________________
jainology II
139
આગમસાર કરોડ એંસી લાખનો જનસંહાર થયો. યુદ્ધમાં મરી ગયેલા તમામ જીવ પ્રાયઃ નરક–તિર્યંચમાં ગયા. એક જીવ દેવગતિમાં અને એક મનુષ્યગતિમાં ઉત્પન્ન થયો. દસ હજાર જીવ એક સાથે એક માછલીની કુક્ષિમાં ઉત્પન્ન થયા. શિંકા : ઉપાંગ સૂત્ર નિરયાવલીકામાં કણિક– ચેડા યુધ્ધમાં ભાગ લેનારા મનુષ્યોની સંખ્યા બેઉ પક્ષોની મળીને ૯૦ કરોડ કહી છે. ચક્રવર્તીના ૯૬ કરોડ પાયદળની સામે કેવળ બે પ્રતિપક્ષી રાજાઓની સેનામાં ૯૦ કરોડ પાયદળ વિચારણીય છે. સમાધાન : ભગવતીમાં એક દિવસે મરનારાઓની સંખ્યા ૮૪ લાખ અને બીજા દિવસે મરનારાઓની સંખ્યા ૯૬ લાખ કહી છે. જંબુદ્વિપ પ્રજ્ઞપ્તિમાં ચક્રવર્તીના હાથી ઘોડા લાખોની સંખ્યામાં છે, જેની સામે પાયદળ કરોડોમાં છે. કુણિક આદિ રાજાઓના સૈન્યમાં હાથી ઘોડા હજારોની સંખ્યામાં છે, તેથી પાયદળ લાખોની સંખ્યાથી હોવું સંભવ છે. અને મરનારાઓની સંખ્યા પણ ૮૪ હજાર અને ૯૬ હજાર મળીને એક લાખ એસી હજાર શકય લાગે છે. તેમ છતાં મૂળપાઠ કોઈ જૂની પ્રતોમાં પણ અલગ નથી, તથા ઉપાંગ નિયાવલીકામાં પણ ૯૦ કરોડની સંખ્યાનું સમર્થન કરતો પાઠ જોવા મળે છે. આમ તો એ ગમિક પાઠો જ છે. જેમાં દરેક પાયદળ સૈન્ય ત્રણ કરોડનું છે. કણિકના૧૦ ભાઈઓ, કુણિક પોતે,
છે અને ચેડારાજા.તથા મરનારાઓની સંખ્યા પણ બે ટકા છે. યુદ્ધમાં હારનારા પક્ષના અડધા ઉપરાંતના સૈન્યનો નાશ થવા પર યુધ્ધનું પરિણામ નક્કી થાય છે. તેથી સૂત્રપાઠ હોવા છતાં આ કોઇ નિશ્ચીત સંખ્યા નથી.)
ચમરેન્દ્ર કોણિકનો તાપસ પર્યાયનો સાથી હતો અને શક્રેન્દ્ર પૂર્વભવનો મિત્ર હતો. એટલા માટે મદદ કરી. ભવિત્તવ્યતા(હોનાહાર)નું પણ એવી જ રીતે નિર્માણ થયેલ. ત્રણે ભગવાન મહાવીરના ભક્ત હતા અને પ્રતિપક્ષી, ચેડા આદિ અનેક રાજા પણ ભગવાન મહાવીર સ્વામીનાં વ્રતધારી શ્રમણોપાસક હતા.
યુદ્ધમાં મરનારા દેવગતિ પામે છે. આ કિંવદંતિ સત્ય નથી, પ્રાયઃ દુર્ગતિગામી જ થાય છે. કોઈક જીવ દેવગતિમાં જાય છે. આ સંગ્રામમાં વરુણ નાગનતુઆ શ્રાવક પણ આવ્યા હતા. તે નિરંતર બેલે—બેલે(છઠના પારણે છઠ) પારણા કરતા હતા. તે દિવસે તેણે છઠને બદલે અટ્ટમના પચ્ચકખાણ કર્યા હતા. યુદ્ધમાં તેને કપાળમાં બાણ લાગેલ, મૃત્યુ સમય નજીક જાણીને રથ ફેરવી અને એકાંતમાં જઈને આજીવન સંથારો ગ્રહણ કરી બાણ કાઢયું, બાણ નીકળવાથી સખ વેદનાની સાથે આયુષ્ય પૂર્ણ થયું. તે દેવલોકમાં ઉત્પન્ન થયા. તેના આ પંડિતમરણથી દેવોએ ફૂલોની વૃષ્ટિ આદિ કરી અને દિવ્ય ગીત ધ્વનિ કર્યો. આ જોઈને ઘણાં લોકો એવું કહેવા લાગ્યા કે યુદ્ધમાં મરનારાની સદ્ગતિ થાય છે. આવું કથન લોકમાં પ્રચલિત થઈ જાય છે.
