખી મંગાવી એમાં જમાલીકુમાર પૂર્વાભિમુખ સિંહાસન પર બેસી ગયા. એની જમણી તરફ માતા-પિતા પણ બેસી ગયા. પછી અપૂર્વ વૈભવની સાથે અને અનેક મંગળોની સાથે વિશાળ જન સમુદાય સાથે, ઘોડા, હાથી, રથ વગેરે સાથે એ દીક્ષા મહોત્સવનો વરઘોડો રાજમાર્ગો પરથી આગળ વધ્યો. ઘરોમાંથી સેંકડો હજારો સ્ત્રી-પુરુષો એ વરઘોડાને
માલીકુમારને જોવા લાગ્યા. ક્ષત્રિયકુંડ ગ્રામ નગરથી એ વરઘોડો બ્રાહ્મણકુંડ ગ્રામ નગરની તરફ જઈ રહ્યો હતો. રસ્તામાં ઉત્સાહી લોકો વિવિધ જય જયકાર કરતા, મંગલ અવાજ કરતા જઈ રહ્યા હતા. એમાં મુખ્ય નારા આ પ્રમાણે હતા. દીક્ષાર્થીના નારા – હે નંદ (આનંદ દાયક-આનંદ ઇચ્છુક) ! તમારી ધર્મ દ્વારા જય હો! તપથી તમારી જય હો! તમારું કલ્યાણ હો! તમે અખંડિત જ્ઞાન-દર્શન, ચારિત્રના સ્વામી બનો ! હે નંદ! તમે ઇન્દ્રિય જયી બનો. તમે બધા વિદ્ગોને પાર કરો! હે દેવ! આપ પરીષહરૂપી સેના પર વિજય મેળવો. તમે રાગ-દ્વેષરૂપી મલ્લો પર વિજય પ્રાપ્ત કરો. હે વીર ! ઉત્તમ શુકલ ધ્યાન દ્વારા કર્મરૂપી શત્રુઓનું મર્દન કરો. હે વીર ! ત્રણ લોક રૂપ વિશ્વ– મંડપમાં ઉત્તમ આરાધના રૂપ વિજય પતાકા ફરકાવો! અપ્રમત્ત થઈ સંયમમાં વિચરણ કરશે. નિર્મળ વિશુદ્ધ અનુત્તર કેવલજ્ઞાન પ્રાપ્ત કરશે. હે વીર ! તમારા ધર્મમાર્ગમાં કોઈ પ્રકારનું વિઘ્ન ન હો. હે મહાભાગ! તમે પરમ- પદરૂપ મોક્ષ પ્રાપ્ત કરો. દીક્ષાર્થી ભગવાનના સમવસરણમાં – વરઘોડો ભગવાનના સમવસરણ સ્થળની નજીક પહોંચી ગયો. જમાલીકુમારે છત્ર, ચામર, શિબીકાનો ત્યાગ કર્યો. પગે ચાલીને માતા-પિતાની સાથે ભગવાનની સામે પહોંચ્યા. માતા-પિતાએ ભગવાનને વંદન નમસ્કાર કરીને નિવેદન કર્યું, હે ભંતે ! આ જમાલીકુમાર અમારો એકનો એક પુત્ર છે તે અમને ઇષ્ટ, કાંત, વલ્લભ છે. એ જળ કમળની જેમ ભોગોથી વિરક્ત બની ગયો છે. એને અમે તમને શિષ્યરૂપી ભિક્ષા આપીએ છીએ, તમે સ્વીકાર કરો. ત્યારે શ્રમણ ભગવાન મહાવીર એનો સ્વીકાર કરે છે અને જમાલીકુમારને નિર્દેશ કરતાં કહે છે કે હે દેવાનુપ્રિય ! તમને સુખ થાય તેમ કરો. ત્યારે જમાલીકુમારે ઈશાનખૂણામાં નિશ્ચિત(જગ્યા)માં જઈને પોતે જ વસ્ત્ર- આભૂષણ ઉતાર્યા. માતાએ એને શુદ્ધ વસ્ત્રમાં ગ્રહણ કર્યા અને આંસુ સારતા જમાલીકુમારને અંતિમ શિક્ષા વચન કહ્યા કે હે પુત્ર! તું સારી રીતે સંયમ પાલન કરજે. તપમાં પરાક્રમી બનજે અને જરાપણ પ્રમાદ ન કરજે.
આ પ્રમાણે શિક્ષા વચન કહેતાં માતા-પિતા ભગવાનને વંદન-નમસ્કાર કરીને ચાલ્યા. ૫૦૦ પુરુષો સાથે દીક્ષા ગ્રહણ - જમાલીકુમાર ચાર આંગળની ચોટીના વાળનો પંચમુકિ લોચ કરી ભગવાનની સામે પહોંચ્યા. જમાલીની સાથે જ ૫૦૦ બીજા પુરુષો દીક્ષા લેવા માટે તૈયાર થઈ ગયા હતા. પ્રભુએ ૫૦૦ પુરુષોની સાથે જમાલીકુમારને દીક્ષિત કર્યા. તેનું વિસ્તૃત વર્ણન અહીં નથી. - દીક્ષા લઈને જમાલી અણગારે સંયમ વિધિઓનો જ્ઞાન અને અભ્યાસ કર્યો, તપ-સંયમમાં આત્માને ભાવિત કર્યો યાવત ૧૧ અંગશાસ્ત્રોનું અધ્યયન કર્યું. સ્વતંત્ર વિચરણ:- કોઈ સમયે જમાલી અણગારે સ્વતંત્ર વિચરણ માટે ભગવાનને નિવેદન કર્યું. ભગવાને એવી સ્પર્શના જાણીને એને સ્વીકૃતિ ન આપી અને મૌન રાખ્યું. ૫00 શિષ્યો સહિત એમણે ભગવાનને વંદન કરીને ત્યાંથી વિહાર કર્યો. વિહાર કરતાં તેઓ શ્રાવસ્તિ નગરીમાં પહોંચ્યા. આહારની અનિયમિતતાથી અને અરસ આહાર, વિરસ આહારથી, રુક્ષ, પ્રાંત, કાલ અતિક્રાંત, પ્રમાણ