શ્રમણોપાસક વરુણનાગનઆ પહેલા દેવલોકમાં ચાર પલ્યોપમની આયુષ્યવાળા દેવ બન્યા છે. ત્યાંથી એક મનુષ્યનો ભવ કરીને મહાવિદેહક્ષેત્રથી મોક્ષમાં જશે. આ શ્રમણોપાસકનો એક મિત્ર પણ યુદ્ધમાં આવ્યો હતો. ધર્મ તત્ત્વને તેણે સારી રીતે સમજવા ક્યારે ય પ્રયત્ન કરેલ નહીં. યુદ્ધમાં બાણ લાગવાથી તે પણ એકાંતમાં ગયો અને મિત્ર શ્રમણોપાસકની ધર્મ ક્રિયાની શ્રદ્ધા કરતાં તેણે સંક્ષિપ્તમાં પચ્ચખાણ કર્યા કે મારા મિત્ર શ્રાવકે જે પચ્ચકખાણ કર્યા તે હું પણ ધારણ કરું છું. આ પ્રકારની શ્રદ્ધા સરળતાનાં આચરણથી તે મરીને મનુષ્ય ગતિમાં ઉત્પન થયો. વિશેષ : કોણિકરાજાનો વિજય થયા બાદ હાર, હાથી અને વિહલ્લકુમાર તથા ચેડારાજા અને તેમના રાજ્ય સંબંધી વર્ણન સૂત્રમાં નથી. તે વર્ણન કથા ગ્રંથમાં છે. વિહલ્લકુમારનું વર્ણન અણુત્તરોપપાતિક સૂત્રમાં છે તદનુસાર તે દીક્ષા લઈને અણુત્તર વિમાનમાં ગયા છે.
દેવો દ્રારા મનુષ્યની હિંસા આગમ પાઠોમાં અનેક જગ્યાએ દેવો પરિક્ષા કરવા કે ઉપસર્ગ આપવા ધરતી પર આવે છે. આમાં મુખ્યત્વે મિથ્યાત્વી દેવો હોય છે. કયારેક ધર્મ પમાડવા કે સત્ય માર્ગ બતાવવા પણ દેવોના આવવાનું આગમમાં વર્ણન આવે છે. નમિરાજર્ષિની દિક્ષા વખતે ઇન્દ્ર સ્વયં નમિરાજાના વૈરાગ્યની પરિક્ષા કરવા આવેલા. આ બધા પ્રસંગોમાં દેવો કાં તો માફી માંગીને, પ્રશંસા કરીને કે ભટણું આપીને વિદાય થયેલા છે. આમ સમકતી કે મિથ્યાત્વી દેવો પણ બહુધા મનુષ્યની હિંસા કરતા નથી.
જયાં દેવો દ્રારા મનુષ્યની હિંસા થઈ છે ત્યાં સંખ્યાબંધ લોકોનો સંહાર એક સાથે થયેલો છે. જેમ કે અર્જુન માળીના શરીરમાં પ્રવેશેલો યક્ષ દરરોજ છ-સાત જણની મુદગળ મારી હત્યા કરતો. અગ્નિકુમાર જાતિના દેવ દ્રારા દ્રારિકા નગરીનો મનુષ્યો સહિત વિનાશ કરાયો. ખંડકમુનિનાં પાંચસો શિષ્યો ઘાણીમાં પીલાયા બાદ ક્રોધથી કુપીત અવસ્થામાં કાળ કરી તે ખંડકમુનિ દેવ થયા, અને પ્રધાન–રાજા નગરજનો સહિત નગરીનો બાળીને નાશ કર્યો. આ હિંસા મિથ્યાત્વી કે વિરાધક કક્ષાના દેવો દ્રારા થયેલી છે. - ચક્રવર્તી કે વાસુદેવ પણ યુધ્ધમાં દેવોની સહાય લેતા હોય છે. આવા યુધ્ધમાં પણ દેવો દ્રારા હિંસા થતી હોય છે. હાર હાથી માટે થયેલા યુધ્ધમાં શકેન્દ્ર અને ચમરેન્દ્ર દ્વારા કુણીકને યુધ્ધમાં સહાય કર્યાનું વર્ણન આવે છે. શકેન્દ્ર આરાધક, ભગવાનના પરમ ભકત (વારંવાર ભગવાનના સાનિધ્યમાં પહોંચી જતાં), સમકતી અને એકભવધારી દેવ છે. ઇન્દ્ર દ્રારા આવા ઘોર હિંસક યુધ્ધમાં સહાય, અને તે પણ સામાન્ય દેવના આપેલા હાર હાથી માટેનું યુધ્ધ -મિથ્યાત્વી દેવો પણ મનુષ્યની હિંસા ભાનમાં હોય તો નથી કરતા. જયાં પણ દેવો દ્વારા હિંસા થયેલી છે તે બધા ક્રોધના આવેશમાં ભાનભલેલા દેવો દ્વારા થયેલી છે. તેથી આ બીના વિચારણીય જરુર છે, તત્વ કેવલી ગમ્ય.
ઉદ્દેશક: ૧૦ (૧) કાલોદાઈની પ્રવ્રજ્યા - રાજગૃહી નગરીમાં ગુણશીલ ઉદ્યાનની નજીકમાં અન્યતીર્થકોના આશ્રમ હતા. ત્યાં કાલોદાયી આદિ અનેક સંન્યાસી રહેતા હતા. એકવાર તેઓમાં પરસ્પરમાં ચર્ચા ચાલી કે જ્ઞાતપુત્ર શ્રમણ ભગવાન મહાવીર પંચાસ્તિકાય બતાવે છે. જેમાં ચાર અરૂપી અને એક રૂપી કહે છે. ચાર અજીવ અને એક જીવ છે, એમ કહે છે. આ એમનું કહેવું કયા આધારે માની શકાય?